Jay D Dixit

Romance


4.5  

Jay D Dixit

Romance


ડુઝો અને સ્કાલા

ડુઝો અને સ્કાલા

2 mins 23.3K 2 mins 23.3K

ડુઝો એટલે ડુઝો. દેખાવે બદામી રંગનો, પ્રમાણસરના વાળવાળો, ઘાટ્ટી કાળી કીકી વાળી આંખ વાળો, અને માણસને પણ શરમાવે એવી ડીસીપ્લીન વાળી અત્યંત શાંત સ્વભાવનો લેબ્રાડોર પ્રજાતિનો પેટ ડોગ હતો. મી,શેફર્ડનો લાડકો અને મી.શેફર્ડ દ્વારા ટ્રેઈન્ડ હતો. મી.શેફર્ડ નેવીમાંથી પિસ્તાળીસ વર્ષની વયે રીટાયર્ડ થયા હતા અને એકલાજ રહેતા હતા. પરિવાર બીજા વિશ્વયુદ્ધ સમયે જ પૂર્ણવિરામ પામ્યો હતો એટલે નેવીમાંથી રીટાયર્ડ પછી એક નવી સામાજિક જીવનની કેડી શોધવાની હતી. રીટાયર્ડ થયા પછી ન્યુયોર્કમાં ફ્રીલાન્સર સ્પાય (જાસુસ) તરીકે કાર્ય શરુ કર્યું હતું. સ્થાયી થયા ત્યારે એમણે ડુઝોને ખરીદ્યો હતો. ડુઝો ત્યારે માત્ર ત્રણ મહિનાનો હતો. ત્યારથી સાત વર્ષને સાત મહિનાનો થયો ત્યાં સુધીની બંનેની સહજીવનની યાત્રા રહી.

સ્કાલા, પોમેરિયન હતી, શ્વેત દૂધ જેવો વાન અને મસ્ત ગુલાબી મોં વાળી, મિસ. રીચગાર્ડની નાજુક-નમણી પાંચ વર્ષની પેટ. મિસ.રીચગાર્ડ ન્યુયોર્ક પોલીસમાં ઉચ્ચ પદ પર હતા અને માં-બાપના મૃત્યુ પછી એકાકી જીવન વિતાવતા હતા. આશરે પંદર વર્ષ સખત કામ કાર્ય બાદ એમને સામેથી નોકરી છોડી દીધી. પણ, એમની કાબેલીયતને કારણે ન્યુયોર્ક પોલીસે એમને એડવાઈઝરી કમિટીમાં રાખ્યા. આમ ઇન્કમ પણ ચાલુ રહી અને મિટિંગ સિવાય મોટાભાગે એ ઘરે રહેવા માટે સ્વતંત્ર પણ થઇ ગયા.

મી.શેફર્ડ અને મિસ.રીચગાર્ડ દરરોજ સાંજે જોગર્સપાર્કમાં મળતા હતા અને સાથે એમના ખાસ પેટ પણ આવતા હતા. શરુ શરૂમાં હાઈ, હેલ્લોથી શરુ થયેલી મુલાકાત હવે સાંજની રાહ જોવા સુધી પહીંચી ગઈ હતી. ઉંમર તો એવી નહોતી કે જુવાનીયાઓની જેમ સોશિઅલમીડિયા પર કુદી પડાય પણ પરિપક્વતાથી ક્યાંક આ સંબંધ આગળ વધી રહ્યો હતો. આ મુલાકાત તો હંમેશા મીઠી રહેતી પણ મુલાકાતનો સમય ક્યારેક વેડફાય જતો. કારણ કે ડુઝો અને સ્કાલાને જરા પણ એકબીજા સાથે બનતું નહોતું.

પાર્કમાં દોડાદોડ અને ક્યારેક તો ભાસવાથી પણ ઉપર દાંતિયા કરવા પર બંને ઉતારી આવતા. એટલે જે લોકોને ખબર નહોતી કે મી.શેફર્ડ અને મિસ.રીચગાર્ડ વચ્ચે કઈ છે, એ લોકોને પણ આ બે કુતરાઓ એમના પરાક્રમથી કહી દેતા હતા. બરાબર આઠ મહિનાના પરિપક્વ સંબંધ અને બે મહિના સાથે રહ્યા પછી મી.શેફર્ડ અને મિસ.રીચગાર્ડે લગ્ન કરવાનું નક્કી કર્યું પણ સૌથી મોટો યક્ષ પર્શ્ન હતો કે આ બે પેટનું શું કરવું.

બંનેને પેટ જીવથી વધારે વ્હાલા હતા અને એ બંને પેટને એકબીજાના ચહેરાથી પણ દુશ્મની હતી. બે મહિના સાથે રહ્યા એ દરમ્યાન પણ ડુઝો અને સ્કાલાની દરરોજની દર સેકંડની રામાયણ હોય. ત્યાં વળી લગ્ન... મી.શેફર્ડને પોતાના નેવીના દિવસો યાદ આવ્યા અને બે નેવીમેનને ન બનતું હોય તો એમના સીનીયર એમની સાથે જે કરતા એ વિચાર અમલમાં મુકવાનું નક્કી કર્યું.

બંને પેટને આખી રાત એ ઘરની બહાર જ રાખતા અને આખો દિવસ ઘરમાં એક રૂમમાં, શરુ શરૂમાં આખું ઘર ગાજી ઉઠતું અને સાત આઠ દિવસે આમ કરતા કરતા અવાજ બંધ થઇ ગયો અને બરાબર પંદર દિવસે જયારે મી.શેફર્ડ અને મિસ.રીચગાર્ડના લગ્ન થયા ત્યારે એક દ્રશ જોવા મળ્યું. સ્કાલા, દુઝોના ચહેરાને પોતાની જીભથી પંપાળી રહી હતી. અને આ જોઇને પોતાના લગ્ન કરતા વધારે ખુશી નવદંપતીને થઇ.


Rate this content
Log in