Kanala Dharmendra

Drama Tragedy

4  

Kanala Dharmendra

Drama Tragedy

એકબીજાને પગલે

એકબીજાને પગલે

2 mins
437


દાદા- દાદીના લગ્નની 75મી વર્ષગાંઠ નિમિત્તે પારેખ પરિવાર તેમના પુનઃલગ્ન કરાવી રહ્યો હતો. આવતી કાલે માંડવો છે. આજે ઘરમાં ભારે કલબલાટ છે. મંગળભાઈ પારેખ અને જમનાબેન પારેખને કુલ પાંચ દીકરા- દીકરી એ પાંચના પાછા અગિયાર અને એ અગિયારના પચીસ અને એમાંથી જેના લગ્ન થઈ ગયા હોય એમના છ. આમ ૪૯ જણાનો વસ્તાર!

દાદા- દાદીને છોકરાઓ સવારના અલગ-અલગ ગેમ્સ રમાડી રહ્યાં હતાં. લગ્નજીવનના રિવ્યૂ લેવાઈ રહ્યાં હતાં. મીડિયાના લોકો પણ હાજર હતાં. બાળકો પ્રશ્નો પૂછી રહ્યા હતાં,

"દાદાનો પ્લસ પોઇન્ટ?"

" શાણપણ અને હજારજવાબીપણું"


"દાદીનો પ્લસ પોઇન્ટ?"

" ગાંડપણ અને લાગણીશીલ સ્વાભાવ"


" દાદાનો માઇનસ પોઇન્ટ"

" લાગણીની મજાક ઉડાડવી"


" દાદીનો માઇનસ પોઇન્ટ"

" દરેક વાતને મજાક સમજી લેવી"


ત્યાં બધા વડીલો આવ્યાં. "ચાલો બાળકો હવે દાદા-દાદીને આરામ કરવા દો. કાલે વહેલા મંડપ મુહૂર્ત છે. દાદા-દાદી એકલા પડ્યાં.

" આ છોકરાઓ પણ. આ બધું શું માંડ્યું છે? ", દાદી શરમાઈને બોલ્યાં. " અરે! એ બધા એ ના કર્યા હોત તો હું આયોજન કરત", દાદાજીએ કહ્યું. " જાઓને હવે. શરમાતા પણ નથી", દાદીએ મીઠો છણકો કર્યો. "આઈ લવ યુ", દાદા વધુ બોલ્ડ થયા. " ટુ ", દાદીએ ટૂંકમાં પતાવ્યું. " આજે મને કહે તારી એક ઈચ્છા. જે મારે આ લગ્ન બાદ તુરત જ પુરી કરવી છે.", દાદા હવે ગંભીરતાથી વાત કરી રહ્યા હતા. " સધવા સ્વર્ગે સિધાવવું છે બસ બીજી કોઈ ઈચ્છા નથી", દાદી દાદાની આંખમાં આંખ નાખીને બોલ્યાં. " લગ્નના દિવસે મરવાની વાત શું કરે છે?", દાદા ચિડાયા.


મંડપ રોપણ, જમણવાર, મહેંદી, પીઠી , દાંડિયારાસ, જાન, વરઘોડો અને ફેરા. ફેરા બાદ દાદાએ કહ્યું, " હવે રડ તારી વિદાય છે", દાદા મસ્તી કરવા બોલ્યાં. આ બાજુ પવિત્ર અગ્નિ પ્રજ્વલિત હતો. છોકરાઓએ છેલ્લો પ્રશ્ન પૂછ્યો," દાદા- દાદી તમારે એક જ શબ્દમાં કહેવાનું છે . દા. ત. દાદાને કહેવાનું કે દાદી તેના માટે શું છે અને દાદી તમારે દાદા તમારા માટે શું છે એ એક જ શબ્દમાં કહેવાનું.

" તારી વિદાય છે ને તું બોલ પહેલા. આમ પણ લેડીઝ ફર્સ્ટ બિકોઝ આઈ એમ અ જેન્ટલમેન."

" વિશ્વાસ....", બોલતા દાદી દાદાની બાહોમાં ઢળી પડ્યાં. બધાં છોકરાઓ અને વડીલો દોડ્યાં.

" શ્વાસ....", બોલીને દાદા પણ દાદીને અનુસર્યા !


Rate this content
Log in

Similar gujarati story from Drama