ધીરજનું ફળ
ધીરજનું ફળ
એક હતો વડ. આ વડ ઘણા વર્ષોથી જમીન પર ઊભો હતો. વર્ષોથી અનેક તડકા સહન કર્યા અને અનેક ધોધમાર વરસાદ અને વાવાઝોડાના પ્રકોપ વચ્ચે પણ અડીખમ ઊભો રહ્યો. જાણે કે સહનશક્તિની મિસાલ બની ગયો હતો. જોકે આ વડ પર અનેક પક્ષીઓ બેસે, પોતાના ઘર બાંધે અને આનંદ મસ્તી કરે. આ જોઈને વડને ખૂબ જ આનંદ થતો. અને તમામ દુઃખ પણ ભૂલી જતો.
એકવાર બન્યું એવું કે આ વડની નીચે કોઈક કારણોસર ભીંડાનું બીજ પડવાથી ભીંડાનો છોડ તૈયાર થયો. આ છોડ હજુ ઘણો નાનો હતો. પણ આ ભીંડાનો છોડ ખૂબ જ ઉતાવળો અને અભિમાની હતો. વડની ઊંચાઈ જોઈને તેને વડ પર ખૂબ જ ઈર્ષા થતી. તેને થયું કે મારે આ વડ ને હરાવવો જ છે.
ભીંડા એ વડને અભિમાની છટાથી કહ્યું," વડ , એ વડ ! " ત્યારે વડે કહ્યું, " બોલ ભાઈ, શું કામ છે ?" ત્યારે વડ ને કહ્યું," તું મને જગ્યા આપ મારે ઊંચા વધવું છે ! તારાથી પણ ઊંચા !" વડે ભીંડાને સમજાવ્યો, ભાઈ તું ધીરજ રાખ ! તને અવશ્ય સફળતા મળશે." પણ ભીંડાનો છોડ ન માન્યો તે ન જ માન્યો. અને ભીંડો તો અભિમાન અને ઈર્ષામાંજ ચકચૂર થયો હતો. તે તો ઊંચો ને ઊંચો વધવા લાગ્યો. તે ખૂબજ વધ્યો. ભીંડો દરરોજ વડની ઈર્ષા ખાતો અને કહેતો કે હવે તો હું તારા કરતાં પણ મોટો થઈ જઈશ !
પરંતુ, સંજોગવ શાત બન્યું એવું કે ભીંડાનો છોડ વડની પ્રથમ ડાળી એ પહોંચી તો ગયો. પણ તેનું આયુષ્ય પણ ઘટી ગયું હતું. અને તેનો વિકાસ પણ અટકી ગયો. હવે તો તેનામાં ઊંચા વધવાની શક્તિ જ ન હતી. ભીંડાને પસ્તાવો થયો કે ને વડનું કહ્યું કર્યું હોત તો સારું હતું. ખરેખર ધીરજના ફળ મીઠા હોય છે.
