STORYMIRROR

Ishita Chintan Raithatha

Drama Crime

3  

Ishita Chintan Raithatha

Drama Crime

એ કોણ હતી - ૨

એ કોણ હતી - ૨

2 mins
274

 સાહિલ બધા સાથે બહાર આવે છે, અને આગળ વધે છે તો તેના કાનમાં બીજા ડોક્ટરનો આવાજ પડે છે, સાહિલ તરત તે રૂમમાં જોવે છે તો ત્યાં સહિલની નજર એક છોકરી ઉપર પડે છે. સાહિલ પોતાની આંસુભરી આંખો સાફ કરી ને ફરીથી જોવે છે તો હા, તે છોકરીને સાહિલ ઓળખતો હતો, પરંતુ નામ નહોતી ખબર.

સાહિલ: જીગર, આ રૂમમાં આ છોકરી કોણ છે ? અને આજે અહીં આટલી ભીડ કેમ છે ?

જીગર:સાહિલ, તું જે આ છોકરીને જોવે છે તે શેફાલી છે, ગુજરાતી પિક્ચરની બહુ સારી હિરોઈન છે. સાથેસાથે તે ખૂબ સારી વ્યક્તિ પણ છે. શેફાલી અમદાવાદમાં રહે છે, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી તે કોમામાં જ છે. અમદાવાદમાં તેની સારવારમાં ફેરફાર ન દેખાયો માટે ગઈકાલે જ અહીં લાવ્યા છે અને આ બધા રિપોર્ટર પણ તેના માટે જ છે.

  (આ સાંભળીને સાહિલ અચંબામાં પડી જાય છે કે આ જીગરની વાત સાચી છે કે હું આ છોકરીને જે રીતે ઓળખું છું તે સાચું છે ? સાહિલ રિપોર્ટરને પણ પૂછે છે તો તે લોકોની વાત પણ જીગરની વાત સાથે મળતી હતી. સાહિલ ગુજરાતી હતો પણ ગુજરાતી પિકચર બહુ ઓછા જોતો અથવાતો એમ કહો કે ન જોતો તો પણ ચાલે. માટે તેને ગુજરાતી પિકચરના હીરો અને હિરોઈન વિશે બહુ ખબર ના હોય.)

  (સાહિલ, શેફાલીના પપ્પા અનુજભાઈ પાસેથી જાણે છે કે શેફાલીની એક કાર એક્સિડન્ટમાં આવી હાલત થઈ હતી.)

અનુજભાઈ:શેફાલી તેના પિકચર ના શૂટિંગ માટે અમદાવાદ પાસેના ધરમપુર ગામમાં ગઈ હતી, ત્યાં જ તેનું એક્સિડન્ટ થયું. કોની સાથે થયું ? કેવીરીતે થયું ? તે કંઈ ખબર નથી. તેની સાથે ડ્રાઈવર હરિકાકા હતા. તે પણ ક્યાં છે ? તે પણ કોઈને ખબર નથી.

સાહિલ: અનુજભાઈ, શેફાલીને શું કોઈ સાથે દુશ્મની હતી ?

અનુજભાઈ: દુશ્મની ? અરે ના, શેફાલી તો એક ખુશ મિજાજી છોકરી હતી.

   (સાહિલ વિચારતો હોય છે કે આ હરિકાકા ક્યાં મળશે ?)

અનુજભાઈ: સાહિલ મારે જવું પડશે, મારો નમાજ પઢવાનો સમય થઈ ગયો છે.

    (સાહિલ નું આટલું બધું પૂછવા પાછળનું કારણ બહુ મોટું હતું. સાહિલ એક મહિના પહેલા તેના ત્રણ મિત્રો સાથે અમદાવાદ પાસેના ધરમપુર ગામમાં એક કેમ્પના લીધે ત્રણ દિવસ રોકાયો હતો. સાહિલ આ ત્રણેય દિવસ શેફાલી ને ત્યાં જોઈ હતી. પરંતુ ત્યારે સાહિલને તેનું નામ નહોતી ખબર. સાહિલને શેફાલી ત્યારથી જ ગમવા લાગી હતી, સાહિલે શેફાલી ના ઘણા ફોટો પણ પાડયા હતા.)

    (સાહિલ અને તેના મિત્રો જયસરની અંતિમ વિધિ પૂરી કરી ને પાછા વળે છે.)

ક્રમશ....


Rate this content
Log in

Similar gujarati story from Drama