Dipti Inamdar

Abstract Inspirational

4.5  

Dipti Inamdar

Abstract Inspirational

સચ્ચાઈની મૂર્તિ

સચ્ચાઈની મૂર્તિ

2 mins
352


લુણાવાડા જિલ્લાનું કસલાવટી ગામ, ગામમાં લક્ષ્મણસિંહ ઈનામદારની એક દીકરી.. પણ ખૂબ ખમીરવંતી... દીકરા સમોવડી, દલડાની દોલી, નાનપણથી જ ખૂબ પ્રતિભાશાળી, ગૌરવવંતો એમનો ચહેરો, ભાવ નીતરતી આંખો, એ જમાનામાં ચાર ચોપડીનું ભણતર પણ ગણતર ઘણું.

આખુંય આયખું એકલે હાથે જ ઝઝૂમી, 105 વર્ષ સુધી અડીખમ અને નિરોગી કાયા સાથે કાર્ય પ્રણાલી જ એમનું જીવન. સાદું જીવન અને ઉચ્ચ વિચારો ઉજાગર કરતાં એ જમાનાથી આજ સુધી અમરત્વ પ્રાપ્ત કરનારનું નામ હજી લોકોના હૈયામાં ગુંજે છે....એ અમરત એમનું નામ, નામ તેવા જ ગુણ. મા બાપનું એકનું એક સંતાન એવા એ અમરત ખરેખર એના નામ પ્રમાણેના ગુણ. ખંભાત તાલુકાના નાનકડા એવા જલસણ ગામમાં એમનું લગ્ન થયું. આશરે એકસો વર્ષ પહેલાંની વાત છે, પાંચ વર્ષના પરણીને આવ્યાં ત્યારથી જ ઘરમાં સંયુક્ત કુટુંબની જવાબદારી નિભાવવાની આવી.

કુલ 15 જણનો કાફલો સાચવવાનો,ઘરમાં ગાયો ભેંસોનો તબેલો તો હોય જ અને એ વખતે બધું જ કામ જાતે કરવું પડતું, ઘરનું કામ કરવાનું, ખેતરે જવાનું, ગાયો ભેંસોના છાણ- વાસિદા સાફ કરવાનાં, અનાજ સાફ કરવાનું, દળવાનું, ગાદલા ગોદડીઓ કરવાની, વડી - પાપડ બનાવવાના, આમ આ બધું જ કામ જાતે જ કરવું પડતું અને એમાંય બાળ ઉછેર તો સહજ હોય જ. અમરતબા પૂરી રીતે પોતાની નિષ્ઠાથી જવાબદારીથી અને પૂર્ણ સહયોગ આપી અને દરેક કાર્ય કરતી. ઘરની જવાબદારીની સાથે સાથે ખેતીવાડીનું તમામ કામ એકલું અમરતના જ માથે આવતું. સંયુક્ત પરિવારમાં પોતાના જેઠના ચાર અને પોતાના ત્રણ એમ સાત સાત બાળકોનું ઉછેર કરવાનો એ કઈ નાની સૂની વાત ના કહેવાય. પોતાના સોંપેલ દરેક કાર્યને અમરતબા જેટલું નિષ્ઠાથી કરતાં એટલો જ એમની આંખોમાં ભાવ નીતરતો એનો ચહેરા પરની કરચલીઓ જોતાં તો જાણે અમે સહું એમનાં ઋણી છીએ એમ પળેપળ પ્રતીત થતું અને કયારેય આ ઋણ અદા કરી શકીશું ?  એમ વાણી અને ચહેરાના મિશ્ર ભાવને વ્યક્ત કરતો જીવનનો સરવાળો કરવામાં જ દિવસો ક્યાં પસાર થઈ ગયાં...ના સમજાયું.


Rate this content
Log in

Similar gujarati story from Abstract