divya jadav

Drama Tragedy Crime

3  

divya jadav

Drama Tragedy Crime

દહેજ

દહેજ

2 mins
203


દીકરીને ધામ ધૂમથી પરણાવીને સાસરે મોકલતા હસુભાઈની આંખમાં આસું અને દીકરીની વિદાયનું દુઃખ હતું. હસુભાઈ ખૂબ જ ગરમ સ્વભાવના હોવાથી તેના સંતાનો તેનાથી ખૂબ ડરતા હતાં. પિતા સામે એક શબ્દ બોલવાની કોઈની પણ હિંમત ના થતી. હસુભાઈને સંતાનોમાં બે દીકરી અને એક દીકરો હતો. આજે હસુભાઈની મોટી દીકરી કોમલના લગ્ન હતાં. હસુભાઈ પૈસે ટકે સુખી હતાં. પોતાના મોભા પ્રમાણે દીકરીનો કરિયાવર પણ સારો એવો કરેલો. પરંતુ કોમલના સાસરિયાંઓ લાલચુ હતાં. સાસરે આવતાની સાથે વધુ દહેજની લાલચમાં કોમલને મેણા ટોણા મારવાનું. ચાલુ કર્યું. તેની સાસુ અને નણંદ બંને વાતો વાતમાં તેને ઉતારી પાડતી . કોમલ નો પતિ પણ આમાં સામેલ હતો. કોમલમાં બનવાની હતી. ખોળો ભરીને કોમલ ના પિયરીયા ઓ તેને સાથે લઇ આવ્યા. કોમલ હંમેશા ઉદાસ રહેતી. પણ બાળક આવતા બધું સારું થઇ જસે એ આશા એ તેને કોઈને કશી વાત ના કરી. આમ પણ હસુભાઈ સામે કોમલે ક્યારેય એક શબ્દ પણ નોતો ઉચ્ચાર્યો, એટલે તે સાવ હિંમત નોતી કરતી બોલવાની. તેની ઉદાસી નું કારણ હતું કે ડિલિવરી પછી સાસરે આવે ત્યારે તારા બાપ પાસે થી પાંચ તોલા સોનું લેતી આવજે. કોમલ એ નક્કી કર્યું હતું કે હું કોઈને નહિ કહું, કોમલને ત્યાં બાળકી નો જનમ થયો, હસુભાઈ એ કોમલને સોનાનો સેટ અને તેની દીકરીને સોનાનો ચેઇન આપ્યો. પણ સાસરે જવા ના સમયે કોમલે આ બધું તેના કબાટમાં સંતાડીને મૂકી દીધું. અને એક ચિઠ્ઠીમાં બધી જ હકીકત લખી નાખી. 

ખાલી હાથે આવેલ કોમલને સાસરાવાળાઓએ ખૂબ માર મારી અને બાથરૂમ લઇ ગયા અને માં અને દીકરી સહિત બંને પર એસિડ નાખી દીધું. અને ઉપરથી દરવાજો બંધ કરી દીધો. જેથી કોમલ બહાર નીકળી ના શકે.

એસિડની બળતરાને લીધે કોમલ ચીસો પાડતી રહી. અને બંને માં દીકરીનું મૃત્યુ થયું.

આ વાતની જાણ થતાં હસુભાઈ એ પોલીસમાં ફરિયાદ લખાવી. પોલીસે બધાને જેલમાં પૂર્યો અને કોમલના સાસરિયાં ઓને સજા પણ થઇ. 

કોમલ ના પિયરીયામાં જ્યારે કોમલ નો કબાટ ખોલવામાં આવ્યો ત્યારે તેમાંથી તેની ચિઠ્ઠી નીકળી જેમાં તેમને તેના પર થતાં બધા જુલમોની કબૂલાત કરી હતી. 

પણ શું કામનું? જો કોમલે ચિઠ્ઠી લખવાને બદલે સમગ્ર હકીકત હસુભાઈને જણાવી હોત તો આજે કોમલ અને તેની દીકરી જીવતી હોત.


Rate this content
Log in

Similar gujarati story from Drama