Jay D Dixit

Horror Crime

4.6  

Jay D Dixit

Horror Crime

ડિસેમ્બર -૧૯૭૫, લુસીસ

ડિસેમ્બર -૧૯૭૫, લુસીસ

4 mins
602


ફિનલેન્ડ આમ તો શાંતિપ્રિય દેશ છે. જ્યાં વસતી ઓછી અને મોજીલી. એશિયન દેશોની જેમ અહી દોડધામ, કચકચ કે ગરીબી જેવી સમસ્યા આવતી નથી કારણકે અહી વસતી ઓછી છે અને મહત્તમ લોકોનો વ્યવસાય ખેતી છે. ઉત્સવપ્રિય પ્રજા હંમેશા ખુશ રહેતી.


વાત એ સમયની છે જ્યારે ફિનલેન્ડનું એક ગામ લુસીસ સખત રીતે ડરેલું હતું અને આશરે ચારસો માણસો ધરાવતા આ ગામના લોકોના મનમાં ભયનું સામ્રાજ્ય હતું. ઈ.સ. ૧૯૭૫ ડિસેમ્બરની આ વાત છે. લુસીસના લોકો પોતાનું ગામ છોડીને સ્થળાંતર કરવાની તૈયારીમાં હતા અને કારણ હતું છેલ્લા મહિનામાં થયેલી ત્રણ હત્યાઓ. એક પછી એક થયેલી હત્યા એક સરખી રીતે કરવામાં આવી હતી. કોઈ હથિયાર નહીં, કોઈ હથીયારના નિશાન નહીં, શરીર પર કોઈ નિશાન નહીં, કોઈ આંગળાની છાપ નહીં અને બધાના જ હાર્ટફેઈલ. બધાને લાગતું હતું કે કોઈ ભૂત છે જે આવું કરે છે, આ કોઈ માણસનું કામ નથી. પોલીસ પણ કાયદાકીય રીતે કઈ જ શોધી શકી ન હતી અને એ પણ વ્યક્તિગત રીતે સ્વીકારતી હતી કે ભૂત છે. એટલે તપાસમાં રસ દાખવતી ન હતી. આ સમયે ગામનો એક યુવાન લુસીસના લોકોની મદદે આવ્યો. એ રોસીસ, રોસીસ બહાર શહેરમાં જઈ આવ્યો હતો અને ભણેલો ગણેલો હતો. વળી એના પિતા સાથે એ ખેતી પણ કરતો હતો. મા હતી નહીં એટલે પિતાને સાચવવા લુસીસમાં જ સ્થાયી થઇ ગયેલો. એણે જાહેરમાં આ ભૂતની વાતનો અસ્વીકાર કર્યો અને ગામના લોકોને ગામ ન છોડવા વિનંતી કરી. એના પિતાએ પણ આ વાતમાં વચ્ચે ન પડવા એને જણાવ્યું અને ગામના ઘણા લોકોએ એણે રોક્યો, પણ જુવાન લોહી માને કઈ ? એ ટસનો મસ ન થયો.


એણે જાતે જ તપાસ હાથ ધરી, તો એને જાણવા મળ્યું કે જે કોઈ ત્રણ જણની હત્યા થઇ છે એ ત્રણેય વચ્ચે આમ કોઈ દેખીતો સંબંધ ન હતો પણ એ ત્રણેય સ્કાલા નામની એક વિધવાના ખેતરમાં ખેતમજુર તરીકે કામ કરતા હતા. જોકે સ્કાલાનું મૃત્યુ થયું એ પછી એ બધા જ બેકાર હતા. આ સ્કાલાનું મૃત્યુ પણ પહેલી હત્યા થઇ એના એક અઠવાડિયા પહેલા જ થયું હતું. એની લાશ ખુબ જ ખરાબ હાલતમાં લુસીસ પાસે આવેલા જંગલ વિસ્તારમાંથી મળી હતી, લાશ મળી ત્યારે મૃત્યુને બે ત્રણ દિવસ થઇ ગયા હતા, કારણકે કીડા મંકોડાઓએ લાશને ફોલી ખાવાની શરૂઆત કરી દીધી હતી. સ્કાલા વિષે વધારે તપાસ કરતા રોસેસને ખબર પડી કે સ્કાલાની એકની એક દીકરી લીટાએ આત્મહત્યા કરી હતી, એ લગ્ન પહેલા પ્રેગ્નન્ટ થઇ ગઈ હતી અને એ કારણે એણે પોતાના ઘરમાં જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જે વાતને લઈને સ્કાલા પણ ખાસ્સી દુઃખી રહેતી હતી એવું રોસેસને સ્કાલાના પાડોશીઓએ જણાવ્યું. સ્કાલાએ પોલીસની પણ મદદ માંગી હતી પણ પોલીસે લીટાના આત્મહત્યાના કારણો પર વધારે તપાસ ન કરી અને આખરે ત્રણ ચાર મહિના પછી કેસ બંધ કરી દીધો.


