Kaushik Dave

Drama Action Thriller

4.2  

Kaushik Dave

Drama Action Thriller

એકાંતવાસનું એક વર્ષ

એકાંતવાસનું એક વર્ષ

4 mins
239


કડડડ બારણાંનાં ખુલવાનો અવાજ આવતા અભય થોડો ગભરાયો. એણે ડીમ લાઈટ બંધ કરી ને એક ખૂણામાં સંતાઈ ગયો.

થોડીવારમાં કોઈ ભોયરાના દાદર ઉતરતો હોય એવો અવાજ આવ્યો. એ વ્યક્તિ ધીમેથી બોલ્યો.

અભય..અભય.. ક્યાં છે ? એ વ્યક્તિએ ડીમ લાઈટ ચાલુ કરી. જોયું તો અભય ખૂણામાં થર થર ધ્રૂજતો સંતાયો હતો. એ વ્યક્તિ નજીક આવ્યો. બોલ્યો. અભય.. હું સન્ની. તારો મિત્ર. ધ્રૂજતો અભય ઊભો થયો ને રડી પડ્યો. સન્ની ના ખભા પર માથું મૂકીને રડવા લાગ્યો.

સન્ની:- રડ નહીં. હવે દુઃખના દિવસો પુરા થશે. હવે એના માણસો અહીં ફરતા બંધ થયા છે. એક વર્ષ થયું તારા અહીં સંતાયે. અભય રડતા રડતા બોલ્યો:-" મારૂં મગજ કામ કરતું નથી. હું કોણ છું એ પણ હવે ભૂલી જવા માગું છું. મને કોઈ દૂરની બીજી જગ્યાએ લઈ જા."

સન્ની:-" બસ એક અઠવાડિયામાં જ. આફત દેખાય નહીં ને વાતાવરણ શાંત થશે એટલે તને અહીંથી દૂર લેતો જઈશ. પણ તને સારૂં તો છે ને.! ચાલ તારા માટે જમવાનું લાવ્યો છું. જમી લે પછી આ દવા છે એ ખાવાની છે. તારી માનસિક હાલત સારી નથી."

હમમ.

ને હા ,આ વખતે તારી દાઢી કરવાની નથી. ને માથાના વાળ લાંબા હશે તો તને કોઈ ઓળખી શકશે નહીં. સન્ની એ અભયને જમાડીને દવા આપીને સાવચેત રહેવા જણાવ્યું.

જતા જતા સન્ની એ દિવાલ પર નજર કરી. અભયે ચોકથી અને પેન્સિલથી કંઈક લખેલું હતું.

એક જગ્યાએ ૩૫૯ દિવસ લખ્યા હતાં. ને ફરીથી નજર કરી એણે આપેલી મોટી નોટબુક પર. રૂમમાં પેન્સિલના ટુકડા હતાં.

સન્ની એ એ નોટબુકમાં લખેલા છેલ્લા લખાણો ને પોતાના મોબાઈલથી ફોટા પાડી ને સેવ કર્યા.

મનોમન બબડ્યો.‌ બાપડો બહુ હેરાન થાય છે. ભલું કરવા ગયો ને કેવી અવદશા થઈ. એ બદમાશોથી આનો જીવ બચાવવો પડશે.

ને ઘરને બહારથી તાળું મારી ને પોતાના ઘરે ગયો.

.....

સન્નીનો મિત્ર અભય.

સન્નીએ બદમાશોથી બચાવવા માટે મુંબઈથી થોડે દૂર પોતાના એક જુના મકાનમાં સંતાડ્યો હતો. કોઈ ને ખબર ના પડે એ માટે એણે એના મકાનના ભોંયરામાં સંતાડ્યો હતો. દર બીજા દિવસે એ અભય ને મલવા આવતો. પણ અભયની માનસિક હાલત દિવસે દિવસે બગડતી જતી હતી. સન્નીનો એક મિત્ર એના જુના ઘર પાસે રહેતો હતો. એને પોતાના મકાન પર નજર રાખવા કહ્યું હતું. એણે કહ્યું હતું કે કોઈ બદમાશો એના ઘરની આજુબાજુ થોડા થોડા દિવસે આંટા મારે છે. પણ પોતે કંઈ કરી શકે એમ નથી. સન્ની ઘરે ગયો. ને એણે પોતાની ડાયરીમાં પોતાની રોજનીશી લખી. ડાયરીના પાછા ઉલટાવીને એક પાના પર નજર પડી. એ ગોઝારો દિવસ. લગભગ એક વર્ષ થવા આવ્યા.

