Dipti Inamdar

Classics Thriller

3  

Dipti Inamdar

Classics Thriller

અણધારી વિદાય

અણધારી વિદાય

4 mins
186


પાત્રો- માતા, વહુ , દીકરો, સાહેબ, ડૉકટર.

દ્રશ્ય- ૧ *નેપથ્યમાંથી આવાજ* 

(એક હસતું ખીલતું પરિવાર, ઘરમાં માતા-પિતા ત્રણ દીકરાઓ બે વહુઓ અને એમના પણ દીકરા દીકરીઓથી ભર્યો ભર્યો પરિવાર છે.)

દ્રશ્ય - ૨ શયન કક્ષ

(માતા પોતાના પલંગમાં જમીને સૂઈ ગઈ છે, દીકરો પણ ત્યાં જ બાજુમાં ખુરશી પર બેઠો હોય છે. માતાને કંઈક અંશે બેચેની અનુભવાતી હોય એમ લાગ્યું કે તરત જ એણે આજુબાજુ નજર કરી, જોયું કે બધાં જ જમીને આરામ કરી રહ્યા છે.)

(અચાનક ત્યાં બેઠેલ દીકરાએ જોયું... કે માને કોઈ તક્લીફ થઈ રહી છે, એ તરતજ પોતાની પત્નીને ફૉન કરે છે.)

આકાશ : ટ્રિંગ... ટ્રિંગ... હલો... સામે છેડેથી આવેલ અવાજ..

દીપા : હા, બોલો આકાશ કેમ અત્યારે અચાનક ફૉન કરો છો ?

( ગભરાઈ ગયેલા સ્વરે...) દીપા... દીપા, મમ્મીને ઠીક નથી લાગતું તું ફટાફટ ઘરે આવી જાય તો સારું."

દીપા : પણ.... અચાનક કેમ શું થયું ?

તમે આટલા કેમ ગભરાઈ ગયા છો, ડૉકટરને ફૉન કરો... હું ત્યાં સુધી રજા લઈને આવું છું.

આકાશ : હા, દીપા... હું તરતજ ડૉકટર સાહેબને ફૉન કરીને મમ્મીને લઈ જાઉં છું પણ તું વહેલી નીકળ.

દીપા: હા... હા હું પહોંચી જ જાણો.

(કહીને... દીપા હાંફળી - ફાંફળી થઈ જાય છે... બઘવાતી બઘવાતી શું કરવું એ સમજવાનો પ્રયાસ કરે છે કે, (સ્વગત અચાનક... મમ્મીને શું થયું હશે ?

નક્કી કઈંક તો વધારે જ થયું હશે નહીંતર આમ, અચાનક મને ઘરે આવવાનું કહે જ નહીં

દીપા : (સાહેબની ઑફિસમાં જઈ.. વીલા મોઢે..)

'સાહેબ, મારે તાત્કાલિક ધરે જવું પડશે... મારી મમ્મીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે અને આકાશનો ફૉન આવ્યો છે એટલે મારે જવું જ પડશે...( એક અવાજે ક્યાંય અટક્યા વગર દીપા જાણે કે બધું બોલી ગઈ )

સાહેબ કંઈ કહે એ પહેલાં તો તેણે ફરીથી સાહેબને આજીજી કરવા માંડી...

દીપા : સાહેબ અત્યારે મારે ખૂબ અર્જન્ટ છે મને જવા દો, મારી પાસે સહેજ પણ સમય નથી..

સાહેબ : ઓકે પણ ઘરે જઈને જે પણ હોય તે જાણ કરજો.

દીપા : જી, સાહેબ.. ખૂબ ખૂબ આભાર.

(કહીને દીપા જાય છે)

દ્રશ્ય : - ૩ દવાખાનું

(રસ્તામાંથી જ ફૉન પર માહિતી મેળવી લે છે કે મમ્મીને ક્યાં લઈ ગયા છે, અને સીધી એ ત્યાં જ દવાખાને પહોંચી જાય છે.)

