એક અવસર
એક અવસર
આજના સમયમાં તમે શું અને કેવો નિર્ણય લીધો એનું મહત્વ છે અને લીધેલા નિર્ણયને વળગી રહીને સમાજમાં એક દાખલો બેસાડવો એજ મહત્વ છે. એના માટે હિમ્મત અને માણસાઈ હોવી જરૂરી છે સાહેબ. બાકી સોસયલ મિડીયામાં લખવું અને મેસેજ ફોરવર્ડ કરીને ભારતીય સંસ્કૃતિને અને સ્ત્રીને સન્માન આપી શકાય નહીં. એવી જ એક ઘટનાથી આખો પરિવાર ચર્ચાઈ ગયો. જ્યારે સમાજ બે હિસ્સામાં વે'ચાઈ ગયો એક સચ્ચાઈના પક્ષે રહ્યા અને એક સ્ત્રીની વિરુદ્ધ રહ્યા. આવાં સમાજમાં કોઈ એકલો દીવડો આપી આપીને કેટલું અજવાળું આપે. જો સમાજ અને કુટુંબના સાથ સહકાર આપે તો મળીને જો દીવડાને પ્રગટાવીએ તો તહેવાર જેવુ લાગે અને સમાજમાં પડઘો પડે.
મહેસાણા જિલ્લાના નાનકડા ગામમાં હમણાંજ ભાડે રહેવા આવેલા કાઠિયાવાડથી. રેખા બેન અને શૈલેષ ભાઈ. સાથે દિકરી હતી જે બેજીવસોતી હતી. એક દિકરો હતો કરણ આજુબાજુના કોઈ સાથે બહું વાત ના કરે. અને દિકરી ચૈતાલી તો કોઈ સાથે વાતજ ના કરે.આજુબાજુના લોકોમાં ચણભણાટ થવા લાગ્યો કે આ છોકરી કુંવારી છે અને મા બનવાની છે એટલેજ અહીં ભાડે રહેવા આવ્યા છે ને કોઈ સાથે બોલતાં નથી પણ પાપ કેટલાં દિવસ છૂપું રશે. એક ના એક દિવસ તો છાપરે ચડીને પોકારશે. આમ લોકો અંદર અંદર ચર્ચા કરતાં.
રેખા બેનના કાને આ વાતો પડી પણ એમણે ચૂપ રહેવાનું મૂનસિબ માન્યું. શૈલેષ ભાઈ તો અઠવાડિયામાં શનિ રવિજ ઘરે આવતા હતા. કરણ મહેસાણા કોલેજ કરતો અને પા ટાઈમ નોકરી કરતો હતો એટલે એ પણ રાત્રેજ ઘરે આવતો. મા દિકરી આખો દિવસ એકલાંજ હોય એટલે લોકો પણ એમને સંભાળાવા મોટે મોટેથી બોલે. આ બધું સાંભળી ચૈતાલી રડી પડતી. રેખાબેન સમજાવતા કે હજુ તો શરૂઆત છે બેટા. તું આમ હિમ્મત હારી જઈશ તો કેમ ચાલશે.
આમ કરતાં સોસાયટીમાં રહેતા એક સંશોધન કરવાવાળા વ્યક્તિએ રેખાબેન લોકો જ્યાંથી આવ્યા તા એ કાઠિયાવાડના ગામ જઈને માહિતી લઈ આવ્યા કે ચૈતાલી કોલેજ રોજ બસમાં જતી આવતી હતી અને કોલેજમાં રોમિયોગીરી કરતો જીતેન. એજ શહેરના એ ધનાઢ્ય બાપનો બગડેલો નબીરો હતો. ચૈતાલી રૂપરૂપના અંબાર હતી પણ સાદગીથીજ રહેતી હતી. ચૈતાલીની પાછળ પડી ગયો એ જીતેન નબીરો. ચૈતાલી એ ઘરે વાત કરી તો એનાં પિતા અને ભાઈ કોલેજમાં આવી પ્રિન્સીપાલને મળ્યા. પ્રિન્સીપાલે જીતેનને ઠપકો આપ્યો અને આવું ફરી કરશે તો કોલેજમાંથી નિકાળી દઈશ એવી ધમકી આપી.
