STORYMIRROR

RASIKBHAI PARMAR

Romance Inspirational

3  

RASIKBHAI PARMAR

Romance Inspirational

ધૂળેટી પર્વનું સંભારણું

ધૂળેટી પર્વનું સંભારણું

2 mins
13

ધુળેટીનો એ દિવસ ! વર્ષ ૧૯૯૮. 

અમો અમારી નવીસવી બનેલ સોસાયટીમાં, હજી હમણાં જ રહેવા આવ્યાં હતાં. શહેરમાં જવાના એપ્રોચ રોડ પર હાઈવેથી નજીક, અમારી ત્રણ સોસાયટી એક સાથે બની રહી હતી. ત્યારે લગભગ પંદરેક કુટુંબ રહેતા હોઈશું. મકાન છૂટાં છવાયાં હતાં. અમો નવસવાં રહેવા આવેલ હોવાથી, અહીં પરિચયો ઝાઝા નહોતા.

એ.... રસિકભાઈ ! બહાર આવો. મારા ઘરની સામે પંદરેક યુવાનોનું ટોળું પૂરા હોશ, હવાસમાં જોર જોરથી આહ્વાન કરી રહ્યું હતું. બધા લોકો લગભગ સરખી ઉંમરના હતા. કોઈ કહેતાં કોઈ ઓળખાય તેમ નહોતા. હા, અવાજ પરથી ઘણા પરિચિત લાગ્યા. આવેલા તમામ, છૂટાછવાયા થઈ ઘરની ચારે બાજુ ગોઠવાઈ ગયેલા. ખલ્લાસ..... હવે ?

નામ એનું ભરત. ભરત વાણિયા ! હું અવાજ ઓળખી ગયો. અટક વાણિયા, પણ આપણે જે અર્થમાં વાણિયાને મૂલવીએ તે અર્થમાં એનું વ્યક્તિત્વ અલગ પડે. અટક પ્રમાણે સ્વભાવ ગણતરીનો ખરો; પણ આનંદ માણવાની વાત હોય ત્યારે કોઈ ગણતરી કે માપ, મનમાં લેવાનું નહીં. પૂરો રંગીલો માણસ. આજે એ આખું ધાડું લઈને આવેલો.

આમ તો હું ધુળેટીના આગળના દિવસ, હોળીના રોજ, એક બે જૂની, કપડાંની જોડ ધૂળેટી માટે તૈયાર રાખું છું, ખાસ બગાડવા માટે જ ! નવી જગ્યાએ હોળી-ધુળેટી ખેલવા કોઈ આવશે નહીઁ એવો વિશ્વાસ, એટલે દર વર્ષની જેમ મેં જૂની જોડ રંગાવા માટે તૈયાર રાખી નહોતી. મારી પાસે ઘરબહાર, પહેરવાલાયક કપડાં, બે ત્રણ જોડી જ. એમાં એકાદ જોડી જો રંગથી રગદોળાઈ જાય તો તાત્કાલિક બીજી સિવડાવવી પડે, કે જે ખિસ્સાને ના પોસાય.

પણ હવે શું ? મેં અંદરથી, ગોઠ લઈને છોડી દેવા વિનંતી કરી. ચા પાણી નાસ્તાની લાલચ, દરખાસ્ત કરી, પણ હરામ...... કોઈ માને તો ! એમની એક જ માગણી ! બહાર આવો, અમારે બસ રંગવા છે !

છેક દૂરની સોસાયટીમાંથી એક મિત્ર, બીજા અન્ય મિત્રોને લઈ ખાસ મને રંગવા, આનંદ-મસ્તી કરવા આવ્યો છે તો.....? મારે શું છુપાઈ જવું જોઈએ ? એક સારી જોડ જો બગડી જાય તો શું થઈ જવાનું ? પ્રેમ, મસ્તી અને આનંદનો આવો અવસર ફરીથી આવશે ખરો ? હું વિચારી રહ્યો !

મારી પત્નીએ ઝડપથી શોધી આપેલ જૂના કપડાં, એકબાજુ ફંગોળી હું સારા કપડાં પહેરી, મુખ્ય દરવાજેથી બહાર આવ્યો. એમના રંગ, એમની જ રંગ ભરેલી ડોલો અને પિચકારીઓ આંચકી એમને રંગવા લાગ્યો. તેઓ જીત્યા હતા. એમનો ઉત્સાહ બેવડાઈ ગયો. ત્યાર પછી તો, એમની સાથે ભળી હું પણ બીજાઓને રંગવા ઘર બહાર નીકળી પડ્યો.

બાળકો પણ જાણે કે મિત્રો સાથે મસ્તી માણવી એટલે..!


Rate this content
Log in

Similar gujarati story from Romance