દાદ
દાદ
મરોલી ગામે રાત્રીના સમયે ટ્રેનમાંથી પંદર જેટલી બહેનો અને પાંચેક ભાઈઓ ઉતર્યા, લેવા આવેલી ગાલ્લીઓમાં ગોઠવાયા. ગાલ્લીઓ થોડે અંતરે પહોંચી ત્યાં તો ગાલ્લીની આગળ બુકાનીધારી લૂંટારુઓએ ઊભાં રહોની ત્રાડ નાખી. ગાલ્લી ઊભી રહેતા જ જવું હું તો જે હોય તે આપી દો કહી બહેનોના અંગ પરનાં તમામ ઘરેણાં ઉતરાવવા માંડ્યા. છેક છેલ્લી ગાલ્લીમાં બેઠેલી મહિલાએ સમયસૂચકતા વાપરી પોતાની બંગડી અને ગળામાંની ચેઈન પોતાની નીચે સંતાડી દીધી. એની પાસે લૂંટારુ આવ્યા ત્યારે પોતે માથા પરથી પલ્લુ હટાવી હિંમતભેર કહ્યું,જો આ હું તો બોળી મારી પાસે શું હોય? અને એ જોઈને લુંટારુ ચાલતા થયા. પહેલાંના જમાનામાં અનાવિલ જ્ઞાતિમાં પતિ ગુજરી જાય એટલે પત્નીના વાળ ઉતરાવતા જીવન પર્યંત બોળે માથે જ રહેવાનું. એવી જ આ બાઈની હિંમત અને સમયસૂચકતા ને દાદ દેવી જોઈએ.