STORYMIRROR

Kanala Dharmendra

Tragedy

5.0  

Kanala Dharmendra

Tragedy

એકલું પાંદડું

એકલું પાંદડું

1 min
284


" ના બેટા, પાન ખરી જાય તો એ રડતું નથી કેમકે એ એનો અંત નથી બલ્કે નવા પાંદડાં આવશે એની નિશાની છે", દાદાએ વિકીના માથે હાથ ફેરવતાં કહ્યું. " દાદા તમને આ ઝાડ ખૂબ જ ગમે છે ને?", વિકીએ દાદાની આંખમાં આંખ પરોવતાં પૂછ્યું. આ પ્રશ્નથી દાદાની આંખો ચમકી ઉઠી. " હા બેટા, આ ઝાડ નીચે જ હું અને તારા દાદીમા પહેલીવાર મળ્યાં હતાં. આ ઝાડ નીચે અમે બધા મિત્રો રોજ બેસતા. તારા પપ્પાએ અને મેં આ ઝાડને ખૂબ પાણી પાયું છે. હજી મને તો કોઈ રાત દિવસ અહીં બેસવાનું કહે તો મને તો ખૂબ ગમે", દાદાએ સ્મૃતિઓના પડળો ખોલતાં કહ્યું.


" દાદા, પાનખરમાં બધા પાન ખરી જાય?", વિકીએ વળી એક પ્રશ્ન પૂછ્યો. " હા, પેલા તારા દાદી ગયા, મારો મિત્ર કરશન ગયો, મનજી ગયો, વિષ્ણુ ગયો, વિનોદ ગયો....અને જે કોઈ રહ્યા છે એ પણ સમયનાં માર્યા ક્યાં કોઈના રહ્યા છે...", દાદાએ નિસાસો નાખ્યો. " દાદા, ત્યાં જુઓ. પાનખર હોવા છતાં એક પાંદડું છે", વિકી ખુશ થતાં-થતાં બોલ્યો. " હા બેટા , પાનખર એ પણ આનંદ જ છે. જૂનાં પર્ણો જાય તો નવા આવે ને...પણ....એક રહી જાય એ.....

ને વિકીની બાજુમાં રહી ગયેલું પાંદડું ખરી પડ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy