Ishita Raithatha

Horror

4.7  

Ishita Raithatha

Horror

એ કોણ હતી - ૧૮

એ કોણ હતી - ૧૮

3 mins
244


સાહિલ, રાણીબહેનના કહેવા મુજબ શેફાલીની બોડીને અંદર હોલમાં સોફા પર રાખે છે અને તેનો એક વાળ કાપીને આખા ઘરમાં શેફાલીની આત્માને ગોતે છે. જો તે વાળ શેફાલીની આત્માને મળી જાય તો તે પોતાના શરીરમાં પ્રવેશી શકે છે. સાહિલને શેફાલીની આત્મા મળે પણ છે અને સાહિલ તરત તે વાળ તેની ઉપર નાખે છે કે તરત શેફાલીની આત્મા પોતાના શરીરને ગોતી લે છે અને પ્રવેશી જાય છે.

સાહિલ તરત બહાર હોલમાં જાય છે જ્યાં શેફાલીને સુવડાવી હોય છે. તો ત્યાં શેફાલી હોય છે તેને જોઈને સાહિલ ખુશ થાય છે. સાહિલ પોતાના ગળાનું લોકેટ અને રાણીબહેનએ આપેલો દોરો શેફાલીને પહેરવા જાય છે કે તરત શેફાલી સાહિલનું ગળું દબાવે છે, અને સાહિલના હાથમાંથી બંને વસ્તુ પડી જાય છે. શેફાલી બહુ જોરથી સાહિલના કાન પાસે રાડ પડે છે અને તેનો ઘા કરે છે. સાહિલ ખૂબ જોરથી દીવાલમાં ભટકાઈ છે.

સાહિલ:" સમીર તે તારા ખૂનીને તો મારી નાખ્યાં તો હવે શેફાલીને શા માટે હેરાન કરે છે ?"

સમીર:"હું, અનુજભાઈના આખા કુટુંબનો નાશ કરી નાખીશ." આટલું કહીને સમીર શેફાલીના શરીરમાંથી નીકળીને શેફાલીનો જોરથી ઘા કરે છે, તો શેફાલી ઉપર છત લટકતા કાચના જુમર સાથે ભટકાઈને નીચે પડે છે.

શેફાલી:"સાહિલ મને બચાવી લે."

સાહિલ:"સમીર તું જેમ નિર્દોષ હતો તેમ શેફાલી પણ નિર્દોષ છે. હું તને હાથ જોડું છું. શેફાલીને છોડી દે.

સમીર તરત શેફાલીના શરીરમાં પ્રવેશી જાય છે અને પગથિયાં ઊંધા ચડે છે. અને કહે છે," હું તારી નજર સામે તારા પ્રેમને લઈ જઈશ." આટલું કહીને પાછો શેફાલીના શરીરમાંથી બહાર નીકળીને શેફાલીનો ઉપરથી નીચે ઘા કરે છે. શેફાલી ખૂબ કરૂણ અવાજમાં સાહિલ પાસે મદદ માગે છે.

સાહિલ આંખ બંધ કરીને વિચારે છે કે શું કરું ? ત્યારે તરત તેને જયસરની વાત યાદ આવે છે કે, બધા ભગવાન એકજ છે, આતો આપણે અલગઅલગ ધર્મના અલગઅલગ ભગવાનના ભાગ પાડ્યા છે. આ વાત સાહિલને સાચી લાગી, અને તે યાદ કરે છે કે, પોતે કૃષ્ણભગવાનને માને, જયસર બજરંગબલીને માને, શેફાલી અલ્લાહને માને, સમીર ઈશુ ભગવાનને માને, રાણીબહેન કાળકા માતાજીને માને.

આ વિચાર આવતાની સાથેજ સાહિલ શેફાલીને ગોતે છે. તો શેફાલી રૂમમાં પલંગ સાથે બંધાયેલી હોય છે. સાહિલ છોડવા જાય છે કે તરત શેફાલી પલંગ સાથે ઊભી થઈને દીવાલમાં ભટકાય છે. સમીર તરત શેફાલીના શરીરમાંથી બહાર નીકળીને શેફાલી પર કાચની બોટલ ફોડે છે. પાછો શેફાલીના શરીરમાં જાય છે કે તરત સાહિલ તેને ખૂબ જોરથી પકડીને તેના કાનમાં કૃષ્ણભગવાન, બજરંગબલી, કાળકા માતાજી, ઈશુભગવાન, અલ્લાહ. બધા ભગવાનનું નામ જોરજોરથી બોલે છે.

 જે સમીરથી સહન નથી થતું. સમીર ખૂબ રાડો પડે છે, બંનેને ટેબલ પર ભટકાડે છે પણ સાહિલ મૂકતો નથી. સવાર પડવાની તૈયારી જ હોય છે માટે સાહિલ ભગવાનનું નામ લેવાનું બંધ નથી કરતો. અને પછી બોલે છે કે,"જય હનુમાન, જય હનુમાન, સંકટમોચન કૃપનિધાન, રક્ષા કરજો જય હનુમાન."

સમીરને આ સાંભળીને ખૂબ તકલીફ થાય છે. તે સાહિલને ખુબ મારે છે છતાંપણ સાહિલ મૂકતો નથી અને ભગવાનનું નામ લીધા રાખે છે. ત્યાં તો સવાર થાય છે ને બારીમાંથી સૂર્યની પહેલી કિરણ શેફાલી પર પડે છે ને સમીર ખૂબ તડપે છે અને શેફાલીનું શરીર છોડવા મજબૂર થઈ જાય છે.

 સૂર્યનો પ્રકાશ સમીરની આત્માને રાખ બનાવી દે છે અને તે રાખ બારીમાંથી આકાશમાં જતી રહે છે. સાહિલના પ્રેમની જીત થાય છે. આ બધામાં સાહિલને એક વાત ખૂબ યાદ રહી ગઈ કે બધા ભગવાન એકજ છે. તમે દિલથી જે ભગવાનનું નામ લો તે એકજ છે. સાહિલ શેફાલીને મુંબઈ પોતાની હોસ્પિટલમાં લઈ આવે છે અને સારવાર કરે છે. સવારે જ્યારે શેફાલી જાગે છે ત્યારે સાહિલ તેનો હાથ પકડીને જ બેઠો હોય છે.

શેફાલી: "તારો ખૂબખૂબ આભાર."

સાહિલ:"જો તારે મારો આભાર માનવો હોય તો મારી સાથે લગ્ન કરવા પડશે."

બંને એકબીજાને ગળે મળે છે. એટલીવારમાં ત્યાં સાહિલના માતાપિતા પણ આવે છે અને તે લોકો પણ ખુશ થાય છે અને સાહિલ અને શેફાલીના લગ્ન ખૂબ ધામધૂમથી કરે છે.

કાલ્પનિક વાર્તા સમાપ્ત.


Rate this content
Log in

Similar gujarati story from Horror