આઘાતની ઘાત
આઘાતની ઘાત
આઘાતની ઘાત
સાયકો થ્રિલર
અમેરિકાના ઉત્તર ભાગમાં આવેલું Redwood Forest.
ઘાટું જંગલ, ભેજ ભરેલી હવા અને ઊંચા રેડ વુડના વૃક્ષો વચ્ચે એકાંતમાં ઉભું એક જૂનું ખાખડધજ લાકડાનું કોટેજ.
રાતના લગભગ દસ વાગ્યા હતા.
પવનના ઝોકા સાથે વૃક્ષોની ડાળીઓ એકબીજા સાથે અથડાતી હતી, અને કોઈ ભુવાજી ના લયબદ્ધ ડાકલા જેવો અવાજ કરી, નીરવતા ડરમણી બનાવતી હતી.
દૂર ક્યાંક ઘુવડનો અવાજ, સને શિયાળ ની લારી પણ સંભળાતી હતો.
કોટેજની અંદર એક મેક્સિકન પરિવાર આ રોજના અવાજ સાથે ડાયનીગ ટેબલ પર બેઠો હતો.
કાર્લોસ રિવેરા, તેની પત્ની એલિના, અને તેમની દસ વર્ષની નાદાન, પણ નીડર દીકરી લુસિયા.
તેઓ શહેરના શોરથી દૂર થોડા દિવસ માટે અહીં આવ્યા હતા.
લુસિયા કોટેજ ની બારી પાસે ઊભી રહી જંગલ તરફ એક નજરે જોઈ રહી હતી.
“પાપા … આ જંગલ તો ભારે ડરાવણું લાગે છે.”
કાર્લોસ હસ્યો.
“ડરવાની કોઈ વાત નથી. અહીં કોઈ નથી, માત્ર ફક્ત વૃક્ષો ની દુનિયા છે.”
એલિના રસોડામાંથી Tacos,Burrito, અને ચા નો જગ લઈને આવી.પરંતુ આજે તેના ચહેરા પર અજાણી ચિંતા હતી.
રસોડા ની બારીમાંથી તેને લાગ્યું હતું કે
જંગલમાં થોડે દૂર કોઈ સ્ત્રી જેવી છાયા ઉભી હતી અને તેની હિલચાલ જોઈ રહી છે .
સફેદ, સર્ટિન ના કપડામાં.
એલિના ગભરાઈ બોલી—
“Carlos… કોટેજ ની પાછળ કોઈ ઉભું છે.”
કાર્લોસ તરત ટોર્ચ લઇ બહાર ગયો.
પરંતુ ત્યાં કોઈ નહોતું.
ફક્ત પવન અને હલતા વૃક્ષ .
કાર્લોસની જાણ બાહર,તે જ સમયે રેડવુડ જંગલની અંદર એક સ્ત્રી હવામાં કોટેજ ની પાસે ચાલતી હતી.
તેના હાથમાં એક જૂની ડાયરી હતી.
તે હતી સુનીતા.ઘણા દિવસોથી તે અહીં છુપાઈ રહેતી હતી.
શહેરમાં થયેલી કેટલીક રહસ્યમય હત્યાઓ પછી પોલીસ ખૂની નર શોધી રહી હતી.
પરંતુ Redwood Forest માં
સુનીતા એકલી નહોતી.તેને સતત એક અવાજ સંભળાતો રહેતો.
તેની મમ્મીનો અવાજ, તેનું જીવન હતું.
“સુનીતા…યાદ છે ને…તારા પિતાએ મને કેવી રીતે ટોર્ચર કર્યું હતું?”
સુનીતાની આંખોમાં બચપન ની જૂની કડવી યાદો જીવંત થઈ ગઈ.
બાળપણમાં તેણે કેટલીય ભયાનક રાતો જોયી હતી
જ્યારે તેના પિતા દારૂ પીતા અને
મમ્મીને મારતા.
તે દિવસથી સુનીતાની વ્યક્તિત્વ બે વિભાગ માં વહેંચાઈ ગયું હતું એક…
સામાન્ય સુનીતા.બીજી…
તેની પ્રતાડીત થયેલી પીડિત મમ્મીની છાયા.જેને સુનીતા ના મન માં પુરુષ એટલે ક્રૂર એવી ગ્રંથિ ઘર કરી ગઈ હતી. તે દરેક પુરુષને ક્રૂર ગણી સજા આપવી માંગતી હતી.
