MITA PATHAK

Tragedy Action Inspirational

4.5  

MITA PATHAK

Tragedy Action Inspirational

દેવાદાર

દેવાદાર

2 mins
569


એક ગામમાં મંજુ તેના બાળકો સાથે રહેતી. પતિને નોકરી શહેરમાં એટલે મહિનામાં એકવાર બાળકોને અને પત્નીને મળવા આવે. શહેરના ખર્ચા પોષાય નહિ, એટલે પત્ની અને બાળકો ગામડામાં રહેતા. આમ દશ વર્ષથી તેઓ ત્યાં જ રહેતા.એટલે પારકું ગામ પણ પોતાના ગામ જેવું લાગવા લાગ્યું. ગામડામાં હવે ફાવી ગયુ. સમય જતા મુકેશ હવે, કહેતો આપણે શહેરમાં શેટ થઈ જઇએ. પણ હમેશા મંજુના પાડતી કે, દિકરી કોલેજમાં આવી એના લગ્ન નહી લેવા પડે !

મંજુને વરસો એકલા રહી ને જાણે એકલા જ ફાવી ગયુ. ગામના લોકો સાથે પણ સારો સંબંધ એટલે અડધી રાત્રે પણ મદદ કરે. તેથી તેની ગામ છોડીને જવું ન હતુ. આમ કરતા દિકરી મંથલી પરણવા લાયક થઈ. સમય જતા સારુ ઘર શોધી તેના લગ્ન કરી દીધા. અને તેનો એક પુત્ર મંગો હતો. જે ભણવા હોશિયાર નહી .ઊપરથી અંપગ હતો. એટલે આછી પાછી નોકરી તેને અપાવી દીધી.  મંથલી પોતાના ઘરે સુખી પણ તેના પતિનો સ્વભાવ ગુસ્સાવાળો હોવાથી તેની મંથલી અવરજવર ઓછી કરે પિયરમા. આમ વરસ દિવસ જતા તેને ત્યાં દિકરીનો જન્મ થયો. 

આ બાજુ તેની મમ્મી મંજુ પોતાના પતિ મુકેશ સાથે રહેવા જવા તૈયાર નહી . તેના પતિ મુકેશને શરાબની લત લાગી. કોઈવાર જુગાર રમે, આમ કરતા બધુ પાયમાલ  કરી નેદેવુ કરી નાખ્યુ. પૈસાના ફાંફા પડવા લાગ્યા. તે ગામડે પૈસા આપે ના આપે કરતો કોઈવાર આપે કોઈ દિવસના આમને આમ પરિસ્થિતિ ખરાબ થવા લાગી. પૈસાની તંગી પડવા લાગી.ઉપરથી ખરાબ લત.

મુકેશને દિવસ પૈસાની ખૂબ જરૂર હોવાથી,તેને તેની દીકરી મંથલીને ફોન કર્યો.અને કહ્યું "મારે થોડા પૈસાની જરૂર છે. તુ મને ગમે તેમ કરીને આપજે." દીકરી મંથલી ફોન મુકી વિચાર કર્યો કેહું મારા પતિને કહીશ તો ગુસ્સો કરશે. તારા પિયર માટે 'હું કયાથી રુપિયા લાવુ!' ના બોલવાના શબ્દો સાંભળવા પડશે.આમ બે ત્રણ દિવસ વિચાર કરી તેને તેના પિતા મુકેશને ફોન કર્યો કે, મારી પાસે રુપિયા નથી, મારા ઘરેણાં જે આપણા ઘરે થી આવ્યા છે. એના સિવાય હું કંઈ આપી શંકુ તેમ નથી. તમે વિચારીને કેજો. કેટલા સમયમા પાછા આ ધરેણાં. તમે જાણો છો ને તમને ખબર છે. તમારા જમાઇનો સ્વભાવ ? પરંતુ આમ દિકરીના આંખમાં આંસુ આવી જાય છે. પિતાનૈ પણ દેવાદારોને લીધે મંથલી જોડેથી ઘરેણાં મગાવ્યે છૂટકો હતો. અને એ વાતની બે સિવાય  કોઈને જાણ ન હતી. 

એ વાત ને વરસ થવા આવ્યું. એવામાં લગ્ન પ્રસંગ હોવાથી મંથલી પિતાને ફોન કરી કહ્યું, "પપ્પા તમે પેલા ઘરેણાંને છોડાવી લાવશો. મારા પતિ બે દિવસથી કહે છે કે લોકોમાંથી ઘરેણાં લાવજે. લગ્ન સમયમાં પહેરીને તૈયાર થજે.એ ટલે એમ ને હવે શું કહુ ?" આમ વાત કરી ફોન મુકે છે. 

 આ બાજુ પિતા મુકેશ પણ બિમારીને બહાને ઘરે એટલે ગામડે પત્ની મંજુ સાથે આવી ગયા છે. દેવાદારોથી છૂટકારા માટે, આ વાતની જાણ તેની પત્નીને પણ ન કરી. અને વિચારોથી સાચેજ તેની તબિયત ખરાબ થવા ર લાગી. પત્ની પણ કેટલા દિવસની રજા લીધી છે.તમારે નોકરી પર નથી જવાનું. હા હવે, બધુ ઠીક થઈ જશે એટલે હું જઇશ તું ચિંતાના કર. એમ કરતા એક અઠવાડિયુ થયુ.

દિકરીના ઘરે લગ્નમાં જવાનું હતું. તેની પત્ની મંજુને કહ્યુ, તું જઇ આવ મારા વિશે પુછે, તો કે જે બિમાર છે. એવુ કહીને મંજુને લગ્નમાં જાય છે. ઘરે તેનો પતિ મુકેશ હજાર વિચારમાં ઘરેથી બહાર નીકળી ગયો. ઘરના લોકો લગ્નમાંથી આવીને જોયું બારણું  બહારથી લોક છે. મંજુ બીજી ચાવીથી ઘર ખોલીને અંદર જઈને ફોન કરે છે. પણ પતિનો ફોન સ્વીચઓફ આવે છે. જયાં જોબ કરતા ત્યાં ફોન કર્યો તો જાણવા મળીયુ કે નોકરીમાંથી તો એક મહિના પહેલા કાઢી મુક્યા છે. પત્ની તો ચોકી ગઈ, કે ક્યાં ગયા હશે ?

આખી રાત માથે લઇ સગાવહાલા બધાને ફોન કરી પૂછપરછ કરી પણ ક્યાંય પત્તો લાગ્યો નહી.ગામમાં પણ હોહા થઈ ગઈ. બધાએ બનતી મદદ કરી પણ ખબર ન મળી. બીજે દિવસે સાંજે કોઈનો ફોન આયો કે અહીંયા સ્લીપર અને ઘડિયાળ મળીયા છે. તપાસ કરતા તે મુકેશના જ હતા. તે દિવસ પછી ખબર પડે છે. હવે આ દુનિયામાં નથી રહ્યા તેમને કેનાલમાં પડી આત્મહત્યા કરી લીધી છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy