એ મૂંગી છોકરી
એ મૂંગી છોકરી
ખૂબ ઓછા લોકો હોય છે જે હ્રદયની સુંદરતા પારખી શકે છે. બાકી ચેહરાને પ્રેમ કરનારા તો લાખો મળી જાય છે. નડિયાદમાં રહેતા એક સુખી પરિવારમાં દિકરી રુતુનો જન્મ થયો પણ નાનપણથીજ એ બહેરી મૂંગી હતી. એને થોડી મોટી થતાં અમદાવાદ બહેરા મુંગાની શાળામાં ભણવા મૂકી.
એકલી જ બસમાં જતી આવતી હોય છે. પૂજન કરીને છોકરાંને રુતુ ગમી ગઈ. પૂજને એક દિવસ રુતુને વાત કરી. રુતુ પૂજનના ફફડાતા હોઠ જોઈ સમજી ગઈ એણે પૂજનને પોતે બહેરી મૂંગી છે એવું લખીને આપ્યું. પૂજન તો અંચબો પામ્યો. એણે રુતુ નો પીછો કર્યો અને એનાં મમ્મી-પપ્પાને સમજાવ્યું કે એ રુતુને બહુંજ પ્રેમ કરે છે અને એની સાથે જ લગ્ન કરશે. રુતુના મમ્મી પપ્પા એ કહ્યું કે 'તું તારા માતા પિતાને પુછી જો. તારો પ્રેમનો ઉભરો હશે તો
બેસી જશે આ આખી જિંદગીનો સવાલ છે.'
પૂજને ઘરે જઈને માતા પિતાને વાત કરી. માતા પિતા ગુસ્સે થઈ ગયા. 'તું એને ભૂલી જા તને આનાથી વધુ સારી અને સુંદર છોકરી મળશે. આખા ગુજરાતમાં ચશ્માંની ફ્રેમનો ધંધો છે એ તારેજ સંભાળવાનો છે.'
પૂજન કહે 'ના હું રુતુને પ્રેમ કરું છું અને લગ્ન પણ એની સાથેજ કરીશ.'
માતા પિતા એ કહ્યું કે 'તું એની સાથે લગ્ન કરીશ તો આ ઘર અને ધંધામાંથી તને બેદખલ કરી દઈશ.
પૂજન કહે, 'ભલે...'
પૂજન રાત્રે જ રુતુ નાં ઘરે આવીને કહે છે 'હું છોડી આવ્યો છું બધું જ. હું રુતુને પ્રેમ કરું છું અને કરતો રહીશ. આજથી હું પણ નહીં બોલું કહીને એણે જીભ કાપી નાખી. હોસ્પિટલમાંથી રજા મળ્યાં પછી પૂજન રુતુ સાથે લગ્ન કરીને પોતાની મહેનતથી રોટલો કમાવા હાઈવે પર ગેરેજ ખોલીને રહે છે.