Kantilal Hemani

Action Inspirational Thriller

4  

Kantilal Hemani

Action Inspirational Thriller

દોસ્તનો ખભો ભાગ -૨

દોસ્તનો ખભો ભાગ -૨

3 mins
114


નારને અહીના લોકો ખુબ જ હિંસક પ્રાણી ગણે, એમાં પણ જો આ ‘નાર’ એક કરતાં વધારે સંખ્યામાં હોય તો એના ધ્યાનમાં કે જોવામાં જે પ્રાણી કે મનુષ્ય આવે એને ફાડી ખાય. નારને ગુજરાતી ભાષામાં “વરુ” કહે છે.

અરદીને એના દાદા પાસેથી વાત સાંભળેલી કે એક વખત એમનો ગામનો માણસ વગડામાં કોઈ કામસર ગયેલો. હવે ગામડાને તો વગડાનું વળગણ હોય જ. એની નજરે એક-એક કરીને સાત નાર નજરમાં આવી ગયેલા. એમાં પાછા ભૂખ્યા, એ માણસ બચવા માટે દોડીને નજીકની ઝાળ પર ચડી ગયો. ઝાળને વરખડી અને પીલુડી પણ કહેવાય. આ ઝાળ સો વર્ષની થાય એટલે જવાન થઇ ગણાય. એના પરથી તમે અંદાજ લગાવી શકો કે એની ઉંમર કેટલી હોતી હશે ?

આવી એક ખખડધજ ઝાળ ઉપર પેલો માણસ ચડી ગયેલો. સાત નારનું ખૂંખાર ટોળું જેને “સાત નારી”  કહેવાય, એમને તો તાત્કાલિક ધોરણે ઝાળ ઉપર ચડવાનો પ્રયાસ ન કર્યો પણ એ વિશાલ ધુલાના મૂળ ખોદવાનું ચાલુ કરી દીધું. નારના નખરિયે મોત નજીક આવતું હશે અને ઝાળ પર બેઠેલો માણસ આ જોતો હશે, કાળજું કંપાવી નાખે એવું દ્રશ્ય ખડું થઇ ગયું. નિર્જન વગડો અને લોહી લુહાણ મોત આટલું જ ત્યાં રહ્યું.

આવી કહી શકાય એવી ભયંકર ઘટના આજે અરદીન અને ફરદીન સાથે થાવા જઈ રહી હતી. બન્ને પૂરી તાકાત લગાવીને લુણી નદી તરફ દોડી રહ્યા હતા ને પાછળ આવી રહ્યું હતું, મોત..! જો થોડા પણ પગ ઢીલા કર્યા તો મોતનો અને આ બન્ને મિત્રોનો ભેટો થઇ જાવાનો હતો ,પણ બન્ને મિત્રો જય શામળિયા કરીને દોડી રહ્યા હતા. કારણકે આજે એમને લાગતું હતું કે શામળા ધરણીધર વગર આજે એમને કોઈ બચાવે એવું લાગતું ન હતું.

આજે અરદીન અને ફરદીનને ઘરની ભૂરી ભેંસનું જે ઘી ખાધું હતું એ કામ આવ્યું. લુણી નદીના સુકા ભટ્ઠ ભાગમાં અને પુરા મધ્યમાં આવ્યા એટલે એમને લાગ્યું કે હવે ઘૂરકાટવાળો આવાજ એમના કાને આવતો ન હતો, એટલે ડરતી આંખે ફરદીને પાછળ જોયું અને અરદીને ખભે પકડીને ઉભો રાખ્યો. ભાઈ શામળીયે આપણી લાજ અને ઉંમર બન્ને રાખી લીધી આપણે બચી ગયા છીએ. હવે ઉભા રહો. બન્ને એક બીજાનો પરસેવાથી ભીજાયેલો ચહેરો જોઇને ઉભા રહ્યા.

થોડો હાશકારો ખાઈને બન્ને પોતપોતાના મોબાઈલ યાદ કર્યા, કેટલી કરુણતા હતી જીવ પછી તરત જ ફક્ત મોબાઈલજ યાદ આવતો હતો.

ફરદીન બોલ્યો : 'ભાઈ મને તો આજે મીલ્ખો યાદ આવી ગયો.'

અરદીને માનસિક રીતે આખા ગામમાં નજર દોડાવી પણ એને ગામમાં કોઈ “મીલ્ખો” ન મળ્યો.

ફરદીન એની વિસ્ફરિત આંખોના ભાવ સમજી ગયો અને બોલ્યો 'કેમ ભૂલી ગયો, આપણે “ભાગ મિલ્ખા ભાગ” પિક્ચર રાજ મંદિરમાં જોયું હતું ને ..!'

'હા ભાઈ હો પણ આજે તો આપણે મિલ્ખા કરતાં વધારે દોડ્યા હશું એમ મને લાગે. હા ભાઈ મિલ્ખા પેલા દાઢી અને તલવાર વાલાને જોઇને જેટલી તાકાતથી દોડ્યો એમ આપણે આજે આ નારને જોઇને !

લુણી નદીમાં સવારનો પીળો તડકો પોતાનું સામ્રાજ્ય પાથરી રહ્યો હતો એવા સમયે આ જુગલ ભયને ખંખેરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા હતા. એ બન્ને ખબર હતી કે જો ડરાં –ફરાં કરતા જો ગામમાં જાશું તો લોકો પ્રશ્નો પૂછશે. અને જો ઓડનું ચોડ વેતરાઈ ગયું તો આખા ગામને કારણ વગર બન્ને વિષે અવનવી વાતો કરવાનો મોકો મળી જાશે.

ઘેર આવ્યા પછી અરદીને એક સાહજિક નજર એના ફોન ઉપર નાખી, ફોનની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો આવતાં હતાં એ જોઇને એની રાડ ફાટી ગઈ, ગળામાં સોસ પડી ગયો. ઓહ બાપા રે !

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Action