Ishita Raithatha

Horror

4.7  

Ishita Raithatha

Horror

એ કોણ હતી - ૧૭

એ કોણ હતી - ૧૭

2 mins
246


સાહિલ: "કોઈને ખબર ન પડે એ રીતે તું શેફાલીની બોડી લઈને અહીં આવીજા. અને અત્યારે બીજા સવાલ ના કરતો પ્લીઝ હું કહું તેમ કર."

જીગર: "હા, સારું આવું છું."

 (એટલામાં ત્યાં શેફાલી આવે છે.)

શેફાલી: "સાહિલ હું તને ખૂબ પ્રમ કરું છું. મને ખબર નથી કે હું કાલે હોઈશ કે નહીં ! તો શું તું આજે આખી રાત મારી સાથે રહીશ ?"

સાહિલ ખૂબ પ્રેમથી શેફાલીના માથે હાથ રાખે છે અને કહે છે," હા જરૂર" ત્યારે સાહિલને રાણીબહેનની વાત યાદ આવે છે કે ૧૪ જાન્યુઆરીની રાત્રે શેફાલીને એકલી ન રહેવા દેતો. તે રાત્રે સમીરની આત્માને શેફાલીનાં શરીર પર ભારે ન થવા દેતો, અને તારું પણ ધ્યાન રાખજે.

તે રાત્રે સાહિલ અને શેફાલી એક થઈ જાય છે અને બંને જ્યારે રૂમમાં સૂતાં હોય છે ત્યારે હોલમાં ફોનની રીંગ વાગે છે. શેફાલીને ખબર નથી હોતી, પણ સાહિલને રીંગ સંભળાય છે, તે તરત જઈને ફોન ઉપાડે છે. તે ફોન તેના પપ્પા સચિનભાઈનો હોય છે.

સચિનભાઈ: " બેટા, સાહિલ તારા મમ્મીની તબિયત બરાબર નથી, તું જલ્દીથી અહીં આવી જા."

સાહિલ: "હા, પપ્પા તમે ચિંતા ના કરો હું હમણાજ અહીંથી નીકળું છું." 

સાહિલ તરત પોતાની ગાડીમાં જાય છે. તે જેવો ધરમપુરની બહાર નીકળે છે કે તે જોવે છે કે કેટલા વાગ્યા? ત્યારે તેને ઘડિયાળ સાથે શેફાલીને બાંધેલો દોરો દેખાઈ છે, અને સાહિલને યાદ પણ આવે છે કે, શેફાલી કહેતી હતી કે, આ ઘરમાં ફોન તો દેખાવ નો જ છે, ચાલતો નથી. સાહિલને વિચાર પણ આવે છે કે મારા પપ્પા પાસે અહીંનો નંબર કેવીરીતે આવ્યો? સાહિલ સમજી જાય છે કે, આ બધું સમીરની આત્માએ જ કર્યું છે, જેથી તે શેફાલી સુધી આરામથી પહોંચી જાય.

સાહિલ તરત પાછો વળે છે. ફાર્મહાઉસ પર પહોંચીને શેફાલી ને ગોતે છે, પરંતુ તે મળતી નથી. સાહિલ સમજી જાય છે કે સમીર આવી ગયો છે. છતાંપણ સાહિલ હિંમત નથી હરતો. એટલામાં ત્યાં એક ગાડીનો અવાજ આવે છે. સાહિલ બહાર જાય છે તો, જીગર શેફાલીની બોડી લઈને આવ્યો હોય છે.

સાહિલ: "તરો ખૂબખૂબ આભાર. હવે તું જલ્દીથી અહીંથી જતો રહેજે."

જીગર: "પણ દોસ્ત તું પણ હાલ."

સાહિલ: "ના, મેં કીધું એમ કર."

જીગર: "ઠીક છે, બાય બાય."

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Horror