રેડ વુડ ના શાંત જંગલમાં, કાર્લોસનું ફેમિલી આવેલું જોઈ તેનું પાગલ મન અશાંત હતું. બહાવરી બની ચાલતી સુનીતાએ તે દિવસે
કોટેજ તરફ જોયું.બારીમાંથી પ્રકાશ આવી રહ્યો હતો.
અને તે જ સમયે,તેને એક ચીસ સંભળાઈ.
સ્ત્રીની ચીસ.
સુનીતા ધીમે નજીક ગઈ.
કોટેજની બારીમાંથી તેણે જોયું,
કાર્લોસ ગુસ્સામાં એલિનાને ધક્કો મારતો હતો.
“આવું ગંદુ ડિનર,તું મારી વાત કેમ નથી સાંભળતી?” તે એલીના ને ગાળો આપતો હતો.
એલિના ડરી ધ્રુજી ગઈ હતી.અને નાની લુસિયા ખૂણામાં ઉભી રડી રહી હતી.
સુનીતાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું.તેને અંતર મન નો અવાજ સંભળાયો.
“જુએ છે શુ ?
આવા પુરુષ ને દુનિયામાં જીવવાનો કોઈ હક નથી.”
સુનીતા ધીમે બોલી—
“મમ્મી…
શું આને પણ મારે …?”
અવાજ આવ્યો, થોડો બુલંદ
“હા.”
.મધરાતે કોટેજની બહાર પવન વધુ જોરથી ફૂંકાતો હતો.
કાર્લોસ બહાર આવ્યો.તેને લાગ્યું કોઈ જંગલમાં ચાલે છે.“કોણ છે ત્યાં?”
અચાનક અંધારામાંથી એક અવાજ આવ્યો—
“એક સ્ત્રી.”કાર્લોસ ગભરાઈ ગયો.
સુનીતા ના મજબૂત હાથે તેનું કામ પતાવી દીધું હતું... અંતર મન નો અવાજ શાંત હતો
થોડી પળ પછી
જંગલ ફરી શાંત થઈ ગયુ .
સવારે
લુસિયા ઊઠી.મમ્મી બાથરૂમ માં હતી,તે બહાર આવી.
અને કોટેજની સામેના વૃક્ષ પાસે
કાર્લોસ જમીન પર પડેલો હતો.
નિર્જીવ.
એલીનાએ પોલીસ બોલાવી
પોલીસ થોડા કલાકોમાં પહોંચી.
તપાસ ચાલી.
પરંતુ કોઈ પુરાવો કે પગેરું નહોતુ .
ફક્ત એક વસ્તુ મળી.
એક ડાયરી નું પાનું .
તેમાં લખેલું હતું—
“હું એક સ્ત્રી છું.
લોકોને લાગે છે હું નબળી છું.
પરંતુ જ્યારે એક બાળક પોતાની માને ટોર્ચર થતી જુએ છે…
ત્યારે તેવા બાળકની આત્મા ક્યારેય સામાન્ય નથી રહેતી.”
પોલીસ ઓફિસરે આસપાસ જોયું.
જંગલ ફરી શાંત હતું .
ત્રીજા દિવસે,લુસિયા ફરી તે જ વૃક્ષ પાસે ઊભી હતી.પિતા ને મરેલા જોયા હતા ત્યાં ફૂલ ચડાવી રહી હતી.તેને લાગ્યુંકે કોઈ તેની પાછળ કોઈક ઊભું છે.
તેણે પાછળ ફરી જોયું .
એક સ્ત્રી.સફેદ સર્ટિન ના કપડામાં.
સુનીતા.
નાની લુસિયા ડરી નહોતી.
તે સુનીતાને પૂછે છે—
“તમે… મારી મમ્મીને રોજના ત્રાસ થી બચાવી?”
સુનીતા થોડું સ્મિત કરે છે.પરંતુ તેની આંખોમાં આંસુ હતા.
“ક્યારેક…
એક સ્ત્રીને બચાવવા,બીજી સ્ત્રીને દાનવ બનવું પડે છે.”