રોસેસ લીટાના કેસની તપાસ સાથે જોડાયેલા એક પોલીસ સાથે દોસ્તી પાડી અને બરાબર દારુ પીવડાવ્યો ત્યારે પેલો બાકી ગયો કે લીટાનો કેસ બંધ કરવા માટે પોલીસે પૈસા લીધા હતા. અને પૈસા આ ત્રણ ખેતમજુરોએ જ આપ્યા હતા. હવે આ ખેતમજુરો પોલીસને પૈસા કેમ આપે ? તો સમજાયું કે આ ત્રણ પૈકી એક થેરીસ નામક મજુર લીટાના પ્રેમમાં હતો અને લગ્ન પહેલા એના જ બાળકની મા, લીટા બનવાની હતી. લીટાએ જયારે આ વાત થેરીસને કરી ત્યારે થેરીસ ગભરાય ગયો અને બાળક પડાવી નાંખવા કહ્યું પણ લીટા ન માની, અને અંતે થેરીસે પોતાના બે મિત્રોની સહાયથી લીટાને મારી નાખી અને આત્મહત્યાનું સ્વરૂપ આપી દીધું. પોલીસને પણ પૈસા આપી આખી વાત બંધ ફાઈલમાં દબાવી દીધી. સ્કાલા બાહોશ બાઈ હતી, એને કંઈક બીજું જ લાગતું હતું, વળી એને એ વાત જાણવામાં પણ રસ હતો કે લીટાનો આટલો ઘનિષ્ટ સંબંધ કોની સાથે હતો.


લીટા ખેતરમાં એણે મદદ કરતી હતી અને બીજે કશે જતી આવતી પણ હતી એટલે રોજીંદા કાર્યમાં જ કોઈ હતું જેની સાથે લીટાને સંબંધ હતા એવું લાગતું હતું. એટલે એણે જ લોકોને અંધારામાં તીર મારતી હોય એમ કહેવા માંડ્યું, મને ખબર છે કે લીટાનાં પેટમાં કોનું બાળક હતું ? આ વાત ચર્ચાનો વિષય બની ગઈ અને અચાનક એક દિવસ સ્કાલાની લાશ જંગલ વિસ્તારમાંથી મળી. પોલીસે કહ્યું કે એમને પણ થેરીસ અને મિત્રો પર શંકા હતી પણ એ કઈ વિચારે કે કરે એ પહેલા જ થેરીસનું ખૂન થઇ ગયું. એના બે મિત્રો સખત ડરેલા પોલીસ પાસે આવ્યા હતા અને પોલીસે એમને સાવચેત રહેવા કહ્યું પણ હતું તેમ છતાં એ બંને પણ.. પોલીસે એમ પણ કહ્યું કે કદાચ આ સ્કાલાનું ભૂત જ છે જે બધું કરે છે.

રોસેસ માટે આ આખી વાત સ્વીકારી શકાય એમ હતી જ નહિ એટલે એ પોતાના ઘરે આવ્યો અને એના પિતાને આ વાત કરી, પિતાએ પણ એને સલાહ આપી કે આ ભૂલી જાય. પણ એ માનતો જ ન હતો, એ સ્વીકારતો જ ન હતો કે ભૂત છે, એ બંને વાત કરતા હતા ત્યાંજ સ્કાલા દેખાઈ.. સફેદ કપડા પહેરેલી, જેની આરપાર જોઈ સહાય એવી એ, જેના પગ દેખાતા ન હતા, નિસ્તેજ...

"મારું કામ પતી ગયું છે. હવે કોઈને કોઈ ડર નથી. પણ હું છું.. સમજ્યો હું છું.. મેં મારી દીકરી અને મારો બદલો લીધો છે, કોઈને હેરાન નહિ કરું, હવે મને મુક્તિ મળશે.. પણ હું છું.."

એ એટલું જ બોલી અને ગાયબ.


રોસેસ અને પિતા એટલી હદે ડરી ગયા હતા કે બીજા જ દિવસથી આ વાત બંધ કરી પોતાના કામે લાગી ગયા. અને રોસેસ પણ સ્વીકારવા લાગ્યો કે વિજ્ઞાન ગમે તેટલું આગળ હોય પણ સુપર નેચરલ પાવર હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Horror