એકરાર
એકરાર
"એ રીતુ, સાચુ કહેને, આપણા કોલેજનો પેલો રોકી તને કેવો લાગે છે ? આપણાથી એક વરસ આગળ છે. કોલેજની બધી જ એક્ટીવીટીમાંં આગળ પડતો હોય છે. ખાસ તો નાટ્યોત્સવમાંં તેને ભાગ લેતો જોવો એક લહાવો છે. "
" રીમા, રોકી છે જ સરસ. હરેક યુવતીના મનનો માંણીગર બને તેમાં નવાઈ નથી. આપણા મિત્રોના ગ્રુપમાં તેની વાક્છટાથી તે પ્રભાવિત કરે છે. વળી સાલસ અને મદદગાર પણ કેટલો. યાદ છે ગઈ પીકનીકમાં બસને એક્સીડન્ટ થયો ત્યારે તેણે કેટલી દોડાદોડ કરી હતી. હરેક પીકનીકમાં અંતાક્ષરી રમતા કેટલા સુરીલા ગીત ગાય છે. હરેક વાતમાં અવ્વલ. સાચુ કહું મારી તો નાનપણમાં જ સગાઈ થઈ ગઈ છે અને રૌનક મને પસંદ છે. બાકી કોલેજમાંથી કોઈ પસંદ કરવો હોત તો હુંં પ્રથમ ચાન્સ રોકીને જ આપત. "
" હા રીમા મને પણ એ જ ઈચ્છા છે. પરંતુ કઈ રીતે કહું. તેની મરજી કઈ રીતે જાણુ ? તને ખબર છે દરરોજ તેના કોલેજ આવવાના સમયે હું ગેટપાસે ઊભી રહું છું જેથી તેની નજર પડે. તે અંદર આવે પછી ક્લાસમાં જાઉ છું. કેન્ટીનમાં પણ તેની નજર પડે એ રીતે બેસુ છું. રોકી મનેસ્માંઈલ આપે છે પણ આગળ કંઈ જ બોલતો નથી. કદાચ તેને પણ સંકોચ છે. માંરી પણ હિંમત નથી ચાલતી. શુ કરુ ?"
"એક આઈડીયા, આ વખતે વેલેન્ટાઈન ડે પહેલા ચોકલેટ ડે પર તેને ચોકલેટ મોકલ. "
"ના યાર, તે અસ્વીકાર કરે તો. મારી હિંમત નથી ચાલતી. "
અને થોડા દિવસ બાદ આવ્યો ચોકલેટ ડે.સવારે જ એક કુરિયર આવ્યુ.અરે ચોકલેટ કોણે મોકલી ? મોકલનારનું નામ વાંચતા જ રીમા ઝુમી ઊઠી. મનનો માનેલ રોકી. ખુશી ના સમાઈ. તરત તૈયાર થઈ કોલેજ ગઈ. રોકી લાયબ્રેરીમાં બેઠો હતો. રોકી પાસે જઈને તે બેઠી. શરમાતી મલપાતી તે બેસી રહી. રોકી તેને અનિમેષમ નજરે જોઈ રહ્યો.
"હાય રીમા, થેંક્સ ફોર ચોકલેટ." રીમા નવાઈ પામી. પછી લાગ્યુ ચોકલેટ સ્વીકારવા બદલ કહે છે. હસી પડી. હાથમાં બુક્સ પકડી બંને એકબીજાને જોતા રહ્યા. બેલ રીંગ થઈ. એક અક્ષર બોલ્યા વગર બંને પોતપોતાના ક્લાસમાં ગયા.
" ઓહ રીતુ, આજે તો ગજબ થયુ, મને રોકીએ ચોકલેટ મોકલી. હું લાયબ્રેરીમાં તેની સામે બેઠી તો તેણે મને થેંક્સ કહ્યુ, કદાચ ચોકલેટ સ્વીકારવા માટે."
"સરસ, હવે તો તુ એની સાથે ખુલીને વાત કરજે."
"ના બાબા, મારો તો અવાજ જ બંધ થઈ જાય છે. શુ બોલવુ ખબર જ નથી પડતી. મન,મગજ ચાલતા જ નથી. "
આજે હવે ૧૪ ફેબ્રુઆરી, વેલેન્ટાઈન ડે. સવારે કોલેજ જવા નીકળતી હતી અને ત્યાં ફુલવાળો બુકે અને હેપી વેલેન્ટાઈનનુ કાર્ડ લઈને આવ્યો. ફ્રોમ રોકી.
