Kaushik Dave

Horror Fantasy

3.3  

Kaushik Dave

Horror Fantasy

એક હતો મિત્ર

એક હતો મિત્ર

1 min
368


"ભૂલી ગયોને તું મને ?" ચહેરો દેખાતો નહોતો. થોડો અસ્પષ્ટ જણાતું હતું.

ફરીથી અવાજ આવ્યો, "ભૂલી ગયો ને તું મને ?"

અવાજ પણ ઓળખવામાં તકલીફ થતી હતી. કોણ હશે ? એમ માનીને ધીરેથી બોલ્યો, "કોણ છે તું ? કોઈ ઓળખતો હોય એવું લાગતું નથી. મને કેમ આવું કહે છે ?"

ધીરેથી હાસ્ય સંભાળાયુ. થોડું ખંધું હોય એવું લાગ્યું હતું. બહુ વિચાર કર્યો. કોણ હશે ? આવું ખંધું હાસ્ય તો વર્ષો પહેલાં સાંભળ્યું હતું. યાદ કરવા દો. હા...યાદ આવ્યું...ઓહ્.. આવું તો એક મિત્ર હસતો હતો પણ અવાજ ખબર ના પડી. શરીર પર પરસેવો છૂટી ગયો. એ સાથે પંકજની આંખો ખુલી ગઈ.

પંકજ ઉભો થયો. વોશરૂમ તરફ આગળ વધ્યો. ફરીથી અવાજ આવ્યો,

"હવે તો ભાનમાં છે ને ? હવે ઓળખાણ પડી ?"

પંકજ ગભરાઈ ગયો. એને યાદ આવી ગયું. ઓહ્..આ અવાજ તો મિત્ર ગિરીશનો છે. તો ગિરીશ હજુ જીવે છે ?

પંકજની નજર બેડરૂમમાં શાંતિથી સૂઈ રહેલી એની પત્ની વિદ્યા તરફ ગઈ.

મનમાં બબડ્યો, "ના...ના..આ ભ્રમણા છે. ગિરીશ તો એક એક્સિડન્ટમાં મૃત્યુ પામેલો હતો. એ વાતને બાર વર્ષ થયા. એ પછી તો મારા વિદ્યા સાથે લગ્ન થયા હતા. ના...ના‌.વિદ્યા મારી છે. એને કોઈ હિસાબે ગિરીશ પાસે જવા નહીં દઉં. પણ..પણ ..ગિરીશ મૃત્યુ પામ્યો છે. શું એ મારી સાથે બદલો લેવા પાછો આવ્યો કે પછી આ એક ભ્રમણા ?"

પંકજના શરીર પર ફરીથી પરસેવો છૂટી ગયો. એને છાતીમાં દુઃખવા લાગ્યું.જોરથી બૂમ પાડી. "વિદ્યા... વિદ્યા..."

બોલીને જમીન પર ફસડાઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Horror