STORYMIRROR

Hansa Shah

Abstract Others

3  

Hansa Shah

Abstract Others

દીકરી

દીકરી

1 min
132

દીકરી છે ઘરમાં સહુની સખી, વાત એ રાખજો તમે જરૂર લખી,

કદાચ હોય પોતે એ આંતર મુખી, પણ જોવા ઈચ્છે એ ઘરના સહુને સુખી,


ઘરમાં જો ન હોય દીકરી, તો ચાંદીની થાળી પણ લાગે ઠીકરી,

કરે ભલે એ સહુની મશ્કરી, પણ જાણશો એને ના તમે ના-ફિક્રી,


કોણે કહ્યું દીકરી છે પારકી થાપણ, એ તો છે આખા ઘરનું ઢાંકણ,

પ્રભુ દીકરીને આપે છે એવું ડહાપણ, એટલે એની વિદાયમાં સહુની ભરાય છે પાંપણ,


દીકરી તો છે મમતાનો ભંડાર, એનાથી રહે પ્રફુલ્લિત ઘર-સંસાર,

માતા-પિતાને માટે એ મીઠો કંસાર, છતાં કેમ ?

દીકરા-દીકરીમાં ભેદભાવનો વ્યવહાર ?


Rate this content
Log in

Similar gujarati story from Abstract