દુઃખને ઝાડું
દુઃખને ઝાડું
દુઃખને ઝાડૂં
લેખક: કલ્પેશ પટેલ
દરરોજ સવારે શહેર જાગે તે પહેલાં, નિમા બજાર પાછળની લાંબી ગલીમાં ચુપચાપ ઝાડૂં મારતી. એનું ઝાડૂં એના ચપ્પલ કરતાં નવું હતું, છતાંય એનું સ્મિત સવાર કરતાં તાજું હતું.
લોકો એને “કચરાવાળી” કહેતા, પણ એ પોતાને “સ્વચ્છ સવારોની રક્ષક” માનતી.
નિમા અનાથ હતી — માતા-પિતા, કોઈ નહીં, મંદિર પાસેની અડધી છતવાળી ઝૂંપડી સિવાય કોઈ ઘર નહીં, અને રાતે રાહ જોનાર કોઈ નહીં.
છતાં, એ એવું જીવતી કે કુદરતે એને બધું આપી દીધું હોય.
એક દિવસ, લક્ષ્મીબેન, એક ધનાઢ્ય સ્ત્રી, તેના ઘરના કચરાના ડબ્બામા પોતાનું પર્સ નાખી બેઠી.
નિમાને એ મળ્યું,પૈસોથી ભરેલું અને એક પુરા ત્રણ તોલાની સોનાની ચેઇન સાથે.
એક ક્ષણ માટે એ સ્થિર રહી.
પાકીટના વજનથી એ નવા ચપ્પલ ખરીદી શકે, સાડી લઈ શકે, કદાચ એનામાટે પાકો દરવાજા સાથેનો રૂમ પણ બનાવી શકે.
પણ એને ઉપર અસ્માનમાં જોયું અને પછી હાથમા રહેલા એના ઝાડૂં તરફ જોયું.
ઝાડું એ એને એક સત્ય શીખવાડ્યું નજર સામેનો કચરો છે એ સાફ કરવો , જે તમારું નથી એને ભેગું ન કરવું.
એ પર્સ પોલીસ સ્ટેશન લઈ ગઈ.
અફસર આશ્ચર્યથી જોઈ રહ્યો.
“અલી તે કેમ,એ રાખ્યું કેમ નહીં, છોકરી?” એણે પૂછ્યું.
નિમા હાથ જોડી ખુમારીથી બોલી:
“કારણ કે મને જે જોઈએ છે એ તો મારી પાસે પહેલા થી છે, ઊંઘ પછીની શાંતિ.”
પાકીટ આપી મુક્ત મને નીમા પાછી તેના મુકામે આવી.
સાંજના સમયે, શહેરના મેયર લક્ષ્મીબેન એને શોધતાં આવી પહોંચ્યા,અને ઇનામ આપવાનું સ્વીકારવા નું કહ્યું .
નિમાએ હાથ જોડીને નમ્રતાથી ના પાડી:
“મેમસાબ, જ્યારે મેં વધારે અપેક્ષા રાખવું બંધ કર્યું, ત્યારથી હું મારી જાતને ગરીબ નહિ પણ ધનવાન સમજાવા લાગી.”
લક્ષ્મીબેન મેયરની આંખોમાં આંસુ આવી ગયા.
એમને નિમાના માથા પર હાથ મૂક્યો —
એક આશીર્વાદ, જે અનાથે ક્યારેય માગ્યો નહીં, પણ હંમેશા ઈચ્છ્યો જરૂર હતો કે કોઈ દીકરી કહીતેને પોકારે .
લક્ષ્મી બેન પરત ફર્યા ત્યારે ,પચ્છમ મા સૂર્ય ધૂળમાં સોનાની જેમ ઓગળી રહ્યો હતો. ઓણ નીમાનું ઝાડૂં ધીમે ધીમે હાલતું હતું, ફક્ત કચરો નહીં, દુઃખડા પણ સાફ કરતું હતું .
એણે પોતાનો વાંસો થપથપાવ્યો અને બોલી:
“વિશ્વાસ રાખો, સંતોષ અનુભવવો, ટો દુઃખ રહે નહિ.
નિમા સમજતી હતી કે બધી જરૂરિયાતો ક્યારેય કોઈની પૂરી થતી નથી.”
એ રાત્રે, ખુલ્લા આકાશ નીચે, નિમા ઊંઘી —
એક ગરીબ સફાઈકર્મી તરીકે નહીં,
પણ ગલીની સૌથી ધનવાન આત્મા તરીકે.
કારણ કે એ જીવનના છુપાયેલા સત્યને જાણતી હતી.
કે શાંતિ સાદગીની નીચે છુપાયેલી હોય છે,
અને સંતોષ એ હૃદયની શાંત સંપત્તિ છે,જે ચોરાવા કે ખોવાનો ડર નથી.
---
