Priyanka Chaklasiya

Drama Romance Thriller

4.0  

Priyanka Chaklasiya

Drama Romance Thriller

એક નવી દિશા - ૧

એક નવી દિશા - ૧

2 mins
215


વડોદરાની એમ. જી હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગની બહાર એક ૨૬ વર્ષનો યુવાન ચિંતામાં આમ તેમ આંટા મારી રહ્યો છે. કદાચ અંદર પીડાથી ચીસો પાડતી મહિલા આ યુવાનની પત્ની છે. યુવાનની સાથે આવેલા એક વયસ્ક આંટી એ યુવાનને આશ્વાસન આપી રહ્યા છે.

વયસ્ક આંટી : રોહન દીકરા ચિંતા ના કર ડોક્ટર દ્વારા હમણાં જ ખુશીના સમાચાર આપવામાં આવશે.

રોહન: મમ્મી. મને અત્યારે તો મારી ધારાની ચિંતા થાય છે. .

પરાગ ભાઈ (રોહનના પપ્પા) : હા દીકરા તારી ચિંતા સ્વાભાવિક છે.

ત્યાં જ એક નર્સ આવે છે અને કહે છે કે

નર્સ : રોહન ભાઈ ખુબ ખુબ અભિનંદન આપના ઘરની લક્ષ્મી આવી છે અને મા અને બાળકી બંને ઠીક છે.

આ સાંભળતા જ ત્રણેયના ચહેરા પર ખુશીની લહેરખીઓ આવે છે.

થોડીવારમાં જ ધારા અને નાનકડી પરી ને એક રૂમમાં શીફટ કરવામાં આવે છે.

પરાગ ભાઈ હોસ્પિટલમાં મીઠાઈ વહેંચવા માટે સ્ટાફને પૈસા આપે છે ને સરિતા બેન (રોહનના મમ્મી) આ ખબર ઘરે આપવા જાય છે રોહન ધારા અને નાનકડી જાન ને જોવા ઝડપથી રૂમમાં જાય છે.

ધારાને હોશ આવી ગયો હતો અને નાનકડી પરી જોડે પોતાના માતૃત્વનો પહેલો અનુભવ માણી રહી છે.

અચાનક એક પરિચિત અવાજ આવ્યો.

રોહન : હવે તું એકલી જ રમાડીશ આપણી પરીને કે મને પણ આપીશ ધારા.

ધારા : ના હો હજુ મારો જીવ નથી ધરાયો પરીને જોઈ ને.

રોહન : પ્લીઝ ધારા થોડા સમય માટે.

પરાગ ભાઈ : ધારા મને આપ મારી લાડકવાયી દીકરી ને

ધારા પરાગ ભાઈ ને પોતાની લાડકી આપે છે.

પરાગ ભાઈ : મારી લાડકવાયી દીકરી ! ભગવાન તને ખૂબ ખુશ રાખે.

રોહન : પપ્પા હવે હું લઈશ મારી પરી ને.

પરાગ ભાઈ બાળકી ને‌ રોહનના હાથમાં સોંપી હસતા હસતા બહાર નીકળી જાય છે.

રોહન : થેંક્યું. ધારા મને દુનિયાની સૌથી મોટી ખુશી આપવા માટે.

ત્યાં જ સરિતા બેન આવે છે.

સરિતા બેન : હવે હું લઈશ મારી લાડકવાયી લક્ષ્મીને. રોહન તને ડોક્ટર એમની કેબિનમાં બોલાવે છે.

ડોક્ટર દ્વારા રજા આપી દેવાઈ અને નાનકડી પરી જોડે ધારા પોતાના ઘરે લઈ ગઈ. નાનકડી પરીને જોઈ ઘરના સભ્યોને આનંદ થયો. બઘા નાનકડી પરીના નામકરણ સંસ્કારની તૈયારી કરવા લાગ્યા.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama