Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

Bhavna Bhatt

Romance Inspirational


5.0  

Bhavna Bhatt

Romance Inspirational


એક ગામડાની વાત

એક ગામડાની વાત

3 mins 438 3 mins 438

એક નાનું મજાનું ગામડી ગામ. આણંદની બાજુમાં આવેલું ગામ. ધૂળિયા રસ્તા અને ગામના તળાવે માથે તગારુ ચડાવીને એક હાથમાં ડોલ પકડીને કપડાં ધોવા જવાનું. ગામની પરબડી એ ઉંમર લાયક વૃદ્ધો બેસીને ગામની પંચાત કરતાં પણ ગામમાં ખુબ જ સંપ હતો. ગામની બેન, દિકરીની ઈજ્જત કરતાં. ગામડી ગામમાં દરેક કોમની વસ્તીના માણસો રહેતા હતા. આવું રુડું ગામડી ગામ એ ખરેખર સોનાની તાબડી હતું.. ગામમાં બધાં જ તહેવારો ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવતાં અને હોળી, નવરાત્રી એ તો આખા ગામની એકજ જગ્યાએ થતી અને પછી આખું ગામ હિલોળે ચઢતુ.

ગામડી ગામમાં સાત ધોરણ સુધીની પ્રાથમિક શાળા હતી. ઉચ્ચ અભ્યાસ માટે આણંદ જવું પડતું. આવાં મજાનાં ગામડી ગામમાં બહુરૂપી, રંગલો રંગલી, ભવાઈના ખેલ કરવાં આવે અને દર ઉનાળામાં એક નાટક કંપની આવે અને ગામમાં એમને મુખીનાં ખાલી પડેલાં ખોરડાંમાં ઉતારો આપવામાં આવે અને ગામની ભાગોળે સ્ટેજ અને મંડપ બાંધીને નાટકો ભજવાય. નાટક મંડળીનું નામ 'જલસા' હતું. નાટક મંડળી પંદર દિવસ રહે એમાં રોજ એક નાટક ભજવાય. નાટક જોવાની ટિકિટ લેવી પડે તોજ નાટક જોવા મળે.

રામાયણ, હરિશ્ચંદ્ર તારામતી, નળ દમયંતી, ઓખાહરણ, રાજા ભરથરી, શ્રવણ,આવાં અલગ-અલગ નાટક ભજવાય. આ નાટક મંડળીમાં એક કલાકાર હતો અરજણ એ હંમેશા સ્ત્રીનુંજ પાત્ર ભજવે. કોઈ પણ નાટક ચાલતું હોય અને સ્ત્રી પાત્રમાં અરજણ આવે એટલે લોકો પાંચ પૈસા અને દશ પૈસાનું પરચુરણ સ્ટેજ પર ફેંકે. અરજણ પાત્ર પણ આબેહૂબ ભજવે. આખું ગામ રોજ નાટક જોવા આવે એમાં રીટાને અરજણ ખુબ ગમી ગયો. રાત્રે બાર વાગ્યે નાટક પતી જાય..

ગામમાં ડો. ભાનુપ્રસાદ ત્રિવેદીનું દવાખાનું હતું. ગામનાં બધાંજ અહીંથી દવા લે. સવારે રીટા એનાં દાદીની ખાંસીની દવા લેવા આવી. અને એજ વખતે અરજણ પણ દવા લેવા આવ્યો એને તાવ હતો.

ભાનુપ્રસાદ બોલ્યા 'અરે તું તો એ કલાકાર છે ને જે સ્ત્રી પાત્રો ભજવે છે ?' અરજણ કહે 'હા ડોક્ટર સાહેબ. એટલે જ દવા લેવા આવ્યો છું રાત્રે તો મારે પાત્ર ભજવવાનું છે.'

આ સાંભળીને રીટા ચમકી અને એણે સ્ત્રી પાત્ર સિવાય પહેલીજ વાર આ રીતે અરજણને જોયો.

એ સમય સ્થળનું ભાન ભૂલીને બોલી. 'હું તમને ખુબ પ્રેમ કરું છું મને તમારી અદાકારી ખુબજ ગમે છે શું તમે મારી સાથે લગ્ન કરશો ?'

ભાનુપ્રસાદે રીટાને રોકી અને કહ્યું કે 'તું એક સારાં ઘરની છે તું આ શું કરે છે. તારાં પિતા મારા પરમ મિત્ર છે હું તને આ પગલું નહીં ભરવા દઉં.' આ સાંભળીને અરજણ તો કંઈ પણ બોલ્યા વગર દવા લઈને જતો રહ્યો. પણ રીટા દોડી અરજણ પાછળ અને ગામની પરબડી એ બેઠેલા વડીલો એ જોયું અને ગામમાં હોબાળો મચી ગયો.

મુખીને અને રીટાના બાપુને વાત કરી અને બધાં ભેગાં થઈને નાટક મંડળીના ઉતારે આવ્યા અને બધાંને ધમકાવ્યા અને અરજણને વગર વાંકે માર પડ્યો.

અને આ બાજુ રીટા ને પણ માર પડ્યો. રાત્રે નાટક નો શો કેન્સલ થયો. પણ અરજણ આખી રાત જાગતો રહ્યો એનાં દિલમાં પણ રીટા વસી ગઈ.

બીજા દિવસે તળાવે કપડાં ધોવા ફળિયાની છોકરાઓ સાથે નિકળી અને તળાવની પાર પર તગારુ મૂકી ને બોલી કે હું વાડે જઈને આવું કહી માથે ઓઢણું ઓઢીને ગામના પાછળના રસ્તે નાટક મંડળીનો ઉતારો હતો ત્યાં પહોંચી અને અરજણને ભેટી પડી. મંડળીના બીજા સભ્યો એ આ બન્ને ને ખુબ સમજાવ્યું પણ કોઈ સમજ્યું નહીં. અરજણ અને રીટા એકબીજાની આંખોમાં જોયું અને હાથ પકડી ને મલકને પાર ઉતરી ગયા.

આખી નાટક મંડળી ગભરાઈ ગઈ અને એ પણ જે હાથમાં આવ્યું એ લઈને જીવ બચાવીને ભાગ્યા.

બપોર થતાં પણ રીટા ઘરે ના આવતાં શોધખોળ થઈ અને એ અને અરજણ ના મળતાં આણંદ જઈને પોલીસ ફરિયાદ પણ નોંધાવી. કારણકે ગામમાં થી પ્રેમ કરીને ભાગનાર એ પહેલી છોકરી હતી

ગામડી ગામમાં પછી તો ખુબ ચોકીપહેરો થઈ ગયો અને છોકરીઓને એકલીના મૂકતાં. અને ગામમાં પછી તો આ ભવાઈ, બહુરૂપી અને નાટક મંડળી બંધ થઈ ગઈ. આમ રીટાને ભાગી જવાને પંદર વર્ષ થયા અને ગામમાં એક માણસ આવીને ગામમાં પાકાં રસ્તા બનાવવામાં રૂપિયા આપ્યા અને ગામમાં એક બેન્ક ખોલાવી. તપાસ કરતાં ખબર પડી કે રીટા અને અરજણે મુંબઈ જઈને નાટકમાં કામ કરીને રૂપિયા કમાઈ ને ગામડી ગામનું રુણ ઉતારવા કોશિશ કરી હતી.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhatt

Similar gujarati story from Romance