STORYMIRROR

RASIKBHAI PARMAR

Tragedy Inspirational

3  

RASIKBHAI PARMAR

Tragedy Inspirational

દીકરી દિવસ - અનુભૂતિનો ઉજાસ

દીકરી દિવસ - અનુભૂતિનો ઉજાસ

2 mins
181

દીકરી દિવસ પર, હું લખું ! તો શું લખું ?

જુઓ ! મારું સ્ટેટસ, મારી દીકરી હજી; બદલવા દેતી નથી !

ગઈકાલની મારી પોસ્ટ પર મને બહુ આશ્વાસન મળ્યાં. એક સહ્રદયી મિત્રએ "પૂર્વી"ને કદાચ આત્મસાત કરી છે. હું ના લખી શક્યો પણ એમણે મારા વતીનું જે મને લખી આપ્યું તે અક્ષરોઅક્ષર, એમના જ શબ્દોમાં......

અનુભૂતિનો ઉજાસ

"કોઈ મને પૂછે કે, શું ભૂલ થઈ ગઈ મારી ?

કેમ નજર સામેથી ઓઝલ થઈ ગઈ દીકરી મારી ?"

આજે પણ સતત લાગે છે મારી આસપાસ જાણે શ્વાસરૂપી પવનમાં શ્વસે છે. આંખો સામેથી જે કદી એક ક્ષણ પણ ખસતી નહોતી એવી સદાય મારા હૃદયમાં વસ્તી દીકરી પૂર્વી એકાએક જ અલોપ જાણે થઈ ગઈ, એની ખબર જ ના પડી. સ્વપ્નમાં પણ એવું ધાર્યું નહોતું કે આવું કોઈ અણધાર્યું તોફાન આવશે અને આકસ્મિક ઘાવ આપી જશે. એણે જોયેલા રંગીન સપનાઓને ગમગીન બનાવીને એ દૂર થઈ જશે તેની તો અમને કલ્પના પણ નહોતી. 

એના જન્મથી મારી દુનિયા કેટલી રંગીન બની ગઈ હતી ? અમારા શ્વાસમાં એણે આવીને જીવન કેરો એક વિશ્વાસ ભરી દીધો હતો. એના કિલકિલાટથી ઘર રણઝણતુ થયું હતું. ધીમે ધીમે એ પ્રાણપ્યારો છોડ મોટો થયો. એ નાજુક પારેવડાંને જાણે પાંખો આવી અને એક દિવસ પરદેશી પોપટ આવીને એને લઈ ગયો. એનું જીવન સુંદર સ્વર્ગ જેવું હતું. મારો શ્વાસ હવે એના પ્રિયતમનો શ્વાસ બની હતી એની ખૂબજ ખુશી હતી. વહેતા સમયે એના આંગણમાં પણ એક ફૂલ ખીલ્યું.

દીકરી મારી ખુશખુશાલ હતી અને એક દિવસ અચાનક જ મહા જીવલેણ 'કેન્સર' રોગે એનો ભોગ લીધો. અમારા સૌના જીવનમાંથી જાણે શ્વાસ નીચોવાઈ ગયા. શ્વાસની પ્રત્યેક આવન જાવનમાં એનું સ્મરણ, એની જ સુવાસ, એની જ મહેંક, એના અવાજની મધુરતા, એની સુંદરતા એ બધું જ જાણે અચાનક જ હવામાં ઊડી ગયું. આજે સાત વર્ષ વહી ગયા એને ગયાને પણ મારી આસપાસ આજેય એની અનુભૂતિનો ઉજાસ પથરાયેલો જ છે ને સદાય રહેશે જ. એજ અનુભૂતિના ઉજાસ રૂપે હું રોજ મારા ઈશ્વરને અને મારી પૂર્વી ને જ ધ્યાનમાં રાખીને એક નાની એવી પોસ્ટ લખું છું જે સદાય મારા અંતરમનને ઉજાસ આપતી રહે છે.

"કોઈના પગલામાં ડગ ભરતો નથી,

હું મને ખુદને અનુસરતો નથી !

શ્વાસ પર જીવી રહ્યો છું તે છતાં,

હું ભરોસો શ્વાસનો કરતો નથી.

ક્યાંક ના છૂટકે દુવા માગી લઉં છું,

હું ખુદાને રોજ વાપરતો નથી !"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy