Kalpesh Patel

Thriller

4.9  

Kalpesh Patel

Thriller

ડીલ

ડીલ

2 mins
1.5K


એમઆરઆઈ ટેસ્ટ કરાવવાના નામે રાધાની માનસિક હાલત બગડતી જતી હતી. તેણે ગૂગલમાં વાંચ્યુ હતું કે તે ટેસ્ટ કરાવવા માટે દર્દીને ટનલ જેવા મશીનની અંદર સૂવું પડે છે, આનંદ ફિલ્મમાં પણ રાજેશખન્નાને તેમ કરતાં બતાવ્યા હતા. રાધાને પિરિયડ ખેંચાયેલો હતો અને પેઢુંમાં બેસુમાર દુખાવો થતો હતો., સાસુ સાવિત્રી બહુ ખુશ હતા, રાકેશ અને રાધાને લ્ગનને પૂરા પાંચ વરસ વિત્યા પછી પહેલીવાર આમ થયું હતું. સવારે પંચામૃતનો પ્રસાદ ગ્રહણ કરાવી તેણીને સવારે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હોસ્પિટલ જાણીતી હતી, પણ ઓળખીતા ગાયનેક ડોક્ટર શ્યામલ આવ્યા હતા નહીં. આમ રાધાનો ટોકન નંબર આવી ગયો હતો છતાં ટેસ્ટ માટે બેચેન હતી. સાસુ સાવિત્રીએ તેના કપાળ ઉપરનો પરસેવો લૂછ્યો અને હળવેથી રાધાના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, "ગભરાઇશ નહીં વહુ બેટા, તું અંહી બેન્ચ ઉપર આડી પડ, હું ડૉક્ટર શ્યામલને હમણા જ ફોન કરીને બોલવું છું. રાધા દરદથી બેચેન હતી અને તે બોલી નહીં.

 રાધા, સાવિત્રીના દીકરા રાકેશની પત્ની હતી અને તેને એકાએક દુખાવો ઊપડતાં, ડોકટરે નિદાન માટે એમઆરઆઈ ટેસ્ટ કરાવવા સૂચવેલ હતું.. બાજુની ડોક્ટરની કેબિનના અધખૂલું રહી ગયેલ બારણાંમાંથી રાધાની સાસુ સાવિત્રીનો અધીરાઇ સાથેનો દબાયેલ આવવાજ બેન્ચ ઉપર દરદમાં કણસતી રાધાને ચોખ્ખો સંભળાતો હતો. તે કહી રહી હતી દીકરા શ્યામલ હું જાણું છું કે બાળકના જન્મ પહેલાં, બાળકની જાતિ અંગેના પરીક્ષણો ગુનાની શ્રેણીમાં આવે છે પણ ઘરની ગણી દયા કરજે, વહૂનું દરદનું નિદાન નહીં કરે તે ચાલશે પણ મને આ મારી વહુના પેટમાં છોકરો છે કે છોકરી તે ખાનગીમાં મને જરૂરથી જણાવજે, તને હું ખુશ કરી દઈશ.

ડોકટર શ્યામલે એમ આર આઈ ટેસ્ટ કરી નિદાન કર્યું કે રાધાને વાકેફ કરી કે તેને એપેંડિસનો દુખાવો છે. બીજી કોઈ તકલીફ નથી.,. રાધા બહાર આવી એટ્લે તેની સાસુ સાવિત્રીએ તેને પોતાના મતલબની વાત કરતાં સીધે સીધું પૂછી લીધું , રાધાએ હસતાં હસતાં અંગ્રેજીમાં લખેલો રિપોર્ટ આગળ ધરતા, ટીખળ કરતાં ઉમેર્યું બા સારા દિવસો છે અને આપણે ઘેર તો લક્ષ્મીજી પધારવાના છે, તેની વધાઈ તમને.

રાધાએ કરેલી મજાકને સાચું સમજી સાવિત્રીએ મૂડ બગાડતા મો મચકોડયું, હે રામ પાંચ વરસ પછી પણ ....! અને નારાજગી મોઢા ઉયર ડોકાતા રોકી ન શકી., ત્યાં પાછળ ડોક્ટર શ્યામલ આવીને સાવિત્રીને કહ્યું કે સત્વરે તમારી વહુ રાધાના પેટના બગાડનો નિકાલ કરવા ઓપરેશન કરવું પડે તેમ છે. બોલો માસી ક્યારે કરેશું .. ? હ હા બેટા, આજે જ ... અરે હમણાં જ કરી દે તો તારું ભલું થાય ... જલ્દીથી છુટકારો અપાવ. તને તારી ફી થી વધારે આપવાની આપાણી “ડીલ” પાકી સમજજે દીકરા.

અધ ખુલા "એમ આર આઈ" ટેસ્ટ રૂમના દરવાજામાંથી આવતી ‘એસીની શીતળ હવાની લહેરો હવે રાધાના ડિલને દઝાડતી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Thriller