દીપા : (આકાશને જોતાં જ) શું થયું મમ્મીને ? સહસા આ શું બની ગયું ?

આકાશ : ( રડમસ ચહેરે) દીપા, ખબર નથી પણ જમીને મમ્મી આરામ કરવા ગઈ, હું પણ થોડીવાર એની સાથે બેઠો અને અચાનક એને કંઈક બેચેની થવા લાગી એટલે.. એનો અવાજ ઓમકારા સંભળાવવા લાગ્યા. મેં એના તરફ જોયું તો એનું માથું ઓશિકા પર ઊંચું ચડી ગયું હતું, આંખો પહોળી થઈ ગઈ હતી. અચાનક મારું ધ્યાન જતા મને લાગ્યું કે મમ્મીને ગભરામણ થઈ રહી હશે એટલે મેં એને સાંત્વના આપી, બામ વિક્સ લગાવી અને

થોડું પાણી આપ્યું , પણ ગભરામણ થતી હોય તેવું લાગ્યું તેથી મેં તને ફૉન કર્યો બસ..

દીપા : હા, આકાશ તમે ચિંતા ના કરો બધું બરાબર થઈ જશે. પણ અત્યારે મને મમ્મી સાથે જવા દો.

આકાશ : હા, તું અંદર જા કેમ કે એક જ જણને અંદર સાથે રહેવા દેશે, અને આમેય મમ્મી તને જ યાદ કરતી હતી. ડૉકટર સાહેબે સારવાર શરૂ કરી દીધી છે.

દીપા : ઠીક છે, હું અંદર જાઉં છું તમે અહીં જ તમારું ધ્યાન રાખજો.

(કહીને દીપા અંદર દવાખાનાના રૂમમાં જાય છે)

(અંદર જઈને જોયું તો ડોક્ટર અને એમની ટીમ સારવાર આપી રહી હતી પણ દ્રશ્ય બહુ ખતરનાક લાગ્યું.)

ડૉકટર : તમે એમની સાથે છો,

દીપા : હા. કેમ ? સાહેબ બધું બરાબર છે ને ? મમ્મીને કોઈ મોટી તકલીફ તો નથી ને એ જલ્દી તો સારાં થઈ જશે ને ?

ડૉકટર : કંઈ જ કહી શકાય તેમ નથી દુઆ અને દવા બંને કરી રહ્યા છીએ ! (આ સાંભળી દીપા તો બઘવાઈ જ ગઈ) તમે બને તેટલી મમ્મીની સારવાર કરો, સેવાચાકરી કરો.

દીપા : સાહેબ કોઈપણ ભોગે મારી મમ્મીને બચાવી જ લેવાનાં છે, જે પણ થાય જેટલા પૈસા થાય સર, પ્લીઝ મારે તમને વિનંતી છે કે એને જલ્દી બચાવી લો બસ.

(કહી બે હાથ જોડીને રડતાં ચહેરે વિનંતી કરે છે.)

(ડૉકટર જાય છે)

દીપા : ( સ્વગત.. હે... સાંઈ... હે પ્રભુ એને બચાવી લેજે ...અત્યાર સુધી એણે ખૂબ તકલીફ વેઠી છે, અને હવે જ્યારે સુખનો દિવસ આવ્યો ત્યારે એ આમ છોડીને જવા બેઠી છે, ભગવાન બસ અમારી લાજ રાખજે. માને જલ્દી સારી કરી દે , પ્લીઝ.. હું તારી પાસે બીજું કશું જ નથી માગતી આટલી મારી ઈચ્છા પૂરી કરી દે ભગવાન, પ્લીઝ મારી માને બચાવી લે ....બચાવી લે...પ્રભુ મારી માને બચાવી લેજે...)

પણ એ ના બચી.... અણધારી વિદાય લીધી અને એ હસતો ખીલતો પરિવાર. આમ નોધારો છોડીને અનંતની વાટે ઉપડી.

(પડદો પડી જાય છે.)

સત્ય ઘટના આધારિત.. મારી પોતાની જ સાસુમાની ઘટના


Rate this content
Log in

Similar gujarati story from Classics