Nayanaben Shah

Romance Inspirational

3  

Nayanaben Shah

Romance Inspirational

દ્રષ્ટિદાન

દ્રષ્ટિદાન

1 min
214


રાકેશની દુનિયામાં સવાર જ કયાં હતી ? એની જિંદગીમાં તો માત્ર અંધકાર જ હતો. એ તો બધાના માત્ર પ્રેમને જ માણતો રહેતો હતો. એની દુનિયા એટલે એનું સંગીત. ખૂબ સુંદર અવાજનો માલિક. સંગીતની દુનિયામાં એનું નામ મોટુ હતું. એનો ચાહકવર્ગ પણ વિશાળ હતો. એના એક ચાહકે મૃત્યુ સમયે પોતાની ઇચ્છા પ્રદર્શીત કરેલી કે મારી આંખો સંગીતની દનિયાના મશહૂર ગાયક રાકેશને જ આપજો.

રાકેશને દ્રષ્ટિ મળી ગઇ એ ખૂબ જ ખુશ હતો. પણ એ હમેશ વિચારતો કે મને તો આંખો મળી પણ મારા જેવી કેટલીયે વ્યક્તિ ઓ હશે કે જે આ દુનિયા જોઇ નથી શકતી. રાકેશ સુંદર તો હતો જ .એની જિંદગીમાં જે ખામી હતી એ પણ દૂર થઈ ગઇ હતી.

હવે યુવતીઓના માબાપ યુવતી માટે રાકેશનો હાથ માંગવા આવવા લાગ્યા. પરંતુ રાકેશ દરેક યુવતીને ના જ કહેતો. આખરે એના માબાપે પૂછ્યું, "તારા ધ્યાનમાં કોઇ યુવતી હોય તો કહે અમે એની સાથે તારા લગ્ન કરાવીશું."

"મેં આખી જિંદગી અંધકારમાં વિતાવી છે, હવે મારે દ્રષ્ટિહીન યુવતી સાથે જ લગ્ન કરવા છે. જેથી હું પણ મારી નવી આંખોથી એને દુનિયા બતાવી શકું. મારે પણ કોઇની આંખો બની દુનિયા બતાવવી છે"


Rate this content
Log in

Similar gujarati story from Romance