Rahul Makwana

Romance Tragedy Thriller

4  

Rahul Makwana

Romance Tragedy Thriller

દારજેલિંગ

દારજેલિંગ

7 mins
459


જ્યારે આપણે કોઈને પ્રશ્ન પૂછીએ કે તમારી હોબી એટલે કે શોખ શું છે…? તો લગભગ પચાસ ટકા લોકો એવો જવાબ આપશે કે મારો શોખ, "હરવા અને ફરવાનો છે, નવા નવા સ્થળોની મુલાકાત કરવી મને ખુબ જ ગમે છે. મને ટ્રેન દ્વારા મુસાફરી કરવી ખૂબ જ પસંદ છે. જે લોકો પોતાની હોબી વિશે પૂછતાં આવા પ્રત્યુતર આપે છે, એનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે તે બધાં લોકો પ્રકૃતિ સાથે એકદમ નજીકથી જોડાયેલાં છે. પ્રકૃતિને માણવી તેઓને ખૂબ જ પસંદ છે. તેઓને કુદરતી સૌંદર્ય મનમોહક લાગે છે. આજનો મનુષ્ય જાણે ચાર બાય ચારની દીવાલોને જ પોતાની દુનિયા સમજી બેઠો હોય તેવું લાગી રહ્યું છે, જાણે તે આ કુદરતી વિરાસત કે કુદરતી સૌંદર્યને આ ભાગદોડ ભરેલ જીવનમાં વિસરી જ ગયો હોય તેવું હાલ લાગી રહ્યું છે.

ક્યારેક આ મુસાફરી આપણી જીવનમાં એવી મીઠી યાદો આપી જાય છે કે જેને આપણે ક્યારેય ભૂલી નથી શકતા. અભિનવ પણ એમાંથી એક વ્યક્તિ હતો કે જેને આવી રીતે મુસાફરી કરવી ખૂબ જ પસંદ હતું. તેને પ્રકૃતિનો ખોળો ખૂંદવો ખુબ જ પસંદ હતું, દરિયા કિનારે, ઊંચા ઊંચા પર્વતો પર ટકેળવું એ અભિનવ માટે આનંદનો અવસર હોય એવું અભિનવને લાગતું હતું.

સમય : સવારનાં 10 કલાક.

સ્થળ : દારજેલિંગ રેલવે સ્ટેશન.

દારજેલિંગ રેલવેસ્ટેશન પર મુસાફરોનો કાફલો જામેલ હતો, હાલ દિવાળી વેકશેન હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો એવો વધારો થયેલો જોવા મળી રહ્યો હતો. અભિનવ રેલવેસ્ટેશનનાં બાંકડા પર ટ્રેન આવે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો, અને આવતાં જતાં લોકો અભિનવ આગળથી પસાર થઈ રહ્યાં હતાં. 

 બરાબર એ જ અભિનવના કાને ટ્રેનની વિસલનો અવાજ સંભળાય છે, ટ્રેનની વિસલનો અવાજ સંભળતાની સાથે અભિનવાનાં જીવમાં જીવ આવ્યો હોય તેવી હળવાશ અનુભવી રહ્યો હતો, આથી અભિનવ પોતાનાં ખભે બેગ લટકાવી તેની ટિકિટમાં લખેલ ડબ્બા તરફ આગળ ધપવાં માંડે છે. ત્યારબાદ અભિનવ ટ્રેનમાં ચડી જાય છે, બરાબર એ જ સમયે અભિનવની નજર એક વીસેક વર્ષની યુવતી પર પડે છે, જે દોડતી દોડતી અભિનવ જે ટ્રેનનાં જે ડબ્બામાં ચડેલ હતો તે ડબ્બા તરફ આગળ વધી રહી હતી. 

આ યુવતીને જોઈ અભિનવનું હૃદય એકાએક જોર જોરથી ધડકવા લાગ્યું, આશ્ચર્યને લીધે તેની આંખો એકદમ પહોળી થઈ ગઈ, તેની મોહકતા જોઈને અભિનવ જાણે ઘાયલ થઈ રહ્યો હોય તેવું અભિનવ અનુભવી રહ્યો હતો. આ યુવતીને જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે તેની યુવાની શોળે કળાએ ખીલી ઉઠી હોય, તેનાં ભરાવદાર ગાલ, અણિયારી આંખો, અને ગુલાબની પાંખડી જેવા નાજુક તેનાં ગુલાબી હોઠ સારા સારા યુવાહૈયાને ઘાયલ કરવાં માટે પૂરતું હતું. એમાં પણ આ યુવતીનાં ચેહરા પર ટ્રેન ચુકાઈ જવાનાં ડરને લીધે ઉપસી આવેલ ચિંતાની રેખાઓને લીધે તે યુવતી વધુ મારણકી અને મદહોશ લાગી રહી હતી.

