STORYMIRROR

Ishita Chintan Raithatha

Drama Horror Action

3  

Ishita Chintan Raithatha

Drama Horror Action

એ કોણ હતી- ૧૪

એ કોણ હતી- ૧૪

2 mins
234

શેફાલી:( સાહિલ પાસે જઈને તેની બાજુમાં બેસી છે અને તેનો હાથ પકડી, ખભા પર માથું રાખીને કહે,)"તું અહીંથી જતો રે."

સાહિલ:"શા માટે ? તને મારા પર ભરોસો નથી ?"

શેફાલી:"મારાથી પણ વધારે તમારા પર ભરોસો છે. અને ચિંતા પણ છે, માટે પ્લીઝ અહીંથી જતો રે."

સાહિલ:"એ બધી વાતો છોડ, તું મને રાણીબહેનનું સરનામું આપ. તને ખબર છે તેનું ઘર ક્યાં છે ?

શેફાલી:"હા, અહીં જે મુખ્ય બજાર છે ત્યાં પાછળ ક્યાંક રહે છે. પણ તારે શું કામ છે ?"

સાહિલ:(રોઝીબહેનએ કહેલી બધી વાત કરે છે.)" મને પણ એવું લાગે છે કે તને જે આત્મા હેરાન કરે છે તે સમીરનીજ આત્મા છે. સમીર અને તેના પપ્પા નું કોઈએ ખૂન કર્યું છે. મારે તે બધું જાણવું છે માટે જાવું છે."

શેફાલી:"હું તને એકલો નહીં જવા દઉં, હું પણ આવીશ."

સાહિલ:"ના, તું અહીં રહેજે હું એકલો જઈશ."

સાહિલ ત્યાં મુખ્ય બજાર પાસે જાય છે, બધાને પૂછે છે પરંતુ કોઈ તેને રાણીબહેન વિશે કંઈ કહેતા નથી. પછી તે નિરાશ થઈને એક ઝાડ નીચે બેસે છે તો સાહિલને પાછું એવું લાગે છે કે કોઈ તેનો પીછો કરે છે. સાહિલ તે વ્યક્તિને પકડે છે તો તે જગુભાઈ હોય છે, રાણીબહેનનો દીકરો.

જગુભાઈ:"હું, રાણીબહેનનો દીકરો છું અને તમને તમરા બધા જવાબ મારા બા પાસેથી જ મળશે. આ રહ્યું તેનું સરનામું અને હું પણ સાથે આવીશ."

 બંને જણા રાણીબહેનના ઘરે જવા તરત નીકળે છે. રાત થઈ ગય હોય છે, બંનેને ભૂખ લાગે છે માટે એક ધાબામાં જમવા રોકાઈ છે.

સાહિલ:"કોઈ છે અહીં ?"

જગુભાઈ:"એ કોઈ છે કે નહીં ?"

ત્યાં અંદરથી એક ભાઈ બહાર આવે છે અને પૂછે છે કે શું જમવું છે ? બંને પાસેથી ઓડર લઈને, બંનેને બેસાડીને તે ભાઈ અંદર જતા રહે છે. સાહિલ અને જગુભાઈને ત્યાં કંઈક બરાબર નથી લાગતું. આજુબાજુ જોવા છે ત્યાંતો બુલેટનો આવાજ આવે છે અને ઘણા કૂતરા ભસતાભસતા આવે છે. સાહિલ બચી જાય છે, પરંતુ જગુભાઈ કૂતરાંનો શિકાર થઈ જાય છે. સાહિલ પાછો વળે છે, તો જગુભાઈ તેને ખૂબ ના પડે છે, પરંતુ સાહિલ ત્યાંથી એક લાકડી ગોતીને કૂતરાને ખૂબ મારે છે અને ભગાડે છે.

તરત બંને જણ ગાડીમાં બેસીને નીકળી જાય છે. રસ્તામાં ફરીથી ચાલુ ગાડી પર મરેલી માછલી પડે છે અને પાછળની સીટ પર કોઈ બેઠું હોય છે અને કહે છે," હજુ કહું છું મારા રસ્તામાં ના આવો, જતા રહો." સાહિલ અને જગુભાઈ ખૂબ ડરેલા હોય છે, પરંતુ બંને જણ કૃષ્ણભગવાન અને બજરંગબલીનું નામ લેતાલેતા સવાર થતાં રાણીબહેનનાં ઘરે પહોંચી જાય છે.

ક્રમશ:...


Rate this content
Log in

Similar gujarati story from Drama