Dipti Inamdar

Tragedy Inspirational Thriller

4  

Dipti Inamdar

Tragedy Inspirational Thriller

તાળું

તાળું

2 mins
383


કુસુમબેન ત્યારે વતનમાં ગામડામાં રહેતાં તેમના પતિ કૌશિકભાઈ સાથે. તેમનો દીકરો નિમેષ પરણીને શહેરમાં વસેલો. તેની પત્ની નિમિષા અને પુત્ર નમન સાથે. કુસુમબેન અને કૌશિકભાઈ પણ વતનમાં એટલે કે પોતાના ગામમાં સુખ શાંતિથી રહે અને તેમનો પુત્ર, પુત્રવધુ અને પુત્ર નમન નોકરી અર્થે શહેરમાં શાંતિથી પોતાનો સમય પસાર કરતાં હતાં.

સમય વીતતો ગયો. નમન આઠ વર્ષનો હતો ત્યારની આ વાત... નિમિષાના ઘરમાં બારણે મારવાનું એક વધારાનું તાળું હતું. જે થોડું મોંઘું હતું. આમ તો તાળા જેવું તાળું પણ મોંઘું હોવાથી થોડું અલગ પ્રકારનું જેને કહી શકાય કે ઉત્તમ પ્રકારનું ઉત્તમ કવૉલિટીનું હશે. જે જોતાં જ તો નમનને ગમી ગયું હશે. આમ, બહાર જાય ત્યારે બારણે તાળું મરાય અને વળી પાછું ખૂલે. ખોલીને ઘરના ટેબલ પર તાળું મૂકી દેવામાં આવતું.      

વાત-વાતમાં એક દિવસ નમને તેની મમ્મીને કીધું, 'મમ્મી ! મને આ તાળું ખૂબ ગમે છે હું પણ મોટા શહેરમાં રહેવા જાઉં તો તું મને આ તાળું આપી દેજે ને... નમને બાળ બુદ્ધિથી પોતાની નાદાનિયતથી કહ્યું. બિચારા નાનકડા નમનને એમ કે મારા દાદા આપણી સાથે ક્યાં રહે છે ? મમ્મી પપ્પા જ જુદા રહે છે તેમ મારે પણ તેમનાથી જુદું જ રહેવાનું હશે ને ! આ સાંભળી નિમિષાની અંદર એક ધરતીકંપ થયો હોય એવું તેને લાગ્યું. તે બોલી, 'બેટા ! તું કેમ મોટો થઈને મારાથી અલગ રહેવા જઈશ ? તું તારા મમ્મી-પપ્પા સાથે નહીં રહું ?' આમ, ઘણા પ્રશ્નો સાથે એક -બે પ્રશ્નો પણ પૂછી લીધા જે થોડા ચિંતાજનક હતા. જવાબમાં નમને કહ્યું, 'મમ્મી ! પપ્પાના મમ્મી-પપ્પા ક્યાં આપણી સાથે રહે છે ?' પુત્રનો જવાબ સાંભળી નિમિષાને આંખે અંધારા આવી ગયાં. તેને એક વધુ આઘાત લાગ્યો. તેના પગ નીચેથી જાણે કે ધરતી સરકી રહી હોય એમ લાગ્યું. કેમ કે, નમન તેનો એકનો એક વહાલસોયો દીકરો હતો. નમનથી એક પળ પણ નિમિષાને અળગું થવું પાલવે તેમ નહોતું. નિમિષાના ગાલ પર જાણે કે કોઈએ તમાચો માર્યો હોય તેવું તેને લાગ્યું. નમનને તે ભેટી પડી. બોલી, બેટા ! મને માફ કરી દે. નમન તેની મમ્મીને એ જ નાદાનિયત ભરી નજરે જોવા લાગ્યો. મમ્મી કેમ માફી માગે છે એની એને ક્યાં ખબર હતી ?              

સાંજે નિમેષ ઘેર આવ્યો. નિમિષાએ માંડીને સઘળી વાત કરી. તાબડતોબ બા-બાપુને લઈ આવવા કહ્યું. નિમેષ કાયમ માટે પોતાના મમ્મી-પપ્પાને પોતાની સાથે રહેવા માટે લઈ આવ્યો. સૌની આંખો ભીની થઈ ગઈ. નમન પણ બા-દાદાને જોઈને ઘણો જ ખુશ થઈ ગયો. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy