Sharad Trivedi

Tragedy Action Thriller

4.5  

Sharad Trivedi

Tragedy Action Thriller

દુર્ગાનો જય હો !

દુર્ગાનો જય હો !

3 mins
252


તમારા જેવી સ્વરૂપવાન યુવતી જેલના સળિયાં પાછળ ! મને નહી કોઈને પણ આશ્ચર્ય થાય,શ્રીલેખા. પણ એ હકીકત છે. છેલ્લા ત્રણ વર્ષથી તો જેલમાં થતાં કવિ સંમેલનમાં તમને મારી રચનાઓના શ્રોતા-કેદી તરીકે જોઉં છું.

હા,શ્રીલેખા કેટલીક વખત સારાં માણસોએ પણ ખરાબ નિર્ણય લેવાં પડતાં હોય છે. તમારે પણ એક વખત એવો નિર્ણય લેવો પડેલો. એનાં કારણે તમે અત્યારે કેદખાનાંમાં છો.

હા,શ્રીલેખા એ વખતે તમારી ઉંમર સોળ વર્ષની હતી. તમે ગરીબ ઘરમાં જન્મેલાં એટલે એક શ્રીમંતને ત્યાં કામ કરવા જતાં. કચરા-પોતું,વાસણ અને કપડાં ધોવાનું તમારું કામ હતું. એ શ્રીમંત વ્યક્તિના ડ્રાઈવર કપિલ, કાચી ઉંમરે તમારી આંખો મળી ગયેલી. પ્રેમ આંધળો હોય છે કશું જોતો નથી. તમારાથી દસ વર્ષ મોટાં વ્યક્તિ સાથે તમે ચાહતના બંધને બંધાઈ ગયેલાં. આ પ્રેમ લગભગ ચાર વર્ષ સુધી ચાલેલો. તમે તન અને મનથી કપિલના થઈ ગયેલાં.

તમે વીસ વર્ષના થયાં ત્યારે એક સારાં ઘરનું માંગું આવેલું. . એ સ્વીકારી લેવા તમને તમારા મા-બાપે દબાણ કરેલું. ત્યારે તમે કપિલ સાથે ભાગીને લગ્ન કરી લીધાં હતાં. કપિલ વિધવામાંનો એકનો એક દીકરો હતો. તેથી કપિલની માને તમને સ્વીકાર્યા સિવાય છૂટકો ન હતો. વળી કપિલની તમે બીજી પત્ની હતી,હા તેની પ્રથમ પત્ની એને છૂટાં છેડાં આપીને ચાલી ગઈ હતી. કપિલ સાથે લગ્નના ત્રણેક વર્ષ થવાં છતાં એને સંતાનસુખ મળ્યું ન હતું એ કારણે એણે કપિલને છોડી દીધેલો. એની જગ્યા તમે લઈ લીધેલી અને તમે કપિલની પત્ની બની ગયેલાં.

સંતાન ન થવાના અને પ્રથમ પત્ની એ કારણે છોડી જવાના કારણે તેમ જ તમારાં આવ્યાં પછી ત્રણ વર્ષ વીતવા છતાં સંતાન પ્રાપ્તિ ન થતાં સંતાન બાબતે કપિલ અને એના મમ્મી ભૂવા અને ફકીરોના રવાડે ચડી ગયેલાં. આધુનિક યુગમાં ઔષધીય ઉપાયો કરવાની જગ્યાએ અંધશ્રદ્ધા પાછળ આંધળા થઈ ગયેલાં. કપિલ તો સાવ ગાંડો થઈને એક ફકીરને ભગવાન માનીને પૂજા કરતો. એના પડ્યાં બોલ ઝીલતો. તમે બહુ સમજાવેલો એને પણ એની અંધશ્રદ્ધા એને સમજવા નહોતી દેતી. પેલો ફકીર પણ આવા કેટલાય કપિલની સેવાઓથી ખાઈપીને અલમસ્ત થયેલો. એ પોતાની જાતને સંતાન પ્રાપ્તિ માટેનો સ્પેશ્યાલીસ્ટ ગણાવતો. અંધશ્રદ્ધાળુઓને પોતાના સંકજામાં લઈ માયાજાળમાં ફસાવતો. તમારા કપિલને પણ એને બરાબર ફસાવેલો. એક દિવસ તો હદ થઈ ગઈ. કપિલ અને તમને એણે એના આશ્રમે બોલાવેલાં અને વિધિ કરવાના બહાને ભોંયરામાં લઈ ગયેલો. વિધિ કરવા એણે તમને કપિલ અને એની હાજરીમા નિર્વસ્ત્ર થવાં કહેલું. તમે વિરોધ કરેલો તો ખુદ કપિલે તમને એમ કરવાં કહ્યું. અલમસ્ત ફકીરના હવસખોર દિમાગનો તમને ખ્યાલ આવી ગયેલો. તમે કપિલને અહીંથી તરત ચાલ્યાં જવા અથવા તો તમને એકલાને જવા દેવા વિનવણી કરેલી. કપિલે તમારી વાત માનવાના બદલે ફકીરના કહેવાથી બળજબરીથી તમને નિર્વસ્ત્ર કરવા પ્રયાસ કરેલો. તમારા પાસે દુર્ગા બન્યા સિવાય કોઈ વિકલ્પ ન હતો તમે બાજુમાં પડેલાં ચાકુથી ફકીરને ગંભીર રીતે ઘાયલ કરી નાંખેલો. આ ઝપાઝપીમાં કપિલને પણ ઈજા થયેલી. એ પછી પોલીસ સ્ટેશન હાજર થઈ તમે હત્યાનો પ્રયાસ કર્યા અંગેનો ગુનો જાતે જ સ્વીકારી લીધેલો. કપિલ જેવા અંધશ્રદ્ધાળું સાથે રહેવા કરતાં જેલમાં રહેવું સારું. પેલો ફકીર હજું કૉમામાં છે ભાનમાં નથી આવ્યો શ્રીલેખા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy