STORYMIRROR

RASIKBHAI PARMAR

Fantasy Inspirational

3  

RASIKBHAI PARMAR

Fantasy Inspirational

જન્માષ્ટમી

જન્માષ્ટમી

1 min
131

જન્માષ્ટમી પર્વે,..સમગ્ર સૃષ્ટિ જેનાથી વશીભૂત છે,

મીરા, નરસિંહ, સુરદાસ, જેની પાછળ વિરહી છે,

જેની ગીતા થી કર્મ અને કર્મફળનું જ્ઞાન છે,

જે ચિર હરે છે, ચિર પૂરે પણ છે,


જે અમોધ શસ્ત્ર સાથે શાંતિ પણ અર્પે છે,

જે અધિક સ્ત્રીઓનો પતિ હોવા છતાં યોગી છે,

જે નટખટ સાથે સાથે ધીરગંભીર છે,

જે અગણિત મુશ્કેલીઓ વેઠવા છતાં સદાય પ્રસન્નચિત્ત છે,


જે કોઈપણ સબંધમાં શ્રેષ્ઠ છે,

જેનું બચપણ, યુવાની, પ્રૌઢત્વ અને વૃદ્ધત્વ 

ઉદાહરણીય છે, 

જે ઈશ્વર કરતા મિત્ર, દોસ્ત, સખા, ભાઈબંધ, સાથીદાર 

અને માર્ગદર્શક વધારે છે, 


જે સર્વ શ્રેષ્ઠ પ્રેમી છે અને પ્રેમનો ભૂખ્યો પણ છે, 

જે ગુરુઓનો ગુરુ જગદગુરુ છે, 

જે સ્વામીઓનો સ્વામી અને દાસોનો દાસ છે,

જે અગણિત કલાઓનો સ્વામિ છે, 


જેના ભાગ્યમાં જન્મથી માંડી મૃત્યુ પર્યંત સતત સંઘર્ષ જ છે, 

જે અસંખ્ય ગુણોથી ભરપૂર છે,

એવા મહામાનવ અલૌકિક વ્યક્તિત્વના સ્વામી શ્રી,


કૃષ્ણ મારા, તમારા, સૌના હૃદયમાં વિદ્યમાન રહો,

આપ સૌને એમનો સદાય સાથ મળી રહો 

એ દિવ્ય વ્યક્તિત્વ સર્વેનું યોગક્ષેમ વહન કરે !

તેમના જન્મદિવસે હૃદયપૂર્વક વંદન કરતા સૌને.


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati story from Fantasy