Dipti Inamdar

Children Stories Fantasy Inspirational

4  

Dipti Inamdar

Children Stories Fantasy Inspirational

સફાઈ અભિયાન

સફાઈ અભિયાન

2 mins
260


ઘણાં સમય પહેલાંની વાત છે. એક બાળક હતો, તેનું નામ ભોલું હતું.  ભોલું ખૂબ જ હોશિયાર, ચબરાક. એક વાર તે સૂઈ ગયો હતો ત્યારે તેના સ્વપનામાં એક અત્યંત આકર્ષક મચ્છર આવ્યું અને તેને જોતાં તે હેતબાઈ ગયો. બન્યું એવું કે ભોલું કદી મચ્છરનો કરડવાનો ભોગ બનેલ નહિ પરંતુ ફકત સાંભળ્યું હતું કે મચ્છર કરડે ત્યારે બહું જ મીઠી ખંજવાળ આવે. પછી તાવ આવે, બીમાર પડી જવાય.

એક દિવસ એક મચ્છર તેનું નામ ગોલું, જે ભોલુંના ઘરમાં આવ્યું અને ભોલુંના કાનમાં ગણ ગણ કરવા લાગ્યું. 

મચ્છર: "હાય, ભોલું ! તું મને મારતો કેમ નથી ?" 

ભોલું : "હા. હા ! મારે તારી સાથે થોડી વાત કરવી છે. નાના નાના બાળકો અને વડીલોની ખાતર મને ચિંતા થાય છે."

મચ્છર: "અરે, ભોલું એતો મારું કામ છે. એમાં તારે શેની ચિંતા કરવાની ?" 

ભોલું : " એમ નહીં, તું કરડે તો બાળકો, મોટેરાં અને વૃદ્ધો બધાં જ પરેશાન થઈ જાય છે. તું બીજે જા, અહીં ના આવ."

મચ્છર: "તું ચાલ, જો હું તને એક મજાની જગ્યાએ લઈ જઈશ. તને બતાવું કે મારા રહેઠાણની જગ્યા ક્યાં છે."

ભોલું : હું કેવી રીતે તારી સાથે આવું ? તારી પાસે તો ખૂબ મજાની બે પાંખ છે !

મચ્છર:  ભોલુંને પોતાની પાંખો ફેલાવી બેસાડી લઈ જાય છે.

ભોલું : (મચ્છરને) છીં આટલી ગંદકી આવી જગ્યાએ તું રહે છે.આવો માર્ગ કેમ પસંદ કર્યો ?

મચ્છર: " ભોલું, હું તને કહું કે તમારા જેવા માનવીઓ ગંદકી ફેલાવે છે જ્યાં ત્યાં ગંદવાડ, એંઠવાડ અને પાણી ઢોળીને અમારા માટે આવકનો માર્ગ મોકળો કરી દે છે.

ભોલું : ( એ બધું દ્રશ્ય નિહાળીને ચિંતિત થાય છે) બાળકો અને વડીલોને કરડીને સજા ના આપીશ. હું તને ખાતરી આપું છું કે અમે સ્વરછતા અભિયાન હાથ ધરીશું.

મચ્છર: "તમે જેટલી સુંદર અને સ્વચ્છ જગ્યા રાખશો તેટલું જ બધાં માટે ફાયદાકારક છે. વચન આપો. 

ભોલું  : "વચન આપું છું કે આજથી હું અને મારા મિત્રો મળીને સહુંને સમજાવીશું"

ભોલું મચ્છરની વાત માની. મિત્રોને ભેગાં કરીને સફાઈ અભિયાન અંતર્ગત કાર્ય કરવાનું શરૂ કર્યું. મચ્છર ધીરે ધીરે ભોલુંની ખાતર ઊંચે હવામાં ચઢી ગયું અને ત્યાં સુધી ભોલુંને પણ ઘરની અંદર જવાનો સમય આવ્યો. મચ્છર ગોલું તેના કાનમાં જતાં જતાં ફરીથી ગણ ગણ કરવા લાગ્યું કે તારું વચન યાદ રાખજે અને પાછું ઉડવાનું શરૂ કર્યું.


Rate this content
Log in