દેવપ્રિયા ભાગ-૩
દેવપ્રિયા ભાગ-૩
ભાગ-૨ માં આપણે જોયું કે ઝંખના ને જોવા માટે મુંબઈથી છોકરો આવવાનો હોય છે, અને ભાર્ગવ પોતાની 'માં' ની વાત માનીને પાવાગઢ દર્શન કરવા જવાનો હોય છે..પણ પાવાગઢ પહોંચતા મોડું થાય છે...
હવે આગળ....
ભાર્ગવ ને પાવાગઢની તળેટી એ પહોંચતા મોડું થાય છે.. આકાશમાં થોડા થોડા વાદળો દેખાતા હોય છે.. ભાર્ગવ ને લાગે છે કે કદાચ સાંજ સુધીમાં વરસાદ પડશે તો...
મારે હવે ઝડપથી પાવાગઢ ચઢી ને મા મહાકાળી ના દર્શન કરવા પડશે.
ભાર્ગવે લીંબુ પાની પીધું..આને પાવાગઢ ની તળેટીથી 'માં મહાકાળી' ના દર્શન કરવા ચાલવા માંડ્યો.
વાતાવરણ થોડું સારું હતું..હાશ...અવર જવર પણ આજે ઓછી દેખાય છે. દર્શન સરસ થશે...એમ મનમાં બોલતો ભાર્ગવ માતાજી નું સ્મરણ કરતો ચાલતો થાય છે.
રસ્તામાં માતાજી ના ભક્તો મહાકાળી માતાજીનો જય ઘોષ કરતા જતા હોય છે.
રસ્તામાં ભાર્ગવ ઝાડની ડાળી તોડીને એક લાકડી બનાવે છે. એને થાય છે કે આ લાકડીનો ઉપયોગ ચાલવા માટે, તેમજ જંગલી પશુ,જીવ જંતુઓ ભગાવવા માટે થશે અને જરૂર પડે તો કોઈ જરૂરિયાત ને આપીશ.
એ લાકડી લઈને મનમાં માતાજી નું સ્મરણ કરતો મહાકાળી માતાજી ના મંદિરે જતો હોય છે.
આ બાજુ ઝંખના ને જોવા માટે ઝંખનાના પપ્પાના મિત્ર,એની પત્ની સાથે એમનો પુત્ર આવે છે.
એમને બાજુમાં આવેલા મકાનમાં ઉતારો આપે છે.
રાત્રે એ યુવાન અને ઝંખનાની મુલાકાત થાય છે....પણ...એ યુવાન વધુ પડતો ધન, વૈભવ ને મહત્વ આપતો લાગ્યો. ઝંખના ને વધુ પડતો આધુનિક લાગે છે.
ઝંખના ભાર્ગવની સરખામણી એ યુવાન સાથે કરવા લાગે છે.
ઝંખના ને લાગે છે કે એના માટે ભાર્ગવ જ યોગ્ય છે.
પણ...માં બાપ ની આજ્ઞા થી ઝંખના હા પાડે છે. બીજા દિવસે ગોળ ધાણા ખાઈને સગાઇ નક્કી કરે છે. અને ડિસેમ્બરમાં લગ્ન નું નક્કી થાય છે.
આ બાજુ ભાર્ગવ ડાળીની લાકડી બનાવીને મંદિર દર્શન કરવા જતો હોય છે.
માતાજીના ભક્તો માતાજીના નામનું ઉચ્ચારણ કરતાં જતા હોય છે..
ભાર્ગવ દુધિયા તળાવ પાસે હવે પહોંચવા આવતો હોય છે.
એ વખતે એને સ્ત્રીના અવાજ માં મધુર સ્વરમાં ભક્તિ ગીત સંભળાય છે.
એને થાય છે કે આટલું સરસ અને સુંદર ગીત ગાય છે તો
એ ગાનારી ભક્ત પણ કદાચ સુંદર હશે.
દુધિયા તળાવ પાસે એક કુબડી કુરૂપ, ખુંધી, શ્યામ રંગની અપંગ નાનકડી લાગતી યુવતી આવતા જતા ભક્તો પાસે મદદની અપેક્ષા રાખે છે.
પણ એના રૂપને જોઈને મોટેભાગના લોકો દૂર ભાગે છે.
કોઈ કોઈ પૈસા કે ખાવાનું આપીને જતા રહે છે.
પણ એ કુરૂપ યુવતી ને એની જરૂરિયાત ઓછી હોય છે.
એ મહાકાળી માતાના દર્શન કરવા આવી હોય છે.
એ કુરૂપ યુવતીના બંને પગ ચાલવા માટે સહાયરૂપ થતાં નથી. તેમજ એક હાથ પણ અશક્ત અને બેડોળ હોય છે.
