Dipti Inamdar

Romance Tragedy Crime

3  

Dipti Inamdar

Romance Tragedy Crime

મોહમાયા - અમરત

મોહમાયા - અમરત

2 mins
176


માયા... ઓ.... માયા, ક્યાં છો બેટા ? સાદ પાડે છે અને શોધતાં શોધતાં સરલા બહેન રૂમમાં આવી જતાં અચાનક જે નજરે પડ્યું તે જોતા જ દંગ રહી ગયા. ફાટી આંખે જોઈ જ રહ્યા.

લાડકવાયાના લગ્નની જે ઘડીની રાહ જોતાં તે હમણાં ત્રણ મહિના પહેલાં જ એમના દીકરા મોહનના લગ્ન થયાં હતાં. ઘરમાં નાજુક, નમણી, નાગરવેલ જેવી નવી નવેલી દુલ્હન આવવાથી ફૂલ્યાં ન સમાતાં હતાં.

દરરોજ સવારે દીકરો નોકરી જાય ત્યારે માયા બધું જ કામ આટોપી લેતી અને સાસુમા સાથે ઘડી બે ઘડી કાઢી વાતો કરતી, સરલા બહેન પણ નામ મુજબ એટલાં જ સરળ સ્વભાવના હોવાથી બેઉ ને ગોઠી ગયું.

છેલ્લા કેટલાક સમયથી માયા કંઈક ઉદાસ રહેતી હોય તેવું લાગ્યું પણ કોશિશ કરતાં ય માયા કંઈ જ બોલી નહીં. સરલા બહેનને એમ કે પિયર યાદ આવ્યું હશે, તેમણે કહ્યું કે, "જઈ આવ થોડાં દિવસ" પણ માયા ન માની.

રાબેતા મુજબનું કામ આટોપી લેવાની ત્રેવડ માયામાં હતી જ તેથી પરવારી પોતાના પલંગમાં આડી પડી જાય. અત્યારે જે કાંઈ નજરે પડ્યું હતું તે મુજબ સરલા બહેન ડઘાઈ જ ગયાં હતાં.

લગ્ન પહેલાંના પ્રેમ સંબંધને કારણે પ્રેમિકાના (માયા) ઘરમાં જ પ્રેમીની હત્યાનો બનાવ બન્યો હતો. બનાવમાં માયાના ઘરમાં સેક્સ માણવા ઘૂસી આવતા બોયફ્રેન્ડને માયાએ બરાબરનો પાઠ ભણાવ્યો હતો.

શહેરી વિસ્તારમાં રહેતી માયાને તેના લગ્ન પહેલાંનો બોયફ્રેન્ડ કરણ સંબંધ રાખવા મજબૂર કરતો હતો. માયાએ કરણને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તે માનવા તૈયાર ન હતો.

પતિ ઘરમાંથી જાય એટલે થોડી જ વારમાં કરણ ઘરમાં આવી જતો હતો અને માયાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સુખ માણતો હતો. જેથી ગમે ત્યારે કોઈ ગંભીર બનાવ બને અને માયાના સુખી સંસારમાં પલીતો ચંપાય તેવા સંજોગો સર્જાય તો મોહનનો મોહ માયા માટે ઓછો થઈ જાય.

કરણથી છુટકારો મેળવવા માટે માયાના તમામ પ્રયાસો વૃથા ગયા હતા, તેથી આખરે તેણે અભયમની મદદ લેવાનું નક્કી કર્યું હતું. આજ તો નક્કી કર્યું હતું કે પતિના ગયા બાદ જો કરણ ઘરમાં આવે તો માયાએ અભયમને જાણ કરવી.

અભયમની ટીમે કરણને ઝડપી પાડ્યો હતો અને કાયદાકીય સમજ આપી કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Romance