  બરાબર એ જ સમયે "દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે" મૂવીમાં જેવી રીતે શાહરુખખાન સીમરન એટલે કે કાજોલ તરફ પોતાનો હાથ લંબાવે છે, તેવી જ રીતે અભિનવ પોતાનો હાથ એ યુવતી તરફ લંબાવે છે. એ યુવતી પાસે બીજો કોઈ જ વિકલ્પ ના હોવાને લીધે અભિનવનો હાથ થામી લે છે અને ટ્રેનમાં ચડી જાય છે, ટ્રેનમાં ચડતાની સાથે જ તે યુવતી રાહતનો એક ઊંડો શ્વાસ લે છે..તેનાં ચહેરા પર રહેલ ડરની રેખાઓ હવે ધીમે ધીમે વિખેરાઈ રહી હતી. ધમણની માફક એકદમ ઝડપથી ચાલી રહેલાં તેનાં શ્વાસોશ્વાસ હવે ધીમે ધીમે નોર્મલ બની રહ્યાં હતાં.

"થેન્ક યુ સો મચ..!" પોતાનો હાથ અભિનવ તરફ લંબાવતા પેલી યુવતી બોલે છે.

"મોસ્ટ વેલકમ !" અભિનવ પેલી યુવતીની સામે જોઇને ઈમ્પ્રેસ થતાં બોલે છે.

"બાય ધ વે માય નેમ ઇસ અભિનવ !" વાતની શરૂઆત કરતાં અભિનવ બોલે છે.

"ઓહ યસ…માય નેમ ઇસ માનસી..!" પેલી યુવતી પોતાનો પરિચય આપતાં જણાવે છે.

"ફરવા માટે આવેલાં..?" અભિનવ હળવેકથી માનસી સામે જોઇને પૂછે છે.

"યા ! હું મારા ગ્રુપ સાથે દારજેલિંગ પ્રવાસમાં આવેલાં છીએ..!" અભિનવનાં પ્રશ્નનો ઉત્તર આપતાં માનસી જણાવે છે.

"તો તમે એકલાં ?" અભિનવ નવાઈ પામતાં માનસીની સામે જોઇને પૂછે છે.

"જી ! એક્ચ્યુઅલીમાં હું ઇન્સ્ટા પોસ્ટ મૂકવા માટે "દારજેલિંગ રેલવેસ્ટેશન" એવું બોર્ડ લેખલું આવે તે રીતે મારા મોબાઈલમાં ફોટો પાડી રહી હતી, એવામાં મારા બધાં મિત્રો ટ્રેનમાં બેસી ગયાં, બરાબર એ જ સમયે મને ટ્રેનની વિસલ સંભળાય આથી મેં ટ્રેન તરફ દોટ મૂકી, બરાબર એ સમયે મારા મિત્રો જે ડબ્બામાં બેસેલાં હતાં એ ડબ્બો ઘણો આગળ પસાર થઈ ગયો હોવાથી અને તમેં જે ડબ્બામાં ઉભેલાં હતાં એ ડબ્બો મારી એકદમ નજીક હતો, એમાં પણ તમે મારા તરફ મદદ માટે લંબાવેલ હાથને લીધે હું ટ્રેન ચુકતા ચુકતા રહી ગઈ. જો તમે મારી મદદ માટે હાથ લંબાવ્યો ના હોત તો હું સો ટકા ટ્રેન ચુકી જ જાત અને મારા ગ્રુપથી અલગ પડી ગઈ હોત...સો થેન્ક યુ સો મચ." માનસી પોતાનાં સુરીલા અને મીઠા અવાજે પોતાની વ્યથા અભિનવને જણાવતા બોલે છે.

જ્યારે આ બાજુ અભિનવ મંત્રમુગ્ધ બનીને માત્રને માત્ર માનસીની સુંદરતાને નિહાળી રહ્યો હતો, માનસી શું જણાવી રહી હતી, તે તો હાલ અભિનવને જરાપણ ખ્યાલ નહીં હોય, જાણે માનસીએ પોતાનાં મન પર એક પ્રકારનું વશીકરણ કરીને કોઈ જાદુ કરી નાખ્યો હોય તેવું હાલ અભિનવ અનુભવી રહ્યો હતો. 

"તો આવું થયું મારી સાથે..!" માનસી પોતાની વાત પૂર્ણ કરતાં કરતાં અભિનવને જણાવે છે.

"હમમ..હા…!" અભિનવ માનસીનાં સુંદરતા કે મોહકતાનાં સાગરમાંથી એક ઝબકારા સાથે બહાર આવતાં આવતાં બોલી ઊઠે છે.

"સારું થયું ને…!" અભિનવ વધુ ઘાયક થતાં બોલે છે.

"શું… મતલબ..?" માનસી અચરજભર્યા અવાજે અભિનવને પૂછે છે.

"એમ નહીં..પણ મેં તમારી તરફ મદદ માટે હાથ લંબાવીને સારું કર્યું ને એમ હું કહેવા માગું છું." અભિનવ પોતાનો સ્વબચાવ કરતાં અને પોતાની મૂળ વાત વાળતા બોલી ઊઠે છે.

"યા ! ઓફ કોર્સ..!" માનસી અભિનવનાં ચહેરા સામે જોઇને બોલી ઊઠે છે.

"તો તમે મારી સીટ પર બેસો…! હું અહી તમારી પાસે જે જગ્યા છે ત્યાં ઊભો રહીશ." અભિનવ માનસીને આગ્રહ કરતાં કરતાં બોલી ઊઠે છે.

"ના ! એની કંઈ જરૂર નથી...હું આગળનાં રેલવેસ્ટેશન પર ઉતરીને મારા અન્ય મિત્રો જે ડબ્બામાં બેસેલાં છે તે ડબ્બામાં જતી રહીશ..!" માનસી પોતાનો ઈરાદો જણાવતાં અભિનવને જણાવે છે.

આ સાંભળીને અભિનવનાં હૃદયને પળભરમાં આઘાત લાગ્યો હોય તેવું તે અનુભવી રહ્યો હતો, એક સુંદર મજાનું સપનું જાણે આગળનાં રેલવેસ્ટેશન પર પહોંચતાની સાથે જ પૂરું થઈ જશે ? શું માનસીને હું મનોમન પસંદ કરવા લાગ્યો છું એ જણાવાવું કે નહીં ? શું હું અત્યારે માનસીને મારી લાગણી જણાવીશ તો તે મારા માટે શું વિચારશે ? શું માનસીને એવું લાગશે કે તેની મદદ કરવાં પાછળનો મારો આ જ હેતુ હશે ? જો હું માનસીને મારા મનની વાત જણાવીશ તો તે મને કોઈ રોમિયો ગણી બેસશે તો..?" હાલ અભિનવ આવા પ્રશ્નોથી ચારેબાજુએથી ઘેરાય ગયો હતો.

આમ આવા વિચારો આવવાની સાથે જ અભિનવ ખૂબ જ મુશ્કેલીઓ સાથે માંડ માંડ પોતાની જાતને રોકે છે, એવામાં ટ્રેન ક્યારે પહેલાં રેલવેસ્ટેશન પર આવીને ઊભી રહી તે અભિનવને ખ્યાલ જ ના રહ્યો.. આથી માનસી પોતે જે ડબ્બામાં બેસેલ હતી તેમાંથી નીચે ઉતરવા માટે ઊભી થાય છે અને માનસી સાથે ડબ્બાનાં દરવાજા સુધી જાય છે.

  જ્યારે આ આજુ માનસી ટ્રેનમાંથી નીચે ઉતરીને અભિનવને "બાય ! સી...યુ...નાઈસ ટુ મીટ યુ..!" આટલું બોલે છે..આ સાથે જ અભિનવે વિચારે છે કે મે માનસીને મારા મનમાં રહેલ વાત જો કદાચ જણાવી હોત તો કદાચ મને માનસી તરફથી "બાય ! સી...યુ...નાઈસ ટુ મીટ યુ..!" - આવું કદાચ સાંભળવા જ ના મળ્યું હોત.

