Ishita Raithatha

Drama Horror Action

4.7  

Ishita Raithatha

Drama Horror Action

એ કોણ હતી - ૭

એ કોણ હતી - ૭

2 mins
218


સાહિલ: શેફાલી, આતો મારી ગાડી છે. પરંતુ આ અહીં કેવીરીતે આવી ?

શેફાલી: તમને મારું નામ ખબર છે ? તમે મને ઓળખે છે ?

સાહિલ: હા. પરંતુ મારી ગાડી પર મરેલી માછલી હતી, લોહીવાળી દોરીથી લખેલું હતું, અંદર ડ્રાઈવરની લાશ હતી, તે બધું ક્યાં ગયું ? 

શેફાલી: તું એ બધી વાત પછી કરજે, આપણે જલ્દીથી અહીંથી નીકળી જઈએ. આ રસ્તો ભયાનક છે.

(બંને ગાડીમાં બેસવા જાય છે ત્યાં ડ્રાઈવરનું કપાયેલું મોઢું અંદર સીટ પર હોય છે અને બોલતું હોય છે કે, મારા રસ્તામાં આવીશ તો તારી પણ આવીજ હાલત થશે. શેફાલી તરત ગાડીનો દરવાજો બંધ કરી દે છે અને સાહિલનો હાથ પકડીને ફાર્મહાઉસ તરફ લઈ જાય છે. બંને ત્યાં પહોંચે છે ત્યાંતો વહેલી સવાર થઈ જાય છે.)

શેફાલી : સાહિલ, તમે થોડીવાર સૂઈ જાવ, આરામ કરો, આખી રાત તમે હેરાન થાય છે.

  (શેફાલી, સાહિલને તેનો રૂમ દેખાડે છે અને સાહિલ માટે ચ્હા પણ લઈ જાય છે. સાહિલ તે પીએ છે અને પછી આરામથી સૂઈ જાય છે. થોડીવાર પછી જ્યારે સાહિલ ઊઠીને જુવે છે તો ઘરમાં તો કોઈ હોતુજ નથી. સાહિલ, શેફાલીને આખા ઘરમાં ગોતે છે પરંતુ શેફાલી મળતી નથી. બહાર જાય છે તો ત્યાં પૂલ પાસે શેફાલી બેઠી હોય છે અને ઉદાસ હોય છે.)

સાહિલ: શું હું અહીં બાજુમાં બેસી શકું છું ?

શેફાલી: હા, કેમ નહીં ! જરૂર.

સાહિલ: તું ઉદાસ કેમ છે ? 

શેફાલી : તમે ક્યાંથી આવ્યા છો ? મને કેવીરીતે ઓળખો છો ? મને શા માટે બચાવવા આવ્યા છો ?

સાહિલ: અરે અરે ! શાંતિથી પૂછ, હું તને બધું જણાવીશ. પરંતુ પછી મારા બધા પ્રશ્નોના જવાબ આપવાના છે.

શેફાલી: મને તમારું નામ ખબર છે, કારણકે મને એકવાર અહીંની લાયબ્રેરીમાં એક બુક હતી તેમાંથી ચિઠ્ઠી મળી હતી અને લખ્યું હતું કે કોઈ સાહિલ નામનો છોકરો મને બચાવવા આવશે, અને સમય પણ ગઈકાલની રાતનો હતો, માટે જ હું બહાર આવી હતી, તમને ગોતવા.

સાહિલ: હા, હું સાહિલ જ છું, અને હું એક ડોક્ટર છું. ( અને પોતાનો પરિચય આપે છે.)

ક્રમશ :


Rate this content
Log in

Similar gujarati story from Drama