દરેક આઘાત તો પ્રત્યઘાત હોય છે.
પવન ફરી જોરથી ફૂંકાયો.
જ્યારે લુસિયાએ માથું ઊંચું કરી ફરી નજર કરી, તો સુનીતા ગાયબ હતી.
જંગલમાં ફક્ત રેડવુડ ના વૃક્ષો હલતા હતા.
અને ક્યાંક દૂર,એક અવાજ ફરી ગુંજ્યો—
“હું એક સ્ત્રી છું…”
કાર્લોસની દસમી હતી.કોટેજની બહાર રાત આજે વધુ ગાઢ બની ગઈ હતી.
કોટેજની બહાર રાત આજે વધુ ગાઢ બની ગઈ હતી.
રેડવુડના ઊંચા વૃક્ષો પવનમાં ગુંજતા હતા.
સુનીતા એકલી રકઝાડને અઢેલી બેઠી હતી.
તેના હાથમાં તેની જૂની ડાયરી હતી.
ચહેરા પર થાક, આંખોમાં ગૂંચવણ.
તે ધીમે બોલી—
“મમ્મી…
તમે હજુ મારી પાસે છો ને?”
અચાનક પાછળથી અવાજ આવ્યો—
“હા… મારી લાડકી સુની…”
સુનીતા ચોંકી ગઈ.
તે પાછળ ફરી.
તેની સામે લુસિયા ઊભી હતી.
પરંતુ તેની આંખોમાં અજાણી શાંતિ હતી…
જાણે કોઈ બીજું વ્યક્તિત્વ બોલતું હોય.
લુસિયાએ ધીમે પરંતુ દૃઢ અવાજે કહ્યું—
“સુનીતા… હવે બસ કર.”
સુનીતા ગભરાઈ ગઈ.
“મમ્મી…?”
લુસિયા આગળ આવી.
“તમે જે સહન કર્યું…
તે બહુ મોટું દુઃખ છે.
પણ એ દુઃખને લઈને આખી જિંદગી જીવવું
તે તારી સજા કેમ બને?”
સુનીતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
“પણ મમ્મી…
હું તમને બચાવી શકી નહોતી…”
લુસિયાએ તેના ખભા પર હાથ મૂક્યો.
“બેટા…
તું મને બચાવવા માટે આખી દુનિયા સામે લડી ગઈ.
હવે તારે પોતાને બચાવવું છે.”
સુનીતા તૂટી પડી.
વર્ષોનો દબાયેલો આઘાત
આંસુઓ સાથે બહાર આવી ગયો.
થોડા સમય પછી
તે શાંત થઈ ગઈ.
તે ધીમે લુસિયાની આંખોમાં જોઈ બોલી—
“મમ્મી…
તમે ખરેખર…?”
લુસિયા હળવું સ્મિત કરી.
અને કહ્યું—
“ના સુનીતા…
હું તારી મમ્મી નથી.”
સુનીતા ચોંકી ગઈ.
લુસિયા આગળ બોલી—
“હું ફક્ત તને
પ્રતિશોધની આગમાં બળતી બચાવવા માટે
થોડો સમય
તારી મમ્મી બની ગઈ હતી.”
પવન જોરથી ફૂંકાયો.
લુસિયાની આંખોમાં અજબ પરિપક્વતા ઝળહળી.
તે ધીમે બોલી—
“કારણ કે…
એક સ્ત્રીને
બીજી સ્ત્રી સિવાય
કોણ સમજી શકે?”
જંગલમાં પવન ગુંજ્યો.
અને પહેલી વાર
સુનીતાના મનમાં
પૂર્ણ શાંતિ ઉતરી આવી.
થોડી ક્ષણ પછી
લુસિયાના ચહેરા પર નાનું સ્મિત આવ્યું.
અને તે અંતિમ વાક્ય બોલી—
“હું પણ હવે…
એક સ્ત્રી છું.”
રેડવુડના જંગલમાં
પવન લાંબો શ્વાસ લઈ રહ્યો હતો…
અને કદાચ પહેલી વાર
એક આઘાત
ઘાત બન્યા વગર
શાંત થઈ ગયો હતો.Forest)

શાંત થઈ ગયો હતો.