Ishita Raithatha

Horror Thriller

4.7  

Ishita Raithatha

Horror Thriller

એ કોણ હતી - ૧૩

એ કોણ હતી - ૧૩

2 mins
236


સાહિલ: "તમે ચિંતા ના કરો આન્ટી, હું તમારી સાથે છું, આપણે આ વાતના મૂળ સુધી પહોંચીને સાચા મુજરીમને સજા જરૂર અપાવશું. (એટલું કહીને સાહિલ બહાર જાય છે, તો બહાર બુલેટ હોય છે.) આન્ટી આ બુલેટ સમીર નું છે."

રોઝીબહેન:"હા, સમીરને બાઈક બહુ ગમતા, તેના મૃત્યુના એ અઠવાડિયા પહેલા આ બુલેટ લીધું હતું. ત્યારે નવું હતું માટે નંબર પ્લેટ નથી લગાવી."

 સાહિલ તરત યાદ કરે છે કે, શેફાલી જે બુલેટ ચલાવે છે તેમાં પણ નંબર નહોતા, નક્કી સમીરની આત્મા જ શેફાલીને હેરાન કરે છે, અને પેલા ચાર ખૂન પણ સમીરની આત્માએ જ કર્યા હશે. આ વિચારીને સાહિલ તરત રોઝીબહેન પાસેથી રાજા લે છે.

રોઝીબહેન: "હા, દીકરા આવજે અને તારું ધ્યાન રાખજે." 

 સહિલના ઘણા પ્રશ્નોના જવાબ મળી ગયા હતા, અને ઘણા પ્રશ્નોના જવાબ બાકી હતા, જેવાકે, સમીરની હત્યા થઈ હતી કે આત્મહત્યા ? આવા વિચાર કરતાં કરતાં સાહિલ ઘરે મોડી રાત્રે પહોંચે છે.

શેફાલી: "ક્યાં હતો ? હું બહુ ડરી ગઈ હતી. કહીને તરત ગળે લગાવે છે."

સાહિલ: શેફાલીના હાથપગ બધે નિશાન વધી ગયા હોય છે, પરંતુ સાહિલ એ વાત ના બદલે બીજી વાત કરે છે." મને બહુ ભૂખ લાગી છે, મારા માટે કંઈક ખાવાનું લઈ આવીશ ?"

શેફાલી:"હા લઈ આવું છું."

 થોડીવારમાં શેફાલી આવે છે અને બંને જમવા બેસે છે.

સાહિલ:"આ તું શું લાવી છે ? ( શાકના બાઉલમાં લાલ અને કાળું પાણી દેખાય છે. ત્યાં બાજુમાં બેઠેલી શેફાલી બોલે છે,"તમારા હાટું ગરમાગરમ દાળ." )

સહિલની આંખો તે અવાજના ચમકારા સાથે થીજી ને ચોંટી જાય છે. હસતા ચહેરે આંખોમાંથી મુલાયમ સ્નિગ્ધતા છલકાતી શેફાલી બાજુમાં જ બેઠી હતી. સાહિલ તેની સુંદરતામાં મગન હતો ને અચાનક શેફાલીની સુંદરતા ડરામણા ચહેરામાં બદલાઈ જાય છે. શેફાલી અચાનક સાહિલનું મોઢું તે શાકના બાઉલમાં ડૂબાડે છે, સાહિલ ખૂબ હિંમત સાથે શેફાલીને ધક્કો મારે છે અને જુએ છે તો શેફાલીના વાળ વિખરાયેલા, મોઢા પરની સુંદરતા ના બદલે ડરામણું મોઢું, હાથપગ પર નિશાન, અને શેફાલી રૂમમાંથી હોલમાં અને હોલમાંથી રૂમમાં ખૂબ જડપથી દોડાદોડી કરે છે.

સાહિલ હિંમત ભેગી કરીને શેફાલીને ખુબ જોરથી પકડીને ગળે લગાવી રાખે છે. સાહિલના ગળામાં જે કૃષ્ણભગવાન અને બજરંગબલીનું લોકેટ હોય છે, તેના દિવ્ય તેજના કારણે સમીરને શેફાલીનું શરીર છોડવું પડે છે. શેફાલી તરત બેભાન થઈ જાય છે અને જમીન પર પડી જાય છે. સાહિલ, શેફાલીને રૂમમાં પલંગ પર સૂવડાવીને આખી રાત તેનું ધ્યાન રાખે છે. સવારે જ્યારે શેફાલી જાગે છે ત્યારે સાહિલ બહાર બગીચામાં બેઠો હોય છે. શેફાલી ત્યાં જાય છે. 

ક્રમશ:....


Rate this content
Log in

Similar gujarati story from Horror