એક દિવસ જીતેન એનાં બે-ત્રણ લુખ્ખા ભાઈબંધોને લઈને ચૈતાલીના ઘરે ગયો અને રેખાબેનને મોં પર કપડું બાંધીને બાજુના રૂમમાં બાંધી દીધા. ચૈતાલી એ બૂમાબૂમ કરી આજુબાજુના ભેગા થયા એમને ધમકી આપીને ચૂપ રહેવા કહ્યું અને ચૈતાલી પર એ નરાધમો એ પાશવી અત્યાચાર ગુજાર્યો. ચૈતાલીએ બચવા કોશિશ કરી તો એને માર માર્યો અને હેવાનિયતનો ખેલ ખેલ્યો. ચૈતાલી બેભાન થઈ ગ
ઈ. જીતેન અને એના સાથીઓ જતાં જતાં પડોશીઓને ધમકી આપી કે 'જો આ લોકોને સાથ આપ્યો અને પોલીસમાં જાણ કરી તો તમારી બેન દિકરીઓની આનાથી વધુ ખરાબ હાલત કરીશ.' કહી જીતેન અને એની ગેંગ જતી રહી. એમનાં ગયા પછી એક પડોશી હિમ્મત કરીને રેખાબેનના હાથ પગ છોડે છે. રેખાબેન બહાર આવીને ચૈતાલીની દુર્દશા જોઈને રડી પડે છે અને એને કપડાં પહેરાવીને શૈલેષભાઈને ફોન કરે છે.
શૈલેષ ભાઈ આવ્યા અને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ લખાવી પણ તરતજ જીતેન ઘરે આવી ધમકી આપે છે કે પ્રિન્સિપાલને ફરિયાદ કરવાનું પરિણામ જોયુંને હજું સંતોષ ના થયો તે પોલીસ ફરિયાદ કરી, હજુ બાકી રહી ગયું છે. તમારે આ અહીં શાંતિથી જીવવું છે કે સામુહિક આત્મહત્યા કરવી છે. ડરના માર્યા શૈલેષભાઈએ પોલીસ ફરિયાદ પાછી લઈ લીધી.
સમય જતાં ચૈતાલીને આ અત્યાચારથી ગર્ભ રહી ગયો. પણ એ આઘાતમાં એટલી બધી ડૂબી ગઈ હતી કે એને કે રેખાબહેનને ધ્યાનજ ના રહ્યું. અને ગર્ભપાત નો સમય નિકળી ગયો. એટલે એ ગામને છોડી ને
ઘરને તાળું મારીને અજાણ્યા ગામમાં ભાડે રહેતાં હતાં. રેખાબહેનની બાજુમાં ફોજીનું ઘર હતું એ થોડાં દિવસોની રજા લઈને માતા પિતાને મળવા આવે છે અજીતસિંહ ફોજી. અને પેલાં સંશોધન કર્તા ભાઈ બધાને ભેગા કરીને આ લોકોને ઘર ખાલી કરી જવા ધમકાવે છે કે પેલો જીતેન શોધતો અહીં આવશે તો અમને પણ નહીં જીવવા દે. રેખાબેન અને ચૈતાલી બધાંને વિનંતી કરે છે પણ કોઈ સાંભળતું નથી આ બૂમાબૂમ અજીતસિંહ સાંભળીને બહાર આવે છે અને પૂરી વાત જાણે છે અને પછી બધાને ધમકાવીને ઘરે મોકલે છે. અને રેખાબેન અને ચૈતાલીને આશ્વાસન આપે છે.
પછી ઘરે જઈને પોતાના માતા પિતાને કહે છે કે આમાં ચૈતાલીનો શું વાંક છે ? હું ચૈતાલીનો સ્વિકાર કરવા માગું છું એના આવનાર બાળક સાથે. માતા પિતા સમજાવે છે પણ અજીતસિંહ એકજ વાત કરે છે કે તમે એનો સ્વીકાર કરો તો એની જિંદગી સુધરી જશે. આમ પણ હું તો ફોજી છું.સરહદ પર કંઈક થઈ જાય તો તમારૂ કોણ ? અજીતસિંહ ના માતા પિતા હા પાડે છે. ત્રણેય ભેગા થઈને રેખાબેનને વાત કરી ચૈતાલીને સમજાવે છે.
અજીતસિંહ ચૈતાલીને કહે હું તને એક વચન આપું છું મને એક અવસર આપ હું આવનાર બાળકનો બાપજ બની રહીશ અને તને પત્ની તરીકેનો હક આપીશ પણ ક્યારેય તારા શરીર પર માલિકી હક્ક નહીં જતાવુ. રેખાબેન કહે ચૈતાલીના પિતા આવે પછી વાત. શૈલેષ ભાઈ આવ્યા અને એમણે પણ અજીતસિંહની વાત માન્ય રાખી.
અજીતસિંહની રજા પૂર્ણ થાય એ પહેલાં કોર્ટમાં ચૈતાલી અને અજીતસિંહના લગ્ન થઈ ગયાં. સોસાયટીમાંથી બધાંએ વિરોધ નોંધાવ્યો પણ અજીતસિંહ પાસે કોઈનું કંઈ ચાલ્યું નહિ. સમય જતાં ચૈતાલી એક દિકરાની મા બની. રેખાબેન અને શૈલેષભાઈ પાછાં પોતાના ગામ જતાં રહ્યાં. ચૈતાલી અજીતસિંહના માતા પિતાની દિલથી સેવા કરે છે.