Kanala Dharmendra

Drama

5.0  

Kanala Dharmendra

Drama

એક કૂદકો

એક કૂદકો

1 min
463


" મમ્મી, મારી સાથે કોઈ રમત રમો ને. આજે મારે રજા છે", નિરાલીએ મમ્મીની સાડીનો પાલવ ખેંચતા- ખેંચતા બોલ્યો. " કઈ રમત રમું, બેટા? મને તો એકેય રમત જ રમતાં નથી આવડતી", સ્વાતિ ભીની આંખે બોલી. " કેમ તમે ક્યારેય કોઈ સાથે રમત નથી રમ્યા?", નિરાલીએ આશ્ચર્યનાં ભાવ સાથે પૂછ્યું. " ના, પણ મારી સાથે ઘણાં બધાં રમ્યા છે", સ્વાતિ એક લાંબો નિઃશ્વાસ લઈને બોલી.

" હું કઈ સમજી નહીં, મમ્મી. તમે ક્રિકેટ પણ નથી રમ્યા?", નિરાલીએ ભોળાભાવે પૂછ્યું. " ના, પહેલો બોલ ફેંકાય એ પહેલાં જ બધાએ આઉટ જાહેર કરી દીધી...", સ્વાતિ વળી રડમસ થઈ ગઈ.

ગંગાબેને આવી નિરાલીને બહાર રમવા મોકલી. પોતાની દીકરીના ખભે હાથ મૂકીને બોલ્યા," બેટા સ્વાતિ, આપણા ભાગ્યમાં પુરુષ છે જ નહીં. સસરા, પતિ, ભાઈ, દીકરો કશું જ નહીં....." થોડાં સ્વસ્થ થઈ ગંગાબેન પાછા બોલ્યાં," બેટા , જવા દે એ બધું. તું એ કેમ ભૂલી જાય છે કે તું લોન્ગ જમ્પની ચેમ્પિયન રહી ચૂકી છો. બેટા, એક કૂદકો મારીને આવતી રે ને વર્તમાનકાળમાં."

" હા , હું લોન્ગ જમ્પની ચેમ્પિયન થઈને પણ વર્તમાનમાં નથી આવી શકતી કેમ કે "એ" કબડ્ડીના ચેમ્પિયન છે ને", સ્વાતિનાં આ વાકયે ગંગાબેનને નિઃશબ્દ કરી દીધાં.


Rate this content
Log in

Similar gujarati story from Drama