"બાય !" અભિનવ પણ પોતાનો હાથ હલાવતાં બોલે છે.

"બાય ધ વે...ઇન્સ્ટા પર છો ?" અભિનવ હિંમત કરીને માનસીને માત્ર આ એક જ પ્રશ્ન પૂછે છે.

"યસ...માનસી ધ ક્યૂટ ગર્લ...નામથી…!" જાણે એક જ વાક્યમાં માનસીએ અભિનવને પોતાની લાગણી જણાવી દીધી હોય તેવું લાગી રહ્યું હતું. જો કોઈ યુવતી તમને પસંદ નથી કરતી તો પછી તે તમને ક્યારેય પોતાનો નંબર કે આઈ ડી ના જ જણાવે એવું અભિનવ સારી રીતે જાણતો હતો. ત્યારબાદ માનસી દોડતી દોડતી પોતાનાં અન્ય મિત્રો જે ડબ્બામાં બેસેલાં હતાં તે ડબ્બામાં ચડી જાય છે.

જયારે આ બાજુ અભિનવના મનમાં તો હજુપણ માત્રને માત્ર એ ઝરણાની માફક નિખાલસ અને નિર્દોષભાવે હસતી કૂદતી માનસી જ રમી રહી હતી..માનસીનાં વિચારોમાં ને વિચારોમાં ક્યારે પોતાનું શહેર આવી ગયું એ અભિનવને ખ્યાલ જ ના રહ્યો..આથી અભિનવ પોતાનાં શહેરનાં રેલવેસ્ટેશન પર ઉતરીને ટેક્ષી ભાડે કરી પોતાનાં ઘરે પહોંચે છે.

એક અઠવાડિયા બાદ.

અભિનવે કોઈ ડિટેકટિવની માફક ઇન્સ્ટા અને બીજા સોશિયલ એકાઉન્ટ મારફતે માનસી વિશે બધી જ માહિતી મેળવી લીધી હતી "માસની ધ ક્યૂટ ગર્લ" નામનું એકાઉન્ટ પણ અભિનવે મહામહેનતે સફળતાપૂર્વક શોધી તો લીધું હતું પણ માનસીને ફ્રેન્ડ રિકવેસ્ટ કે ફોલો કરવાની હિંમત હજુપણ અભિનવમાં નહોતી. હાલ અભિનવ પોતાનાં લેપટોપ પર કામ કરી રહ્યો હતો બરાબર એ જ સમયે તેનાં મોબાઈલ ફોનમાં નોટિફિકેશન ટોન વાગે છે, આથી અભિનવ પોતાનાં મોબાઈલ ફોનનાં નોટિફિકેશનબારને સ્ક્રોલ કરીને ચેક કરે છે, નોટિફિકેશનમાં લખેલ હતું કે, "માનસી ધ ક્યૂટ ગર્લ" સ્ટાર્ટટેડ ફોલોવિંગ યુ ઓન ઇન્સ્ટાગ્રામ ફોલો બેક "માનસી ધ ક્યૂટ ગર્લ" આ નોટિફિકેશન વાંચતાની સાથે જ અભિનવની આંખોમાં એક અલગ જ પ્રકારની ચમક આવી જાય છે, અને અભિનવ પણ હિંમત કરીને "માનસી" ને ફોલો બેક કરે છે.

આમ અભિનવ માટે પોતે અત્યાર સુધી જેટલી પણ મુસાફરી કરી તે બધામાંથી, દારજેલિંગની આ મુસાફરી અભિનવ માટે ખૂબ જ મહત્વની અને અગત્યની સાબિત થઈ હતી. કારણ કે આ મુસાફરીએ જ અભિનવનાં જીવનમાં પ્રેમ નામનાં પ્રકરણની શરૂઆત કરી હતી. આપણાં જીવન આપણે ઘણી બધી મુસાફરી કરીએ છીએ, તેમાંથી અમુક મુસાફરી તો કાયમિક માટે આપણાં માનસ પટ્ટ પર પોતાનું આધિપત્ય જમાવી દે છે, જેમ દારજેલિંગની મુસાફરીએ અભિનવનાં જીવનમાં એક નવુ જ પ્રકરણ ઉમેરેલું હતું કે એક નવો જ વળાંક આપેલ હતો એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.


Rate this content
Log in

Similar gujarati story from Romance