માંય ગોડ,આનંદિત બની ઊઠી પણ શુ કરવુ સૂઝ્યું નહિ. કોલેજ પહોંચી ત્યાં જ ગેટ પર રોકી ઊભો હતો. "રીમા, થેંક્સ ફોર રોઝ. " રીમા ફરી મૂંઝવણમાં. શરમાઈ ગઈ. બંને એકસાથે કેન્ટીન તરફ જવા લાગ્યા. રોકીએ કહ્યુ, "પ્લીઝ કોફી પીવા બેસશુ ? " રીમા લજ્જિત થઈ ગઈ, તેના હાર્ટબીટસ વધી ગયા. ટેબલ પાસે બેસી ગઈ. સામે રોકી પણ બેઠો. બંને એકબીજાને જોતા રહ્યા પણ કોઈનામાં વાત કરવાની હિંમત નહોતી. આખરે રોકી બોલ્યો, " રીમા, કેટલા વખતથી કહેવુ હતુ પણ ડરતો હતો ડરતો હતો કે કદાચ તુ માંઠુ માંની બેસે તો, ? મિત્રોના વૃંદમાં હું તને જ જોયા કરૂ છું, પીકનીક પાર્ટીમાં પણ તને જ અનુસરૂ છું અને અંતાક્ષરીના મારા હરેક ગીત તારા માટે જ ગાતો હોઉ છું.રીમા આઇ લવ યુ"
રીમા શરમાંઈને હસી પડી. રોકીએ ડરતા ડરતા રીમાનો હાથ હાથમાં લીધો. અને કહ્યુ "સારૂ થયુ તે મને ચોકલેટ અને પછી ફૂલ મોકલ્યા તો મારી તને કહેવાની હિંમત આવી ?"
"મે મોકલ્યા ? અરે મને તો તારા તરફથી ચોકલેટ અને ફૂલ મળ્યા "
આ શું ગરબડ, બંને વિચારમાં પડી ગયા. હશે જે પણ હોય, સારી વાતએ થઈ કે આપણને જે વાત એકબીજાને કહેવાની હિંમત નહોતી તે સાહજીક રીતે કહેવાઈ ગઈ.
"પણ રોકી તે બીજા કોઈને તો એ ચોકલેટ અને રોઝ નહોતા મોકલ્યાને ? "
ના યાર, એવુ તો હું તને પણ કહી શકુ ને."
કઈ રીતે થયુ, શુ થયુ, ચાલ બધુ છોડી દઈએ હવે આપણે એકબીજામાં ભળી જઈએ. એકમેકના બની જઈએ. આપણા પ્યારના એકરારના માનમાં ચાલ હાથમાં હાથ રાખી સમંદર કિનારે ફરીએ."
અને બંને દરિયાકિનારે ફરવા ગયા. ઘૂઘવતા સમંદરની લહેરો તેમની લાગણીઓને પણ ભીંજવી રહી. ઉર્મિઓથી ઉછળતા હૈયા લઈ રાત્રે ઘરે ગયા બીજી સવારે કોલેજમાં મળવાનો વાયદો કરીને. બીજા દિવસે કોલેજમાં જઈ ક્લાસ બંક કરી બંને કેન્ટીનમાં ગુસપુસ કરી રહ્યા. રીમાએ રીતુને ફોન કર્યો "ક્યા છે તુ યાર, "ઓહ રીમા હું રોનક સાથે વેલેન્ટાઈન ડે મનાવતી હતી. તુ કહે શુ નવાજુની ? "
"અરે બહું જ સરસ વાત . હું અને રોકી બંને હવે એકમેકના બની ગયા. એક્ઝામ પછી ઘરે વાત કરશુ. બંનેની એકરાર કરવાની હિંમત નહોતી ચાલતી એકબીજા સામે. પણ તને ખબર છે કુરિયરવાલાની કે ફુલવાલાની કોઈ ગફલતે અમાંરો સંકોચ દૂર કરી અમને એક કરી દીધા. અત્યારે અમે કેન્ટીનમાં જ બેઠા છીએ. તુ આવે છે ?"
" હા દસ મિનિટમાં "
" કેમ છો બંને, હવે મને પાર્ટી આપો. તમને બંનેને એક કરવાનો મારો આઈડીયા સફળ થયો"
ઓહ રી----તુ તુ? થેંક્સ . સાચે જ મારી બેસ્ટ ફ્રેન્ડ. મારા વેલેન્ટાઈન ડે ને સફળ બનાવવા બદલ તારો ફરી આભાર. " રોકી અને રીમા ખુશ થઈને રીતુને કહી રહ્યા. અને એકબીજાને પ્રેમભરી નજરે જોઈ રહયા. રીતુ ગણગણવા લાગી પ્યાર હુઆ ઈકરાર હુઆ - અને ત્રણે હસી પડ્યા.

