દિકરી ને ના ગણો પારકુ ધન
દિકરી ને ના ગણો પારકુ ધન
સૌથી પહેલા તો મારો બધાને એક જ સવાલ છે, કેમ હજુ પણ દિકરીઓ ને એવુ કહેવાય છે કે એ પારકું ધન છે ?
જ્યારે આપણા દિકરા કે દિકરીઓ ના જન્મ દાતા આપણે જ છીએ બન્ને મા એક જ માતા પિતા નું લોહી છે તો પછી દિકરો
કેમ કુળદીપક અને દિકરીઓ કેમ પારકું ધન????
આ સવાલ પૂછવાનું એક જ કારણ છે કે ભલે પહેલા ના જમાના કરતાં અત્યારે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું હોય
પણ હજી પણ સમાજ માં શિક્ષિત લોકો ના પરિવાર માં પણ
એવુ જ માનવામાં આવે છે કે દિકરીઓ પારકું ધન છે. તેને નાનપણથી એવું જ સમજાવવામાં આવે છે કે તારે પારકા ઘરે જવાનું છે. અરે હજુપણ સમાજ માં ડૉક્ટર ના ઘરમાં પણ વહુ ને એમ કહેવામાં આવે છે કે એક દિકરી હોય છે સંતાન તો પણ વંશ વધારવા માટે દિકરો તો જોઈએ જ!!!! કેમ???
ભલે ને પછી બિચારા પુરુષ ની કમાણી ઓછી હોય તો પણ
વંશ વધારવા દિકરો તો જોઈએ જ...વાહ!!!!!
મેણા મારવા વાળા અને સલાહ આપવાવાળા શું તમારા બાળકો નું ભરણપોષણ કરવા કે પછી આટલી મોંઘવારીમાં શાળાની ફી ભરવા કે પછી દવાખાનાન
ા ખર્ચા અથવા તમારા બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા આવે છે??? ના..કેમ કે એ લોકો ને બસ બોલતા આવડે બાકી બે બાળકો ની જવાબદારી આ જમાનામાં ઓછી આવક માં કેમ પોસાય?
છતાં પણ વહુ ને કહેવામાં આવે છે કે દિકરીથી સંતાનવાળા
નથી થઇ જવાતું દિકરો તો જોઈએ જ.... અને પછી દિકરો પણ આવી જાય અને જો આપણે દિકરા દિકરી ને સરખા રાખીએ દિકરી ના ભણાવીએ તો ફરી પાછો એ ડાહ્યો સમાજ સલાહ આપે કે દિકરી પાછળ કેમ ખર્ચ કરો છો? તે તો પારકા ઘરે જવાની.
તો મારો આ સમાજ ને એક જ સવાલ છે કે દિકરી નું ભણતર છોડાવી ને તેને સાસરે વળાવી એ પછી જો સંજોગવશાત્ તેના જીવનમાં ખરાબ સમય આવે ત્યારે આ ડાહ્યો સમાજ તે દિકરી ની જવાબદારી પુરી કરશે?? ના કેમ કે સમાજ ને આવડે શું? ખાલી વાતો કરતા બસ આનાથી વિશેષ કંઈ નહીં...
છેલ્લે માત્ર એટલું જ કહીશ કે કેમ દિકરો હોય તો જ વંશ નું નામ રહે? દિકરો જ મુખાગ્નિ આપી શકે? જ્યારે હવે દિકરી ઓ પણ દરેક ક્ષેત્રમાં પોતાની આવડત બતાવી શકે છે તો પછી
હજુ પણ કેમ કહેવાય છે કે દિકરી છે પારકું ધન?????