STORYMIRROR

RASIKBHAI PARMAR

Fantasy

3  

RASIKBHAI PARMAR

Fantasy

અષાઢસ્ય પ્રથમ દિવસે

અષાઢસ્ય પ્રથમ દિવસે

1 min
9

અષાઢના પ્રથમ દિવસ પર હું યક્ષ બની ગયો. સવારથી એની યાદ વિચલિત કરી રહી છે. આમ તો રોજ એને હું યાદ કરું છું. એક એક પળ એની યાદમાં જીવ્યો છું. મારા કથનમાં ક્યાંક ને ક્યાંક તે સ્ફુટ હોય જ છે. આજ એની યાદ સવિશેષ રહી કારણ કે વર્ષા ઋતુ બેઠી. ચોમાસાની શરૂઆત થઈ. બહાર ઠંડક છે પણ મનમાં ઉચાટ છે.  એની ગમતી ગોઠડી, મને લડાવેલ લાડ, છાના છણકા, હક્કથી કરેલ હેત, અવનવા આગ્રહ, જમવા, ચા પીવાનું ઇજન અને મીઠા ઠપકા, છેલ્લે અનોખી અવહેલના !

હા, અવહેલના ! કોઈ ખાસ કારણ દર્શાવ્યા વિના એણે સબંધ કાપી નાખ્યો છે. મળે તો માફી માગુ ને ? કંઈ કહેતી જ નથી ! પત્ર કયાં પાઠવું ? એનું સરનામું પણ નસીબ નથી.

આજે એના નંબર પર, હિંમત કરીને, મારી પ્રિયાને પાંચ વાગે સરસ ચા પીવાનું આમંત્રણ આપતાં જાતને રોકી શક્યો નહિ. શું થયું જાણવું છે ? એણે ઓળખ માગી. મેં નામ કહ્યું. એણે અજાણ્યા થઈ ફોન કાપી નાખ્યો. હું નિઃસહાય થઈ ગયો. મનની ઉર્મિઓ મનમાં રહી ગઈ.

યક્ષને એનો સંદેશ એની પ્રિયાને મળી ગયો. મારો ? ડુંમામાં ભળી ગયો.....

તલસુ છું, તરસુ છું.

પ્રિય કયાં છો "તું"?

અષાઢસ્ય પ્રથમ દિને !


Rate this content
Log in

Similar gujarati story from Fantasy