એક ઝલક
એક ઝલક


રૂપા ક્યાં સુધી તું રવિ ને બસ આમ જ દેખી ને પોતાના દિલ ને તસલ્લી આપતી રહીશ. તું એક વાર તો તારા મનની વાત કહી ને દેખ. કોલેજ પણ હવે પુરી થવા આવી. જો તારા થી ના કહેવાય તો હું જઈ ને કહીશ.
અરે ના મીનુ તારે નથી કહેવું. હું કહીશ જયારે સમય આવશે ત્યારે. અત્યારે મને બસ તેને મન ભરી ને દેખવા દે. હું એનાથી જ ખુશ છું.
રૂપા આપણે વાત કર્યા ને 20 દિવસ થઇ ગયા. જો તે મને એ દિવસે રોકી ના હોય તો અત્યારે રવિ જોડે તું હોય, રીતુ નહીં. છતાં તું હજી બસ એના જ સપના દેખે છે. રવિ માટે તો તે તારું ફોરેન જાવાનું પણ કેન્સલ કરી દીધું.
મને ખબર નથી પડતી કે તું આટલી ખુશ કેમની રહી શકે છે ? તારા ચહેરા પર આટલો સકુન ક્યાંથી છે ? રવિ જોડે રીતુ ને દેખી ને તને કઈ થતું નથી ? રવિ એકવાર તો તને નશામાં કહ્યું હતું. એ સ્વીકારીને તું તારા મનની વાત બોલ ને એને. તું ના કહી શકતી હોય તો હું કહું યાર....
ના મીનુ. હું એને પ્રેમ કરું છું. એની ખુશી માં હું ખુશ છું. રવિ મારો પ્રેમ છે. પ્રેમ માંગી ને નથી મળતો. હા, રવિ એ કહ્યું હતું નશામાં, પણ નશો ઉતાર્યા પછી ના શબ્દો આજે પણ મને યાદ છે. રવિ મારાં જોડે હોય કે રીતુ જોડે કે બીજા કોઈ પણ જોડે. મને એનાથી ફરક નથી પડતો. પણ જો રવિ મને નફરત કરે એના વિચારતી પણ મને ફરક પડે છે. હું રવિનો પ્રેમ નથી. પણ રવિ મારો પ્રેમ છે. મને ફક્ત રવિ ની એક ઝલક દૂરથી પણ દેખવા મળે એ જ મારું જીવન છે. અને હું એનાથી ખુશ છું.