ડામ
ડામ
ફૂલ અને શીંગોથી પનરવો ભરાઈ ગયો છે. શીંગો દૂરથી જોતા પાન જેવીજ લાગે એને પાંચ પાંખડીયાં રાતાં ફૂલ આવે એનું મોટું લીસુ કઠણ બી ઘસીને એનો ડામ દેવાની રમત રમવાનું બાળકોને ગમે!
આજે પણ કંઈજ બદલાયું નથી!
અને જાણે...
તે પનરવો પાસે ઊભી વિચારી રહી છે!
તે નાની હતી ત્યારે એકવાર શાળાએથી પાછા ફરતા હતા ત્યારે અચાનક જ ભરતે તેની પીઠ પાછળ પનરવોનું બી ઘસીને ડામ દીધો હતો અને તે ચીસ પાડી ગઈ હતી! ....
જાસવન્તિ આજે તે જ સ્કૂલમાં શિક્ષિકા છે. જ્યારે ભરત રાજકારણમાં એક પછી એક પગથિયાં સર કરતો રહ્યો...
આજે...
જાસવન્તિ ભરતે બનાવેલા વિશાળ મહેલ જેવા બંગલામાં એકલતા ભર્યું જીવન ભોગવી રહી છે!
ગાર્ડનમાં એક ખૂણામાં પનરવો પાસે ઊભી રહી પાંચ પાંખડીયાં વાળા રાતાં ફૂલને સ્પર્શ કરવા તેણે હાથ લંબાવ્યો.
ત્યાં..
તેની પીઠ ઊપર મોટું લીસું કઠણ બી ઘસીને કોઈએ ડામ દીધો હોઈ તેવો તેને અહેસાસ થયો!