kiranben sharma

Romance

4.4  

kiranben sharma

Romance

જીવનસાથીને પત્ર

જીવનસાથીને પત્ર

2 mins
636


પ્રિય રાકેશ,

ચરણ સ્પર્શ પ્રણામ !  ૭ /૫ /૧૯૯૨ના રોજ આપણા લગ્ન થયાં ત્યારથી આપણે સાથેને સાથે જ છીએ. એટલે પત્ર લખવાનો કોઈ અવસર જ ના મળ્યો. ક્યારેક થોડો, કોઈક એવો સમય ,આવ્યો હશે તો તે પણ મોબાઈલના કારણે શક્ય ના બન્યું. આજે સ્ટોરીમીરર અને સાહિત્ય પરિષદે આપણને એ લાભ આપ્યો .

આજે લગ્નજીવનના ૨૮ વર્ષ થયા. લગ્ન પહેલાં હું લાંબા પત્રો લખતી અને તમે ફક્ત

.. એક બે લીટીમાં જવાબ આપતા.. તમે કહેતા.. કે જો જિંદગીમાં વધુ પડતો આગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ ના હોય તો જિંદગી આસાનીથી પસાર થશે.     

આજે ૨૮ વર્ષે , તમારા સાથ અને સહકારથી આપણી લગ્ન જીવન યાત્રા ખુબ જ સરસ રીતે ચાલી રહી છે. આટલા વર્ષોમાં તમે મને ખૂબ પ્રેમ આપ્યો, સુંદર મજાનું ખુશહાલ બે બાળકો સાથેનું પારિવારિક જીવન આપ્યું, જિંદગી આવતી મુશ્કેલીઓમાં ક્યારેય નિરાશ નથી થવા દીધી. સામાજિક માન મોભો આપ્યો છે, સદાય કાળજી રાખતાં અને વ્હાલ વરસાવતાં સાસુ- સસરા અને નણંદો આપી છે, મારા પિયર પક્ષમાં તો કોઈ કુટુંબ- સગા ન હતા, એ બધાય મને આપને લીધે સાસરીમાં મળ્યાં, અને એમણે મને લાડલી બનાવી રાખી છે .

મારી નોકરીમાં પણ તમે મને ઘણો સહકાર આપ્યો છે. નોકરીમાં મારી પ્રગતિ પણ તમારા સહકાર ને લીધે જ થઈ. મારી નાદુરસ્ત તબિયતને હંમેશા સાચવી છે, તમારી સામે મોઢેથી ક્યારેય, તમારો આભાર, વખાણ કે મનની લાગણી પ્રદર્શિત નથી કરી શકી. એ આ પત્રના માધ્યમથી કહું છું કે સપ્તપદીના બધા વચનોમાં તમે સફળ રહ્યા છો. વડીલોએ આપણા લગ્ન ગોઠવી આપ્યા હતા, એટલે પહેલાથી તમને પ્રેમ કરતી હતી એવું નહીં કહી શકું પણ સાચેજ સાથે રહેતા -રહેતા સાચા અર્થમાં આજે ઘણો પ્રેમ થઈ ગયો છે. આઇ લવ યુ રાકેશ ...હા લખતા પણ શરમ આવે છે, પણ જે બોલાયુ ના, કહેવાયું ના એ મારી કલમ વર્ણવી રહી છે. તમારો ખુબ ખુબ આભાર.. મારી જિંદગીમાં આવી મારી જિંદગીને આટલી બધી ખુશી આપવા બદલ.

ભવ ભવની ઋણી...

તમારી કિરણ.


Rate this content
Log in

Similar gujarati story from Romance