Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Mariyam Dhupli

Drama Tragedy Thriller

5  

Mariyam Dhupli

Drama Tragedy Thriller

દીવાલ

દીવાલ

3 mins
145


હું ચુપકીદીથી આદર્શના ઓરડામાં પ્રવેશી. વહેલી સવારેજ એ જોગિંગ કરવા નીકળી ગયો હતો. એની ગેરહાજરીની તક ઝડપી હું ઝડપથી કામ પૂર્ણ કરવા ઇચ્છતી હતી. પ્રશ્ન તો એ એમ પણ કરશેજ. પણ ખબર નહીં કેમ એની હાજરીમાં એ કામ પતાવવું સહેલું ન લાગી રહ્યું હતું. બસ ટાળવું હતું મને. પણ શું ? સત્ય ? પ્રશ્નો ? કે પછી.....મારો ઊંડો અશાંત નિસાસો ઓરડાના શાંત વાતાવરણમાં ઓગળી ગયો. મનને સખત કરી મેં કામ શરૂ કર્યું. સહેલું તો ન જ હતું. આખી દીવાલ છલોછલ હતી. ક્યાંથી શરૂ કરું ? સમજાયજ રહ્યું ન હતું. પણ કશુંક સમાપ્ત કરવા શરૂઆત તો કરવીજ પડે. શરૂઆત કરી. નાનકડા ન્યુઝ કટિંગથી. પછી એની આસપાસ વીંટળાયેલા સમાચારપત્રના અહેવાલોથી. કેટલી કાળજીપૂર્વક અને હોંશે હોંશે આદર્શે આ દીવાલ શણગારી હતી. પોતાના સમય અને પ્રેમનુંજ નહીં આ દીવાલ ઉપર એણે પોતાના સ્વપ્નોનું રોકાણ કર્યું હતું. આ દીવાલ એની પ્રેરણા હતી. જેને નિહાળી જીવનની કોઈ પણ દીવાલ પાર કરવાનું મનોબળ એને મળી રહેતું. પણ હવે.... આદર્શનો ઘરે પહોંચવાનો સમય નજીક આવી રહ્યો હતો. એ અનુભૂતિએ મારા હાથની ઝડપ અનાયાસેજ વધારી મૂકી. સમાચારપત્રના કટિંગ પછી સ્કેચ અને તસવીરો. એક પછી એક દીવાલ ઉપરથી મેં બધુજ ઉખાડી કચરાપેટી ભેગું કર્યું. તસવીરોના નાનકડા ટુકડા કરતા કરતા હાથ ધ્રુજી રહ્યા હતા. એક તરફ આદર્શના આવી પહોંચવાનો ભય અને બીજી તરફ.... અંતિમ તસ્વીરનાં ટુકડા કરવાજ જતી હતી કે અચાનક હાથ અટકી ગયો. તસ્વીરમાંથી ફેલાઈ રહેલું મીઠું હાસ્ય મનને તિર જેમ વીંધી રહ્યું. આટલો સુંદર ચહેરો ઈશ્વર ભાગ્યશાળીને જ આપતા હોય. રૂપની જોડે આટલો આત્મવિશ્વાસ બધાની પાસે ક્યાંથી હોય ? આત્મવિશ્વાસ? મનમાં ટકોરો પડ્યો. તસ્વીરમાનું વ્યક્તિત્વ જુદું હતું કે પછી...? જે કઈ પણ હોય. વાંક તારો નથી દીકરા. મનમાંથી પડઘો ઝીલાયો. તસ્વીર જોડે મનનું મૌન વાર્તાલાપ સધાયું. અમે બધાએ એવા સમાજની રચના કરી છે જ્યાં શરીર ઉપર શું છે એજ જરૂરી છે, પણ અંદર શું ચાલે છે એની કોઈને પરવાહ નથી. બધાનેજ બોલવું છે. સાંભળવું કોઈને નથી. સલાહ શિખામણોથી ઉભરાતા મગજના શબ્દકોશમાં 'સમજવું' નામનો શબ્દ નથી. આઇમ રિયલી સોરી. મને માફ કરજે, જે તારી સાથે થયું એ માટે અને જે હું કરી રહી છું એ માટે. પણ શું કરું ? એક મા છું. આ તસવીરો નિહાળી આદર્શને..... " મમ્મી...મમ્મી..." આદર્શનો અવાજ ઘરમાં ગુંજયો જ કે અંતિમ તસ્વીરનાં પણ ટુકડે ટુકડા કરી કચરાપેટી ભેગા કરી દીધા. થોડા સમય પહેલા ખીચોખીચ સુશોભિત આખી દીવાલ જોતજોતા માં ઉજ્જડ, ખાલીખમ.

આદર્શના અવાજના લહેકા ઉપરથીજ હું સમજી ગઈ. એને સમાચાર મળી ગયા હતા. ચોક્કસ ઇન્ટરનેટ અને સોસ્યલ મીડિયા થકીજ. થોડા દિવસો મેન્ટલ અવેરનેસ અને હેશટેગનો ઉભરો થશે અને પછી પાછું બધુજ સામાન્ય થઇ જશે. જયાં સુધી અન્ય આવા સમાચાર ફરીથી પ્રસિદ્ધ ન થાય. ઓરડાનું બારણું વાંસી હું તરતજ બહાર નીકળી આવી. જાણે કઈ થયુંજ ન હોય. " મમ્મી તને ખબર...." હા , મને ખબર છે. એવું હું કહી ન શકી. આદર્શના ડરથી હેબતાયેલા ચહેરા ઉપર મને દયા છૂટી. હું સાંભળતી ગઈ એના ધ્રુજતા અવાજમાં આખી વાત જે હું થોડા સમય પહેલાજ શબ્દે શબ્દ વાંચી ચૂકી હતી. મોબાઈલના સ્ક્રીન ઉપર એજ વ્યક્તિની લાશ હતી જેની તસવીરો, અવોર્ડના અહેવાલ અને સમાચારના કટિંગ દીવાલ ઉપરથી ઉખાડી મેં કચરાપેટી ભેગા કર્યા હતા. આદર્શના તરુણ મનને ઘેરો ધક્કો લાગ્યો હતો. એનું દુઃખ શબ્દોમાં નીતરતું જોવું અસહ્ય હતું. આદર્શનો આદર્શ હવે રહ્યો ન હતો. એની પ્રેરણાએ એની જોડે વિશ્વાસઘાત કર્યો હતો. ભ્રમણાની દીવાલ તૂટી હતી. અભિનેતા થવાનું ધ્યેય અને સ્વપ્ન સેવનાર મારા દીકરાના ગમતા અભિનેતા એ આજે આત્મહત્યા કરી હતી.


Rate this content
Log in

More gujarati story from Mariyam Dhupli

Similar gujarati story from Drama