દહેજ ભૂખ્યા સાસરિયાને ત્યજતી વ
દહેજ ભૂખ્યા સાસરિયાને ત્યજતી વ
દહેજ ભૂખ્યા સાસરિયાને ત્યજતી વહુ
માઈક્રોફિક્શન
ઝાઝેરા હરખથી કંકુ પગલાં કરી કોડભરી લાડલી વકીલ બનેલ દિકરી મયુરી મોટા ઘરની વહુ બનીને ઢોલિયામાં શણગાર સજીને પિયુની રાહ જોતી બેઠી હતી.
બહારનાં રૂમમાં ઝગડાનો અવાજ થતાં જ કુતુહલવશ તે રૂમની બારીએથી ડોકિયું કરી જોવા લાગી.
બહાર તેની સાસુ ને નણંદ તેનાં પતિ રાજેશને ધમકાવી રહ્યાં હતાં. નણંદ લહેકો કરીને બૉલી,...
"આવડા મોટા ઘરમાં ચપટી જેટલું કરિયાવર આપીને તેમની દીકરીને કંકુ પગલાં કરાવી આપણને છેતરી ગયા તારા સસરા."
રાકેશની મા બોલ્યાં,..
" સોનાની જાળ પાણીમાં નાંખી આવી કરિયાવર વગરની કોરી વહુ લાવી. "
રાકેશના પિતા બોલ્યા,.
"દહેજ માંગવું પાપ છે."
" છાનામાન
ાં મૂંગા મારો.. !" સાસુ બોલ્યાં.
રાકેશ બોલ્યો,.. "મા શાંતિ રાખોને હવૅ તો દિકરી આપી છે. એટલે તેનો બાપ તમે જે કહો તે કરશે જ. શાંતિથી ફોસલાવીને બધું એક વર્ષમાં માંગી લેજો. "
અચાનક ઘૂંઘટ હટાવીને બહાર આવીને પોતાનાં કંકુ પગલાં ભૂંસીને રીટા બૉલી,..
" પહેલાં હું પાગલ હતી પરણવા માટે અને સહુ સાસરિયાને પોતાના પરિવારજનો માનવા માટે, પણ હવૅ આપની વાત સાંભળીને હોશમાં આવી છુ. અરે અહી તો કંકુ પગલાંની કિંમત જરાય નથી. તમને તો કરિયાવરની જ ભૂખ છે."
"એય મોઢું સાંભળીને.. .!"નણંદને વચ્ચે જ હાથ બતાવી રોકીને મયુરી બોલી,
" જે મળ્યું છે દહેજમાં તે મારા પિતાજી તરફથી દાન સમજીને રાખજો " કહીને રાકેશના મહાન પિતાનાં ચરણોમાં નમન કરી રીટા ઘરની ચોખટ ઓળંગી ગઈ.
દહેજની ભૂખમાં તૂટતાં લગ્નમા એક નવો કિસ્સો ઉમેરાયો હોય તેમ પાડોશી બારીએથી ડોકિયું કરી જોતાં રહ્યાં.