સન્ની પોતે પોતાના ઘરે હતો. ને ગભરાતો અભય અચાનક એના ઘરમાં ઘુસ્યો. ને મકાનનું બારણું બંધ કર્યું.

સન્ની:-" શું થયું અભય. આમ કેમ ગભરાય છે ?

ગભરાતા અભય બોલ્યો:-" કેટલાક ગુંડા મારી પાછળ પડ્યા છે. મને જાનથી મારી નાખશે."

પણ કેમ ? તેં શું કર્યું હતું ?

અભય બોલ્યો:-" મેં કશું કર્યું નથી‌.પણ કાલે મારા એક મિત્ર શ્યામ ઘરે ગયો હતો.ને મેં..બોલતા અટકી ગયો.

પણ શ્યામ ના ઘરે શું થયું ? શ્યામ ને હું પણ ઓળખું છું. એજ ને જે રંગમંચનો જાણીતો અભિનેતા.. ને હા. લોકો એને પસંદ કરતા હતાં"

હા.હા.એ.જ. જ્યારે હું એમના ઘરે ગયો ત્યારે મેં શ્યામનો બચાવ બચાવનો ધીમો અવાજ સાંભળ્યો. એટલે મેં ઘરની ડોર બેલ મારી. પણ પાંચ મિનિટ પછી કોઈ એક જણે બારણું ખોલ્યું..ને હું ધક્કો મારી ને ઘરમાં પ્રવેશ્યો.ને. જોયું તો.તો.

પણ શું જોયું..

જોયું તો શ્યામ સોફા પર પડ્યો હતો એની આંખો પહોળી થઈ ગઈ હતી. એના ગળામાં એક કપડું બાંધી ને ગળું દબાવી દીધું હતું.

પછી. પછી તે પોલીસ બોલાવી.. પછી પોલીસ બોલાવવા નો ચાન્સ જ નહોતો. રૂમમાં બીજા બે જણા હતાં. એમના એકે મને મારી નાખવાની ધમકી આપી. ને જેણે બારણું ખોલ્યું હતું એને કહ્યું કે આને પણ શ્યામ પાસે પહોંચાડી દે. એટલામાં બહાર ગલીમાં કોઈની અવરજવર થતી હોય એમ લાગતા સન્ની એ ચૂપ રહેવા કહ્યું. થોડીવારમાં અભયે બધી વાત કરી. થોડાક કલાક પછી બહાર ભય ના લાગતા સન્ની એ અભય ને દૂર પરા વિસ્તારમાં આવેલા એના જુના ઘરમાં અભય ને રાખ્યો.

બીજા દિવસે રંગમંચ કલાકારે આત્મહત્યા કરી એમ ન્યુઝ પેપરમાં આવ્યું. આર્થિક સ્થિતિ ના કારણે પંખા પર લટકીને શ્યામે આત્મહત્યા કરી. આ વાતની સન્ની ને જાણ થતાં એણે અભયનો સંપર્ક સાધ્યો ને આત્મહત્યાની વાત કરી.‌ સાંભળી ને અભયનો પિત્તો ગયો. સન્નીએ શાંત રાખ્યો. પણ દિવસે દિવસે અભયની માનસિક હાલત બગડવા માંડી. આમ ને આમ એક વર્ષ થવા આવ્યું.

શું અભય આ સ્થિતિમાંથી ઉગરી શકશે. અભય પહેલાની જેમ સ્વસ્થ થશે ? શ્યામના ગુનેગારો પકડાશે ?

આવા સવાલો ના જવાબ કોઈની પાસે નહોતા. પણ સન્ની એ અભય ને કહ્યું કે ઈશ્વર હંમેશા કર્મોના ફળ આપે છે. સમય જતાં આ ગુનેગાર પકડાઈ જશે.


Rate this content
Log in

Similar gujarati story from Drama