એક ભયાનક લોંગ ડ્રાઈવ
એક ભયાનક લોંગ ડ્રાઈવ


"ઢળતો બપોર હતો. સોહામણી સંધ્યા ઉગવાની તૈયારીમાં જ હતી કે, અનુજને પોતાના બુલેટમાં લોંગ ડ્રાઇવ પર જાવાનું મન થાય છે. અનુજ એક મોજીલો વ્યક્તિ હતો, પોતાની મસ્તીમાં મસ્ત રેનારો, હંમેશા બધાની મદદ માટે ઉભોરેનારો, બીજાની મુશ્કેલીનું નિવારણ કરતો. આવો હતો અનુજ."
અનુજ, પોતાના બૂલેટમાં નીકળી જાય છે. પોતાની મસ્તીમાં મસ્ત, જાણે સંધ્યાના ઢળતા સૂરજને પકડવા જાતો હોય તેવું લાગતું. અનુજ, ઘણીવાર મુંબઈથી લોનાવલા બુલેટમા જાતો. પણ આજે થોડું મોડું થાય છે, માટે તે ત્યાં રસ્તામાં સૂવાનું પસંદ કરે છે, અને વેલી સવારે નીકળી જઈશ એવું વિચારી ને એક નજીકની હોટેલમાં રોકાવાનું પસંદ કરે છે.
હોટેલ મળે તે પેલા અનુજને એક ખુબજ સરસ ફાર્મ હાઉસ દેખાઈ છે, ત્યાં બારે પગીબાબા પણ હતા. તેને પૂછીને અનુજે ત્યાં રેવાનું નકી કર્યું. તે પોતાનો સમાન લયને અંદર જતોરહે છે. બોવ રાત થઇ ગઈ હતી. તે આખું ઘર જોતો હોઈ છે. અચાનક તેની નજર એક બંધ ઓરડા પર પડી, તે અંદર જાય છે ને જુવે છે તો રૂમમાં બહુ જુનીજુની વસ્તુ હોઈ છે.જેવો તે અંદર જાય છે કે તરતજ રૂમના બારણા બંધ થાય છે, લાઈટ પણ ચાલુ બંધ થવા લાગી છે. અનુજ થોડો ગભરાઈ જાય છે.
અચાનક ઓરડામાં એક બીજા કોઈનો હોવાનો પણ આવાજ આવે છે. અનુજ પૂછે કે કોણ છે ? કોણ છે ? એટલામાં તો તેના મોઢા પર કોઈ હાથ દબાવીને તેને એક ખૂણામાં લઈ જાય છે. અનુજ, પાછળ ફરીને જુવેતો, એક છોકરી હોઈ છે. તે અનુજને ચૂપ રહેવા કહે છે. અને તરત રૂમની લાઈટ બંધ કરી દે છે. એક નાનકડી લાઈટ રાખે છે. અનુજ પૂછે છે, કે તું કોણ છે ?
એ છોકરી તેને ત્યાં પડેલા પેન, પેપરમાં પોતાનું નામ લખી આપે છે. તે હતી રચના. અનુજ પૂછે છે,
"તું આટલી ગભરાયેલી કે એમ છે ?"
રચના ઈશારામાં કહે છે, કે ના બોલ. અહીં એક આત્મા છે.
બને જણા ઈશારા અને લખીને વાતો કરે છે.
"શું ? આત્મા? આટલું મનમાં બોલે છે, પસીનો વળવા લાગે છે."
રચના પોતાના ફૉનમાં લખીને આપે છે,
"હું સાંજથી અહીં છું. અહીંનો આ પગી પણ અહી થતી આત્મા સાથે મળેલો છે." પગીબપા કોઈને હમણાં કહેતા હતા કે, કાલે અમાવસની રાત છે, આજે તો બે જણ આવ્યા છે. હું એ લોકોને કાલ રત સુધી જવાજ નય દવ, કાલે રાત્રે 1 વાગે આ બનેને મારીને જ આ ઘરમાં ફરતી આત્માને શાંતિ થશે અને પછી એ કોઈ દિવસ અહીં નહિ આવે, અને આ ઘર આપણું થય જશે."
અનુજ આ વાંચીને બોવ ગભરાય જાય છે . થોડી હિમંત ભેગી કરીને પોતાના ફૉનમાં લખે છે કે, તો હવે આપણે અહીંથી બારે કેવીરીતે જાશું ?
ત્યાંતો કોઈ જોરજોરથી રાડો પાડતું પાડતું, દોડતું હોય તેવો પડછાયો દેખાય છે. આ જોય ને બને ડરી જાય છે. બંને એક ટેબલ નીચે છુપાઈ જાય છે, તો ત્યાં જાણે એ બંનેની વચ્ચે આવીને કોઈ બેઠું હોય તેવું લાગે છે. આ જોય ને બને બેભાન થઈ જાય છે. સવાર થતાં અનુજ તો ભાનમાં આવી જાય છે, પણ રચના હજી બેભાન જ હોઈ છે. અનુજ ત્યાંથી બારે નીકળવાની કોશિશ કરે છે પણ નથી નીકળી શકતો. તેના અને રચનાના હાથ પગ પર પણ નખના વિખોળ્યા ના નિશાન હોય છે.
સાંજ પડતાં રચના ભાનમાં આવે છે. ખૂબ ડરેલી હોઈ છે. અને ધ્રૂજતી પણ હોઈ છે. અનુજ તેનો હાથ પકડીને હિંમત આપે છે. થોડીવારમાં રાત થય જાય છે, બારીઓ ખૂબ જોરજોરથી પછળાય છે. પવન ખૂબ જોર થી ફૂંકાય છે, બને ખૂબ ડરેલા હોઈ છે, બને 12 વાગા પેલા ત્યાંથી નીકળવાનું નક્કી કરે છે. પણ જો બોલે કે કંઈ વાતો કરે તો પેલા પગીબાપાને ખબર પડી જાય અને તે બારે નો નીકળવા દે.
એટલામાં અનુજની નજર ત્યાંના એક બુકના ખાના પાસે પડે છે, તે ધીરે ધીરે જાય છે ને એ બુક આઘી કરે છે તો ત્યાં એક દરવાજો હોય છે, ને ત્યાં લખ્યું હોઈ છે કે અહીંથી બચીને નીકળી જાવ. બંને એકબીજા સામે જોવે છે ને પછી હિંમત કરીને તે દરવાજો ધીરે ધીરે ખોલીને ભાગી જાય છે, જો વાર થાત તો પછી બંને ક્યારેય બારનો આવી શકત. બંને ત્યાંથી માંડમાંડ નીકળે છે ને સીધા પોલીસ પાસે જયને બધી વાત કરે છે ને, પગિબાપાને જેલ ભેગા કરે છે.
અનુજ અને રચના બને એક બીજાને ઓળખતા પણ નોતાં, છતાં એકબીજાની મદદ કરી, હિમંત કરી તો બારે નીકળી શક્યા. આ અનુજના જીવનની ભયાનક લોંગ ડ્રાઈવ હતી.