STORYMIRROR

Aniruddhsinh Zala

Abstract Action Thriller

4  

Aniruddhsinh Zala

Abstract Action Thriller

દેશહિતની લાગણીઓની પ્રબળતા

દેશહિતની લાગણીઓની પ્રબળતા

1 min
433

સરહદ પર મોત સામે જંગ લડનાર સૈનિક રજા પર ઘરે આવતાં ચૂંટણીનાં માહોલમાં એક નેતાજીનાં દેશપ્રેમ વિષય પર કરેલ ભાષણથી પ્રભાવિત થઈને તેમને મળવા ગયો. ઓફિસનાં દરવાજા પર જ તેને અંદર બેઠેલ નેતાજીના શબ્દો સંભળાયા,

"હાલનો માહોલ જોતાં દેશભક્તિનું ભાષણ જ વઘુ વોટ અપાવી શકે તેમ છે, એટલે ન છૂટકાનું ગોખીને કરવું પડે છે, બાકી આપણે તો પૈસાને પૂજનારા નેતાઓ, આપણે ને દેશને કોઈ લેવાદેવા નહીં. તમે વેપારીઓ મને રૂપિયા આપો અને ગમે તેટલો ભાવ વધારો." 

સૈનિક ગુસ્સામાં તરત પાછો ઘરે ગયો તેને દેશની અંદર પણ લોકો અસુરક્ષિત હોવાની ખાતરી થઈ. 

દેશહિતની પ્રબળ લાગણીઓથી પ્રેરાઈને કાનૂન તોડવાનો મનમાં કંઈક નિશ્ચય કરી દેશહિત માટે હથિયાર ધારણ કરી સરહદને બદલે નેતાજીની ઓફિસ તરફ ચાલ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract