STORYMIRROR

papa ni dhingali

Action Crime Inspirational

4  

papa ni dhingali

Action Crime Inspirational

એક નવી દિશા ભાગ-૧૧

એક નવી દિશા ભાગ-૧૧

5 mins
146

ભાગ -૧૧

રોહન અનિશાના આવા સવાલથી ડગમગી જાય છે અને ધારાને યાદ કરી ગળગળો થઈ જાય છે.

રોહન : ના મારી પરી. તારી મમ્મા નારાજ નથી. તારી મમ્મા તને બોવ યાદ કરે છે.

અનિશા : ક્યાં છે મમ્મા ?

રોહન : તારો હાથ આપ.

રોહન અનિશાનો હાથ લઈને એના નાનકડા હદય પર મુકે છે.

રોહન : મારી ઢીંગલી. જો મમ્મા અહિયાં છે. તારી પાસે હંમેશા. ઉપર આકાશમાં પેલા સ્ટાર છેને ત્યાં. મમ્મા તને જોવે છે.

અનિશા : ઓકે પાપા.

રોહન : ચાલો ચાલો હવે સુઈ જાવ.

અનિશા : પાપા લોરી.

રોહન : હા મારા બચ્ચા.

અનિશાને પોતાની બાજુ માં સૂવડાવી દે છે અને પોતે લોરી ગાઈને અનિશાને સૂવડાવે છે.

રોહન :

"સોના રૂપા ના પારણિયામા

હિર કસુંબલ ધુધરિયાળા રે

તમે મારા દેવના દીધેલ છો

તમે મારા પ્રાણથી પ્યારા રે

તમે મારી આંખના તારા રે

તમે મારા ચાંદના તારા રે. . "

રોહન અનિશાને સુવડાવી દે છે અને પોતે ધારાના વિચારમાં લાગી જાય છે. ધારા અને તેના વિચારો જાણે રોહનની જિંદગી. તે પોતાની અને ધારાની મૂલાકાત, રોહનનુ ધારાને એક નજરમાં જ પ્રેમ કરવા લાગ્વુ, ધોધમાર વરસાદમાં પોતાના પ્રેમનો એકરાર કરવો, ધારા‌ પણ‌ પોતાને પ્રેમ કરે છે તે જાણ્યા પછીની લાગણી, ધારા અને પોતાના લગ્ન, ધારાનુ પોતાના જીવનમાં આવવું, ધારાનું રિસાવું પોતાનું મનાવવું, દુધમાં સાકર ભળે તેમ ધારાનું પોતાના ઘરમાં ભળી જવું, ધારા પોતાને પિતા બનાવવાની છે તે ખુશી, ધારાનું ધામધૂમથી સિમત, અનિશાનો જન્મ, અનિશા સાથે પોતાના અસંખ્ય સપના, ધારાનું અચાનક મૃત્યુ. વિચારોમા અને વિચારોમાં રોહનને ઉંધ આવી જાય છે. અનિશાને વળગીને સુઈ જાય છે.

આકાશ ચિંતામાં આમ તેમ આંટા મારી રહ્યો છે. ઓફિસ‌મા હવે કોઈ પણ વ્યક્તિ નથી ધ્યાના સિવાય ધ્યાના પણ‌ પોતાનુ આખરી કામ પતાવીને નીકળે છે ત્યારે એ આકાશને ચિંતામાં આંટા મારતાં જુએ છે.

ધ્યાના(સંકોચ સાથે): શું થયું સર ? કાંઈક પ્રોબ્લેમ છે ?કેમ ચિંતામાં છો ?

આકાશ: ના એવું નથી. થોડોક પર્સનલ લાઇફ પ્રોબ્લેમ છે. તમે‌ એકલા આટલી રાતે ? હૂં ડ્રોપ કરી દવ ?

ધ્યાના: ના સર તકલીફ પડશે. હુ ઓટો કરીને જતી રહીશ.

આકાશ: કાઈ વાંધો નહીં હું મુકી જાવ.

ધ્યાના: ઓકે.

આકાશ અને ધ્યાના પાકિગમા આવી કારમા બેસી ઘરે જવા નીકળે છે. ધ્યાના આકાશને એકીટશે જોઈ રહે છે જાણે એના ચહેરા પરની ચિંતાનું કારણ શોધવા મથતી હોય.

આકાશ : શું થયું ? શું જોવો છો ?

ધ્યાના: તમારી ચિંતાનું કારણ ?

આકાશ : કાંઈજ નથી.

ધ્યાના: જો મિત્ર માનતા હોય તો કહેશો.

આકાશ: ઓકે કોફી પીતા જણાવું તો ચાલશે.

ધ્યાના(હસતા હસતા) : ઓકે સર.

ધ્યાના અને આકાશ કોફી શોપમાં જાય છે. આકાશ પોતાના અને રાહીના લગ્ન, રાહીનુ ધારાને ટેરેસ પરથી પડીને ખુન કરવું, અનિશાને નુકસાન પહોંચાડે નહિ એટલે એનું અહિયાં લાવવું આ બધી વાત કરે છે.

ધ્યાના : હા તો હવે શુ પ્રોબ્લેમ છે ?

આકાશ : મેં આજે રાહીને અનિશા પર નજર રાખી એના મોતનું કાવતરું ઘડતા સાંભળી છે અને જલદી રાહી ઈન્ડિયા જવાની તૈયારી કરે છે. અને અનિશાને કિડનેપ કરવાનો પ્લાન છે.

ધ્યાના : સર તમે ચિંતા ના કરો. હુ બદલો લઈશ મારા મિત્રના મોતનો અને તમે અનિશાની ચિંતા ના કરો હુ એનો વાળ પણ‌ વાંકો નહીં થવા દેવ.

આકાશ: થેનકયુ સો મંચ.

ધ્યાના : હું જઈશ ધારાના ધરે ધારાની મિત્ર તરીકે.

આકાશ: ઓકે.

ત્યાં પછી ધ્યાના ઇન્ડિયા જાય છે રાહી પહેલા અને મહેતા નિવાસમાં જવાનું નક્કી કરે છે. સવારમા જ ધ્યાના મહેતા નિવાસ પહોંચી જાય છે. અજાણી યુવતીને જોઈ બધા જ આશ્ચર્યમાં આવી જાય છે.

પરાગ ભાઈ: તમે કોણ છો ? શું કામ છે અહિયાં ?

ધ્યાના: જી હું ધારાની મિત્ર નજીક આવી હતી તો થયું મળતી જાવ.

સરિતા બેન: પણ‌ દિકરા ધારા તો ચાર વર્ષ પહેલા જ સ્વર્ગ વાસથી ચુકી છે.

ધ્યાના : સોરી આન્ટી મને નહોતી ખબર. અનિશાને મળી શકુ ?

પરાગ ભાઈ : હા જેવી ઈશ્વરની ઇરછા. હા જરૂર

સરિતા બેન:પાયલ અનિશાને લઈને આવ.

પાયલ અનિશાને લઈને આવે છે ધ્યાના એને એકીટશે જોઈ રહે છે વિચારે છે કે કેટલી માસુમ બાળકી જાણે નાનકડી ધારા.

ધ્યાના : હલ્લો મિસ‌. પરી

અનિશા : મિસ. પરી નહીં મિસ. અનિશા

ધ્યાના : ઓકે ઓકે.

અનિશા : તમે મારી મમ્મા પાસેથી આવ્યા છો ?

ધ્યાના : હા‌ તારી મમ્મા એ કિધુ છે કે અનિશા પોતાનું ધ્યાન રાખે અને તોફાન ના કરે.

અનિશા : ઓકે

ધ્યાના (અંનિશા પાસે નીચે બેસીને): મારી સાથે ફ્રેન્ડશીપ કરીશ ?

અનિશા : ના હો. પાપા એ ના પાડી છે કે સ્ટેનઝર સાથે ફ્રેન્ડશીપ નહીં કરવાની.

ધ્યાના: પણ‌‌ હું તો તારી મમ્માની ફ્રેન્ડ છુ. તને ખબર છે હું તારા માટે ચોકલેટ લાવી છું.

અનિશા(કયુુટ ફેસ બનાવતા) : મને આપશો ચોકલેટ ?

ધ્યાના : હા પણ તું મારી ફ્રેન્ડ બંને તો.

અનિશા : ઓકે હું બનીશ ફ્રેન્ડ.

ધ્યાના : ઓકે.

ત્યાં રોહન આવે છે.

રોહન : મારા બચ્ચા ! ક્યાં છે તું ?

અનિશા ધ્યાનાની પાછળ સંતાઈ જાય છે.

અનિશા(હસતા હસતા) : પાપા! પાપા! મને શોધી બતાવો.

રોહન (અનિશાને ધ્યાના પાછળ સંતાયેલી જોઈને) : ઓકે હમણાં મળી જશે મારી ઢીંગલી.

રોહન અનિશાને ધ્યાનાની પાછળથી પકડીને તેડીને વ્હાલ કરે છે.

રોહન : મારી ઢીંગલી કેમ સંતાઈ ગઈ હતી ?

અનિશા(ખડખડાટ હસતા) : પાપા હું હાઈડ એન્ડ સિક રમતી હતી.

રોહન : ઓકે મારી પરી. જાવ હવે દિપભાઈ સાથે રમ અને હા દુધ પીધુ તે ? ચોકલેટ દિપભાઈ અને સાવન ભાઈને આપજે હોને.

અનિશા : ઓકે પાપા. હા દુધ પી લીધું.

અનિશા રમવા જતી રહે છે. રોહન અને ધ્યાના એકબીજા સાથે વાત કરે છે. પરાગભાઈ અને સરિતાબેન ધ્યાનાને ભાવિ પુત્રવધૂ અને અનિશાની મમ્મા બનાવવા ઈરછે છે. મહેતા પરિવારના આગ્રહથી ધ્યાના ત્યાં જ રોકાઈ જાય છે. રાહી આકાશ સાથે ઝગડો કરી હંમેશ માટે ઈન્ડિયા આવવા નીકળે છે.

***

શું રોહન બચાવી શકશે પોતાની દીકરી અનિશાને ? શું હશે રાહીનો નેકસટ પ્લાન ? શુ ધ્યાના અને રોહનના લગ્ન થશે ? શું ધ્યાના આકાશને આપેલું વચન પુરું કરી શકશે ? શૂ થશે જ્યારે ધ્યાના અને રાહી આવશે આમનેસામને ? શું મહેતા પરિવારને ખબર પડશે રાહીનુ રહસ્ય ?

જાણવા માટે વાંચતા રહો ક્રમશ:. . .


Rate this content
Log in

Similar gujarati story from Action