દયાભાવે એ યુવતી આજીજી કરતી નાનકડી લાકડીના સહારે ઘસડાતી ઘસડાતી જતી હોય છે.
અને માતાજીની આરાધના ના ભક્તિ ગીત ગાતી હોય છે.
એ કુરૂપ યુવતી માતાજી ને વિનંતી કરતી ગાય છે.
મનકી સુંદરતકો ...
આ ગીત ગાતી ગાતી ઘસડાતી એ કુબડી યુવતી મદદ માટે આજીજી કરતી હોય છે.
પણ કોઈ એની પાસે મદદ કરવા આવતું નથી. એટલે મહાકાળી માં ને વિનંતી કરતી એ આશા એ ગાય છે કે માં મહાકાળી એની વિનંતી સાંભળશે.
કાલી કાલી હે, માં મહા કાલી,
તેરે દ્વાર આઈ હૈ યે કાલી,
થોડીસી કુબડી હું,
થોડી સી અપંગ ભી હું,
પર દર્શન કરને આઈ હૈ કાલી,
ભક્તો કા બેડાપાર કરે,
દુખીયો કા દુઃખ દૂર કરે,
સબ ભક્તોની હૈ કાલી માં,
મેરા દર્દ દૂર કરો મેરી કાલી માં,
આ ગીત રડતા સ્વરમાં ગાતી હોય છે એ વખતે પોતાની ધૂનમાં મસ્ત ભાર્ગવ 'માં ભગવતી ' અને મહાકાળી નું સ્મરણ કરતો એ કુબડી યુવતી પાસે આવે છે.
આ કુબડી, કુરૂપ અપંગ ને જુએ છે..એ યુવતીની પાસે જતા એક ખરાબ પ્રકારની વાસ આવતી હોય છે.. જાણે કેટલાય દિવસથી નાહી ધોઈ ના હોય.!
એ ભાર્ગવ આ ખરાબ વાસ આવતા મદદ કરતા અચકાય છે.
પછી એને એની મમ્મી યાદ આવે છે..
મમ્મી એ કહ્યું હોય છે કે અપંગ અશક્ત ને મદદ કરવી. ભગવાન દરેકમાં વસેલા છે.
ભાર્ગવ એ કુરૂપ યુવતી પાસે જાય છે.
બોલે છે:- હે, શ્યામ સુંદરી આપની હું મદદ કરી શકું? જો આપ ભૂખ્યા થયા હોય તો તમારા માટે ખાવાનું લાવી આપું. જો રૂપિયા જોઈતા હોય તો તમને રૂપિયા દસ કે વીસ આપું. જો બીજી મદદ જોઈતી હોય તો કહો. માં મહાકાળી બધાનું ભલું કરશે. આપની આવું કુરૂપ શરીર કેમ?"
આ સાંભળી ને એ કુરૂપ યુવતી ને મદદ ની આશા બંધાઈ.
એ બોલી,:-" હે, નવયુવાન, મારૂં શરીર આવું કુરૂપ અને શ્યામ હોવાથી લોકો મને ' શ્યામા ' તરીકે બોલાવે છે. હું બહુ જ દૂર દેશમાંથી મહાકાળી માતાજીના દર્શન કરવા આવી છું. કદાચ આ દર્શન કરવાથી મને રાહત મલે. જો યુવાન તું સારા સ્વભાવનો અને દયાળુ લાગે છે. મારે કોઈ ધન જોઈતું નથી. તેમજ મારે આજે ઉપવાસ છે.એટલે મહાકાળી માતાજી ના દર્શન કરીને જ હું ખાવાનું ખાઈશ. જો તારે મદદ કરવી હોય તો મને માતાજીના નજીક થી દર્શન કરાવ...પણ હું ચાલવાને અશક્ત છું. તેમજ બંને પગે અપંગ છું. તારે મને ટેકો આપવો પડે કે મને ઊંચકી ને પણ કદાચ ચાલવું પડે. તને મારા શરીર માંથી આવતી ગંધ સહન થશે નહીં.. એટલે હે યુવાન હું મારી રીતે સાંજ સુધીમાં માં મહાકાળી ના દર્શન કરવા પ્રયત્ન કરીશ."
ક્રમશઃ ભાગ -૪ માં ભાર્ગવ એ કુરૂપ શ્યામા ને મદદરૂપ થવા જતા મુશ્કેલી માં મૂકાય છે. માતાજી એ ભાર્ગવ ના નસીબ માં શું લખ્યું હશે?.. કહે છે કે કર્મ પ્રમાણે ફળ મલે છે..તો આ ભાર્ગવ ને એના સારા કર્મો નું ફળ શું મલશે.? આ દેવપ્રિયા કોણ છે?
