Kaushik Dave

Thriller Others

4.0  

Kaushik Dave

Thriller Others

એ કોણ હતી ?

એ કોણ હતી ?

4 mins
23.1K


એ દિવસે મોડી રાત સુધી રવિ મોબાઇલમાં વેબ સિરીઝ જોતો હતો. રાત્રિના એક વાગવા આવ્યા હતા..એ વખતે રવિના મોબાઈલમાં વોટ્સએપ પર એક અજાણ્યો મેસેજ આવ્યો...' કનક, કંચન અને કામિનીથી સાવચેત રહેવું. આવનાર દિવસ ભારે છે.' ....

આ મેસેજ વાંચીને રવિને નવાઈ લાગી..કોણ છે ? આ અજાણ્યો મેસેજ કરનાર. રવિ એ વોટ્સએપની પ્રોફાઈલ જોઈ. કોઈ અનામિકા નામ હતું. રવિને લાગ્યું કદાચ આ મેસેજ કરનારે ભુલથી કર્યો હશે. રવિને આખી રાત ઉંઘ વ્યવસ્થિત રીતે આવી નહીં.                 

સવારે તૈયાર થઈને નવ વાગે નિકળવા જતો હતો.. ત્યારે એના એકાઉન્ટમાં ₹૨૦ આવ્યાનો મેસેજ આવ્યો. રવિને નવાઈ લાગી કોણ હશે ? પછી જોઈશ. હવે મોડું થાય છે..રવિ મનમાં બબડ્યો એટલામાં રવિના મોબાઈલમાં એક મેસેજ આવ્યો. કે તમારા ગુગલ પેજ એકાઉન્ટમાં ભુલથી ₹૨૦ જમા થયા છે. આ સાથે મારા એકાઉન્ટની લીંક મોકલી છે. એ ક્લિક કરીને મારા₹૨૦ મોકલજો. રવિ આમ પણ ઉતાવળમાં હતો. એણે ઓનલાઇન ફ્રોડના કેસ વાંચ્યા હતા. એને તરત રાતનો અજાણ્યો મેસેજ યાદ આવ્યો. કનક, કંચન..... રવિએ કોઈ જવાબ આપ્યો નહીં. વિચાર્યું કે કદાચ કોઈના ₹૨૦ આવ્યા હશે તો ઓફિસ જતા કોઈ ગરીબને ₹૨૦નું ખાવાનું આપીશ.     

રવિ ઓફિસ પહોંચી ગયો. કામ ઘણું હતું પણ એનું મન તો એ અજાણ્યા અનામિકાના મેસેજમાં જ રહ્યું.બપોરે લંચ પછી રવિના બોસે એમની કેબિનમાં બોલાવ્યો. ત્યારે એમની કેબિનમાં કોઈ ક્લાયન્ટ બેસેલો હતો. બોસે કહ્યું. આ સાહેબ રૂપિયા એક લાખ આપે છે એ સાચવીને તારી તિજોરીમાં મુકી રાખો. કાલે બેંકમાં જમા કરાવી આવજે. રવિ ને થોડી શંકા ગઈ. કે આ બે નંબરના તો નથી ને !

રવિ બોલ્યો, "સર,આજે તો મારા કબાટની ચાવી ભુલી ગયો છું.. આ એક લાખ રૂપિયાનું કોઈ લખાણ ?"

આ સાંભળી ને બોસ ગરમ થયા. રવિને કેબિન ની બહાર ધકેલી દીધો. રવિ કેબિન ની બહાર નીકળીને પોતાના ટેબલ પર બેઠો છે એટલામાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના માણસો બોસની કેબિનમાં ધસી ગયા. આજે રવિ અગમચેતીના કારણે બચી ગયો. એણે મનમાં ને મનમાં એ અનામિકાનો આભાર માન્યો.                              

ઓફિસમાં થોડું મોડું થયું હતું. રવિ બાઈક લઈને ઘરે આવતો હતો. અંધારુ થયું હતું. રસ્તામાં અવર જવર નહીવત હતી.. રવિ બાઈક લઈને આવતો હતો એ વખતે રસ્તામાં એક યુવતી લિફ્ટ માટે ઈશારો કરતી હતી. રવિ ને દયા તો આવી, પણ .. કંચન.. કામિની... કયું રૂપ દેખાડે !.. રવિએ બાઈક મારી મુકી. બીજા દિવસે સવારે રવિએ બે ન્યુઝ વાંચ્યા. એક સરકારી ઓફિસર લાંચ લેતા પકડાયો, બીજા ન્યૂઝ... રસ્તા પર લિફ્ટ માંગતી યુવતી જે લિફ્ટ આપનારને લૂંટી લેતી હતી.એને અને એના બે સાથીદારોને પોલિસે પકડ્યા.

રવિ એ એ અનામિકાનો મનમાં આભાર માન્યો .એને થયું એ કોણ હશે ? જે આ મેસેજ કરતી હશે.

થોડી વારમાં ફરીથી અનામિકાનો મેસેજ આવ્યો. 'જોયું ને સાવચેતીજ બચાવે છે. મને ઓળખી ? યાદ છે દસ દિવસ પહેલા રાત્રીના સમયે હું એકલી સીટી બસ માટે સ્ટેન્ડ પર ઉભી હતી. ત્યારે તમે બસ માટે બસ સ્ટેન્ડ પર આવ્યા હતા. રસ્તા પર અવરજવર નહોતી. બસ દેખાતી નહોતી. એટલામાં એક બાઈક પર બેસેલા બે આવારા છોકરા આવ્યા. મારી મશ્કરી કરતા. એક જણે મારો દુપટ્ટો ખેંચ્યો. મેં ચીસ પાડી બચાવો. અને તમે ઝડપથી એ બે આવારા છોકરાઓને કરાટાના ચોપ મારી પાડી દીધા. ગભરાયેલા એ બે જણ બાઈક લઈને ભાગી ગયા. એટલામાં સીટી બસ આવી. આપણે બસમાં બેઠા. તમે મને સાંત્વન આપી. મેં થેંક્યું કહ્યું..યાદ છે..ને !'..

આ મેસેજ વાંચીને રવિ ને એ પ્રસંગ યાદ આવ્યો. એ..આ.. અનામિકા.... એણે તો મને મદદ કરી કહેવાય. એણે મારો ઉપકારનો બદલો ઉપકારથી વાળ્યો. જ્યારે મળશે ત્યારે એને હું પણ થેંક્યું કહીશ. રવિને એ નંબર પર ફોન કરવાનો વિચાર આવ્યો. રવિએ એ અજાણ્યો નંબર લગાડ્યો. સામે થી જવાબ આવ્યો. આ નંબર ટેમ્પરરી બંધ છે.

આ વાતને ત્રણ દિવસ થયા. રવિની બાઈક સર્વિસમાં આપી હતી. એટલે એણે ઓફિસ જવા રિક્ષા કરી. રસ્તામાં એને અનામિકાના વિચારો આવતા હતા. રિક્ષા જતી હતી એ વખતે સીટી બસ સ્ટેન્ડ પર કોઈ યુવતી રિક્ષા ઉભી રાખવાનો ઈશારો કરતી હતી. રવિની નજર પડી. એ... કદાચ.. અનામિકાજ. રવિએ રિક્ષા ઉભી રાખી. એ યુવતી પાસે આવ્યો અને બોલ્યો..

'હાય.. અનામિકા.. હું..રવિ,'

આ સાંભળીને પેલી યુવતી ચોંકી ગઈ. બોલી..'જુઓ મિસ્ટર તમે અનામિકાને કેવીરીતે ઓળખો ? હું અનામિકા નથી.'

રવિ બોલ્યો, 'ચાલો તમે રિક્ષા માં બેસો આપણે અંદર બેસીને વાતો કરીશું.". 

'ના.ના.. હું અજાણ્યા સાથે..ના બેસું.". 

રવિ બોલ્યો, "કાલે અનામિકાનો મેસેજ હતો.આ મેસેજના કારણે હું બચી ગયો.".        

'સારૂં સારૂં.. હું રિક્ષા માં બેસું છું..આને બધી વાત કરું છું."

એ યુવતી રવિ સાથે રિક્ષામાં બેઠી.પછી બોલી..' મારું નામ અનુ છે. અનામિકા મારી બહેન છે. અમે જોડિયા બહેનો છીએ. અને હા.. અનામિકા તો દસ દિવસ પહેલાજ મૃત્યુ પામી છે."

હવે રવિ આ સાંભળીને ચોંકી પડ્યો, 'ના..ના.. એવું ના હોય ..મને મેસેજ કર્યા છે જુઓ આ મારો મોબાઈલ.

આ સાંભળીને અનુ રડી પડી. બોલી..દસ દિવસ પહેલા એ ટ્રેનના પાટા ક્રોસ કરતી હતી એ વખતે ટ્રેનની હડફેટે આવી હતી."

આજે પણ રવિ ને પ્રશ્ન થાય છે કે..'તો પછી આ મેસેજ કરનાર એ કોણ હતી... ?


Rate this content
Log in

Similar gujarati story from Thriller